Rajkot News: શાળા અને હોસ્પિટલના સીલ દૂર કરવા RMC મહામંત્રીની રજૂઆત

 ‘NOC અને BU પરમિશન મુદ્દે રજૂઆત કરી છે’‘મનપાની બેદરકારીથી NOC વાળી સ્કૂલ સીલ કરાઇ છે’ ‘22 જેટલી શાળાઓ પાસે તમામ ડોક્યુમેન્ટ હતા’ રાજકોટમાં ગોઝારા અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ કરીને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અનેક એકમોને સીલ કરવામાં આવ્યા હતા. તો સીલ કરવામાં આવેલ એકમોમાં હોસ્પિટલો અને અનેક શાળાઓનો પણ સમાવેશ થતો હતો. જેને લઈને હવે RMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. RMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના મહામંત્રી દ્વારા ફાયર NOC અને BU પરમિશન વાળી શાળાઓ અને હોસ્પિટલોનું સીલ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. જોકે, ગેરકાયદેસર શાળાઓ કે ગેરકાયદેસર બિલ્ડિંગના સિલ ખોલવા માટે રજૂઆત કરવામાં નથી આવી. રજૂઆતમાં ગેરકાયદેસર બિલ્ડિંગ સામે કડક પગલાં ભરવા કહેવામાં આવ્યું છે. જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું છે કે RMC દ્વારા જર્જરિત સરકારી આવાસોના લાઈટ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા છે. તો, જર્જરિત સરકારી આવાસોમાં રહેતા લોકોને માનવતાના ધોરણે અન્ય ખસેડવા માટે મહામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે 1BHK આવાસો મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે તે માનવતાના ધોરણે આપી શકાય તેવી તેમણે રજૂઆત કરી છે. સમગ્ર મામલે મહામંત્રીએ શહેરી વિકાસ વિભાગ સાથે ચર્ચા કરી છે. વધુમાં તેમણે કબૂલ્યું હતું કે રાજકોટમાં 22 જેટલી શાળાઓ પાસે તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં સીલ કરવામાં આવી હતી. જેમાં, રાજકોટ મનપાની બેદરકારી હોવાનુ ખુદ જયમીન ઠાકરે RMCની ભૂલ હોવાનું કબુલ્યું હતું.

Rajkot News: શાળા અને હોસ્પિટલના સીલ દૂર કરવા RMC મહામંત્રીની રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  ‘NOC અને BU પરમિશન મુદ્દે રજૂઆત કરી છે’
  • ‘મનપાની બેદરકારીથી NOC વાળી સ્કૂલ સીલ કરાઇ છે’
  • ‘22 જેટલી શાળાઓ પાસે તમામ ડોક્યુમેન્ટ હતા’

રાજકોટમાં ગોઝારા અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ કરીને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અનેક એકમોને સીલ કરવામાં આવ્યા હતા. તો સીલ કરવામાં આવેલ એકમોમાં હોસ્પિટલો અને અનેક શાળાઓનો પણ સમાવેશ થતો હતો. જેને લઈને હવે RMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

RMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના મહામંત્રી દ્વારા ફાયર NOC અને BU પરમિશન વાળી શાળાઓ અને હોસ્પિટલોનું સીલ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. જોકે, ગેરકાયદેસર શાળાઓ કે ગેરકાયદેસર બિલ્ડિંગના સિલ ખોલવા માટે રજૂઆત કરવામાં નથી આવી. રજૂઆતમાં ગેરકાયદેસર બિલ્ડિંગ સામે કડક પગલાં ભરવા કહેવામાં આવ્યું છે.

જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું છે કે RMC દ્વારા જર્જરિત સરકારી આવાસોના લાઈટ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા છે. તો, જર્જરિત સરકારી આવાસોમાં રહેતા લોકોને માનવતાના ધોરણે અન્ય ખસેડવા માટે મહામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે 1BHK આવાસો મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે તે માનવતાના ધોરણે આપી શકાય તેવી તેમણે રજૂઆત કરી છે. સમગ્ર મામલે મહામંત્રીએ શહેરી વિકાસ વિભાગ સાથે ચર્ચા કરી છે.

વધુમાં તેમણે કબૂલ્યું હતું કે રાજકોટમાં 22 જેટલી શાળાઓ પાસે તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં સીલ કરવામાં આવી હતી. જેમાં, રાજકોટ મનપાની બેદરકારી હોવાનુ ખુદ જયમીન ઠાકરે RMCની ભૂલ હોવાનું કબુલ્યું હતું.