Bhavnagar News : શેત્રુંજી ડેમના પંપના મેન્ટેનન્સની કામગીરીને લઈ આવતીકાલે પાણીકાપ

રીપેરીંગના વાંકે ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી કાપ ફિલ્ટર વિભાગને ઉનાળામાં શેત્રુંજી ડેમ સાઇટ ઉપર પંપના મેન્ટેનન્સની કામગીરી યાદ આવી તખ્તેશ્વર ફિલ્ટર,ચિત્રા ફિલ્ટર,ડાયમંડ ફિલ્ટર અને પ્રભુદાસ તળાવ ઇએસઆરના વિસ્તારોમાં પાણી નહીં આવે ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ભાવનગરમાં આવતીકાલે મોટાભાગના વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે.રીપેરીંગના કામે પાણીકાપ મૂકાશે તેવી વાત હાલ સામે આવી છે.ફિલ્ટર વિભાગને ઉનાળામાં શેત્રુંજી ડેમ સાઇટ ઉપર પંપના મેન્ટેનન્સની કામગીરી હાથધરવામાં આવશે,તખ્તેશ્વર ફિલ્ટર,ચિત્રા ફિલ્ટર,ડાયમંડ ફિલ્ટર અને પ્રભુદાસ તળાવ ઇએસઆરના વિસ્તારોમાં પાણી નહીં આવે. જાણો કયા વિસ્તારમાં રહેશે પાણી કાપ શહેરને મહિપરીએજ યોજના દ્વારા રો વોટર પૂરું પાડતા નાવડા પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી કરવાની હોવાથી શટ ડાઉન લેવામાં આવ્યું છે.જેથી નાવડા ખાતેના તમામ પંપિંગ બંધ રહેશે. અને મહિપરીએ જ માંથી તરસમિયા ફિલ્ટર પર આવતી પાણીની આવક પણ બંધ રહેશે. જે કારણોસર શહેરના કાળિયાબીડ ડી, લખુભા હોલ, બેબી લેન્ડ સ્કૂલ પાસેનો વિસ્તાર, સાગવાડી, વૃંદાવન સોસાયટી, રામેશ્વર મંદિર વાળો વિસ્તાર, વિરાણી સર્કલ, આનંદ હોલ તેમજ ભરતનગર શિવનગર હાઉસિંગ બોર્ડ વિસ્તાર, દેવરાજ નગર, ભાગ્યોદય સોસાયટી, મહાવીર નગર, નવું શિવનગર, કસ્તુરબા સોસાયટી, રાધેશ્યામ સોસાયટી તદુપરાંત શહેર ફરતી સડક, મીરા પાર્ક, હરિકૃષ્ણ પાર્ક, દેવ પાર્ક, અખિલેશ પાર્ક, લાખાવાડ, મીની હીરા બજાર, શ્રમજીવી, ભોળાનાથ સોસાયટી, પીપલ્સ સોસાયટી, ચંદ્ર મૌલી અને 25 વાર સહિતના વિસ્તારોમાં પાણી બંધ રહેશે. સુરતમાં પણ પાણી કાપ સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો છે. જેમાં સુરતમાં આવતીકાલે 10 લાખ લોકોને પાણી મળશે નહીં. તેમાં DGVCL-SMCની કામગીરીના કારણે પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ છે. તથા લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીકાપ અપાશે. કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડશે. ખરેખરમાં, સુરતમાં ત્રણ ઝોનમાં આવતી કાલે પાણી કાપ રહેશે, આવતીકાલથી શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ છે, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડશે.

Bhavnagar News : શેત્રુંજી ડેમના પંપના મેન્ટેનન્સની કામગીરીને લઈ આવતીકાલે પાણીકાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રીપેરીંગના વાંકે ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી કાપ
  • ફિલ્ટર વિભાગને ઉનાળામાં શેત્રુંજી ડેમ સાઇટ ઉપર પંપના મેન્ટેનન્સની કામગીરી યાદ આવી
  • તખ્તેશ્વર ફિલ્ટર,ચિત્રા ફિલ્ટર,ડાયમંડ ફિલ્ટર અને પ્રભુદાસ તળાવ ઇએસઆરના વિસ્તારોમાં પાણી નહીં આવે

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ભાવનગરમાં આવતીકાલે મોટાભાગના વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે.રીપેરીંગના કામે પાણીકાપ મૂકાશે તેવી વાત હાલ સામે આવી છે.ફિલ્ટર વિભાગને ઉનાળામાં શેત્રુંજી ડેમ સાઇટ ઉપર પંપના મેન્ટેનન્સની કામગીરી હાથધરવામાં આવશે,તખ્તેશ્વર ફિલ્ટર,ચિત્રા ફિલ્ટર,ડાયમંડ ફિલ્ટર અને પ્રભુદાસ તળાવ ઇએસઆરના વિસ્તારોમાં પાણી નહીં આવે.

જાણો કયા વિસ્તારમાં રહેશે પાણી કાપ

શહેરને મહિપરીએજ યોજના દ્વારા રો વોટર પૂરું પાડતા નાવડા પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી કરવાની હોવાથી શટ ડાઉન લેવામાં આવ્યું છે.જેથી નાવડા ખાતેના તમામ પંપિંગ બંધ રહેશે. અને મહિપરીએ જ માંથી તરસમિયા ફિલ્ટર પર આવતી પાણીની આવક પણ બંધ રહેશે. જે કારણોસર શહેરના કાળિયાબીડ ડી, લખુભા હોલ, બેબી લેન્ડ સ્કૂલ પાસેનો વિસ્તાર, સાગવાડી, વૃંદાવન સોસાયટી, રામેશ્વર મંદિર વાળો વિસ્તાર, વિરાણી સર્કલ, આનંદ હોલ તેમજ ભરતનગર શિવનગર હાઉસિંગ બોર્ડ વિસ્તાર, દેવરાજ નગર, ભાગ્યોદય સોસાયટી, મહાવીર નગર, નવું શિવનગર, કસ્તુરબા સોસાયટી, રાધેશ્યામ સોસાયટી તદુપરાંત શહેર ફરતી સડક, મીરા પાર્ક, હરિકૃષ્ણ પાર્ક, દેવ પાર્ક, અખિલેશ પાર્ક, લાખાવાડ, મીની હીરા બજાર, શ્રમજીવી, ભોળાનાથ સોસાયટી, પીપલ્સ સોસાયટી, ચંદ્ર મૌલી અને 25 વાર સહિતના વિસ્તારોમાં પાણી બંધ રહેશે.

સુરતમાં પણ પાણી કાપ

સુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો છે. જેમાં સુરતમાં આવતીકાલે 10 લાખ લોકોને પાણી મળશે નહીં. તેમાં DGVCL-SMCની કામગીરીના કારણે પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ છે. તથા લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીકાપ અપાશે.

કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ

કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડશે. ખરેખરમાં, સુરતમાં ત્રણ ઝોનમાં આવતી કાલે પાણી કાપ રહેશે, આવતીકાલથી શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ છે, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડશે.