Surat: છત્રી લગાવી રસ્તા પર બેઠેલા લોકોથી સિમ કાર્ડ ખરીદતા ચેતી જજો

પ્રિ-એક્ટિવ સિમકાર્ડ એક્ટિવ કરી વેચવાનું કૌભાંડ સારોલી પોલીસે બાતમીના આધારે કર્યા દરોડા જરૂરી ડોક્યૂમેન્ટ મેળવી ગ્રાહકો સાથે કરતા છેતરપિંડી સુરતમાંથી સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં પ્રિ એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરી વેચતા હોવાનું કૌભાંડ ઝડપાયુ છે. સારોલી પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા છે. તેમાં પોલીસે 672 પ્રિ-એક્ટિવ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. જરૂરી ડોક્યૂમેન્ટ મેળવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા. સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચવામાં આવતા હતા. પોલીસે 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી પોલીસે 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સરોલી પોલીસે રેકેટ ઝડપી પાડ્યું છે. પ્રિ એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને સુરતમાં વેચતા હોવાનું મોટુ રેકેટ સામે આવ્યુ છે. સારોલી પોલીસને બાતમી મળતા 3 શખ્સો 672 પ્રિ એક્ટિવ સિમ કાર્ડ સાથે પકડાયા હતા. પ્રિ-એક્ટિવ સીમકાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઇન ગેમ-શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો. મુંબઇમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે આવતા હતા. ગ્રાહકો પાસેથી સિમકાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા ગ્રાહકો પાસેથી સિમકાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા હતા. આ સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમા વેચવામાં આવતા હતા. તેમાં એકથી બે હજાર સુધી રકમ પડાવવામાં આવતી હતી. છત્રી લગાવીને રસ્તા પર બેઠેલા લોકો પાસે સિમ કાર્ડ ખરીદતા હોવ તો ચેતી જજો કેમ કે, સુરત શહેરમાં નજીવા રૂપિયા કમાવવા લોકો દેશની સુરક્ષા સાથે સાથે લોકોની પ્રાઇવેસી સાથે ચેડાં કરી રહ્યા છે. અગાઉ સુરતની PCB પોલીસને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં કેટલાક યુવકો છે કે જે ડોક્યુમેન્ટ વગરના પ્રિ એકટીવ સિમકાર્ડનું કોઈ પણ ડોકયુમેન્ટ લીધા વગર વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે સુરત PCBની ટિમે રેડ કરી આ ત્રણયે યુવકને સીમકાર્ડ વેચતા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Surat: છત્રી લગાવી રસ્તા પર બેઠેલા લોકોથી સિમ કાર્ડ ખરીદતા ચેતી જજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રિ-એક્ટિવ સિમકાર્ડ એક્ટિવ કરી વેચવાનું કૌભાંડ
  • સારોલી પોલીસે બાતમીના આધારે કર્યા દરોડા
  • જરૂરી ડોક્યૂમેન્ટ મેળવી ગ્રાહકો સાથે કરતા છેતરપિંડી

સુરતમાંથી સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં પ્રિ એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરી વેચતા હોવાનું કૌભાંડ ઝડપાયુ છે. સારોલી પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા છે. તેમાં પોલીસે 672 પ્રિ-એક્ટિવ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. જરૂરી ડોક્યૂમેન્ટ મેળવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા. સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચવામાં આવતા હતા.

પોલીસે 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પોલીસે 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સરોલી પોલીસે રેકેટ ઝડપી પાડ્યું છે. પ્રિ એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને સુરતમાં વેચતા હોવાનું મોટુ રેકેટ સામે આવ્યુ છે. સારોલી પોલીસને બાતમી મળતા 3 શખ્સો 672 પ્રિ એક્ટિવ સિમ કાર્ડ સાથે પકડાયા હતા. પ્રિ-એક્ટિવ સીમકાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઇન ગેમ-શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો. મુંબઇમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે આવતા હતા.

ગ્રાહકો પાસેથી સિમકાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા

ગ્રાહકો પાસેથી સિમકાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા હતા. આ સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમા વેચવામાં આવતા હતા. તેમાં એકથી બે હજાર સુધી રકમ પડાવવામાં આવતી હતી. છત્રી લગાવીને રસ્તા પર બેઠેલા લોકો પાસે સિમ કાર્ડ ખરીદતા હોવ તો ચેતી જજો કેમ કે, સુરત શહેરમાં નજીવા રૂપિયા કમાવવા લોકો દેશની સુરક્ષા સાથે સાથે લોકોની પ્રાઇવેસી સાથે ચેડાં કરી રહ્યા છે. અગાઉ સુરતની PCB પોલીસને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં કેટલાક યુવકો છે કે જે ડોક્યુમેન્ટ વગરના પ્રિ એકટીવ સિમકાર્ડનું કોઈ પણ ડોકયુમેન્ટ લીધા વગર વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે સુરત PCBની ટિમે રેડ કરી આ ત્રણયે યુવકને સીમકાર્ડ વેચતા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.