Ahmedabadમાં Rathyatra પહેલા સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV લાગશે

CCTV Public Safety Project માટે અમદાવાદ શહેર પોલીસે કમરકસી સૌપ્રથમ રથયાત્રાના સંપૂર્ણ રુટને CCTV કેમેરાથી કરાશે સજ્જ 8 વિસ્તારોમાં સીસીટીવી હેઠળ પ્રોજેકટ શરૂ અમદાવાદ શહેરમાં વધતી ચોરી લૂટફાટ સહિતની ઘટનાઓ તેમજ અસામાજિક તત્વો પર લગામ લાવવા માટે આગામી ટૂંક સમયમાં શહેરના તમામ રસ્તાઓને CCTV કેમેરાથી સજ્જ કરવામાં માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા CCTV Public Safety Project શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સૌથી પહેલા અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે. પોલીસ એલર્ટ મોર્ડ પર અમદાવાદ શહેરમાં યોજાતી ભવ્ય રથયાત્રા અગાઉ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં પકડાયેલા આતંકીઓને પગલે શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ કામગીરી હાથ ધરી છે. રથયાત્રાના 18 કિમીના રૂટ પર ખાસ પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવામાં આવી રહ્યા છે. 8 વિસ્તારોમાં પ્રોજેકટ શરૂ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવાની કામગીરી હાથધરી છે. રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો છે. રથયાત્રાના રૂટ પર આવેલી તમામ દુકાનો,પોળ અને સોસાયટીની બહાર CCTV કેમેરા લગાવવામાં આવશે. અગાઉ પણ સીસીટીવી લગાવાયા હતા તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશો આપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગનું આયોજન કરાયું હતું. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના CCTV લગાવવા પડશે.સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV કાયમી ધોરણે લગાવવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ રથયાત્રાના રૂટ પર 177 CCTV કેમેરા લાગેલા હતા. જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે. અત્યારે રથયાત્રાના રૂટ પર કાર્યરત 525 CCTV કેમેરા લાગેલા છેદુકાનો પણ ચેક કરવામાં આવી અત્યાર સુધીમાં 1500 વધુ દુકાનો ચેક કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે સજાગતાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું હતું. કોઈ પણ પ્રકારનું તોફાન કે કાંકરીચાળો થાય તેવા સંજોગોમાં પૂરતા પુરાવા મળી રહે અને તોફાની તત્વો પકડાઈ તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે વેપારી 1 જૂન સુધી કેમેરા નહિ લગાવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Ahmedabadમાં Rathyatra પહેલા સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV લાગશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CCTV Public Safety Project માટે અમદાવાદ શહેર પોલીસે કમરકસી
  • સૌપ્રથમ રથયાત્રાના સંપૂર્ણ રુટને CCTV કેમેરાથી કરાશે સજ્જ
  • 8 વિસ્તારોમાં સીસીટીવી હેઠળ પ્રોજેકટ શરૂ

અમદાવાદ શહેરમાં વધતી ચોરી લૂટફાટ સહિતની ઘટનાઓ તેમજ અસામાજિક તત્વો પર લગામ લાવવા માટે આગામી ટૂંક સમયમાં શહેરના તમામ રસ્તાઓને CCTV કેમેરાથી સજ્જ કરવામાં માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા CCTV Public Safety Project શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સૌથી પહેલા અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

પોલીસ એલર્ટ મોર્ડ પર

અમદાવાદ શહેરમાં યોજાતી ભવ્ય રથયાત્રા અગાઉ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં પકડાયેલા આતંકીઓને પગલે શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ કામગીરી હાથ ધરી છે. રથયાત્રાના 18 કિમીના રૂટ પર ખાસ પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવામાં આવી રહ્યા છે.

8 વિસ્તારોમાં પ્રોજેકટ શરૂ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવાની કામગીરી હાથધરી છે. રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો છે. રથયાત્રાના રૂટ પર આવેલી તમામ દુકાનો,પોળ અને સોસાયટીની બહાર CCTV કેમેરા લગાવવામાં આવશે.

અગાઉ પણ સીસીટીવી લગાવાયા હતા

તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશો આપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગનું આયોજન કરાયું હતું. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના CCTV લગાવવા પડશે.સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV કાયમી ધોરણે લગાવવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ રથયાત્રાના રૂટ પર 177 CCTV કેમેરા લાગેલા હતા. જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે. અત્યારે રથયાત્રાના રૂટ પર કાર્યરત 525 CCTV કેમેરા લાગેલા છે

દુકાનો પણ ચેક કરવામાં આવી

અત્યાર સુધીમાં 1500 વધુ દુકાનો ચેક કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે સજાગતાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું હતું. કોઈ પણ પ્રકારનું તોફાન કે કાંકરીચાળો થાય તેવા સંજોગોમાં પૂરતા પુરાવા મળી રહે અને તોફાની તત્વો પકડાઈ તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે વેપારી 1 જૂન સુધી કેમેરા નહિ લગાવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.