આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથને મુંબઇથી ઝડપી લેવામાં આવ્યો

અમદાવાદ,સોમવારઅમદાવાદમાં રહેતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનિસ ખેલાડી માધવિન કામથની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માધવિન કામથને તેની એક પરિચિત યુવતી સાથે કોઇ બાબતે તકરાર થઇ હતી. જેનો બદલો લેવા માટે તેણે  ઇન્સ્ટાગ્રામ પરથી યુવતીના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરીને તેના પોસ્ટર બનાવીે તેમાં યુવતીને એસ્કોર્ટ ગર્લ દર્શાવીને તેનો મોબાઇલ નંબર લખીને બદનામ કરી હતી. આ ગુનો નોંધાયો ત્યારે માધવિન ફ્રાન્સમાં ટુર્નામેન્ટ રમતો હતો. શનિવારે રાતના મુંબઇ પરત આવ્યો ત્યારે લુક આઉટ નોટીસને આધારે ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તેને ઝડપીને  અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપ્યો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગત ૨૩મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથ વિરૂદ્વ એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઇ વ્યક્તિએ તેના ફોટોગ્રાફ્સ વાળા પોસ્ટર્સને શહેરના  પશ્ચિમ વિસ્તારમાં લગાવ્યા હતા. આ પોસ્ટરમાં યુવતીને એસકોર્ટ ગર્લ બતાવીને મોબાઇલ નંબર દર્શાવાયો હતો. અજાણ્યા નંબર પરથી તેને સતત કોલ આવતા તેને આ બાબતે જાણ થઇ હતી.  આ  બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના અઘિકારીઓએ જે સ્થળો પર ુપોસ્ટર્સ લગાવાયા હતા. તે સ્થળો  પરની આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક શંકાસ્પદ બાઇકચાલક  દેખાયો હતો. બાઇક નંબર અને તેના ચહેરા પરથી તે બોપલ આંબલી રોડ પર સ્થિત  એક એપાર્ટમેન્ટમાં  રહેતો માધવિન કામથ હોવાનું જાણવા મળ્યું હતું.   આ અંગે વધુ માહિતી આપતી સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે  ગુનો નોંધવામાં આવ્યો તે સમયે માધવિન કામથ ફ્રાન્સમાં એક ટુર્નામેન્ટ રમવા માટે ગયો હતો. જો કે ભારત પરત આવીને નાસી ન જાય તે માટે લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી.  ગત શનિવારે તે ફ્રાન્સથી  મુંબઇ એરપોર્ટ પર પરત આવ્યો ત્યારે ઇમીગ્રેશન વિભાગે તેની અટકાયત કરીને અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ કરી હતી. જેના આધારે તેને મુંબઇથી લાવીને સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતીએ માધવિનને કોઇ બાબતે તકરાર થતા વાંધાજનક શબ્દો કહ્યા હતા. જેથી માધવિને બદલો લેવા માટે આ પોસ્ટર બનાવ્યા હતા. આ અંગે માધવિનની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથને મુંબઇથી ઝડપી લેવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં રહેતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનિસ ખેલાડી માધવિન કામથની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માધવિન કામથને તેની એક પરિચિત યુવતી સાથે કોઇ બાબતે તકરાર થઇ હતી. જેનો બદલો લેવા માટે તેણે  ઇન્સ્ટાગ્રામ પરથી યુવતીના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરીને તેના પોસ્ટર બનાવીે તેમાં યુવતીને એસ્કોર્ટ ગર્લ દર્શાવીને તેનો મોબાઇલ નંબર લખીને બદનામ કરી હતી. આ ગુનો નોંધાયો ત્યારે માધવિન ફ્રાન્સમાં ટુર્નામેન્ટ રમતો હતો. શનિવારે રાતના મુંબઇ પરત આવ્યો ત્યારે લુક આઉટ નોટીસને આધારે ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તેને ઝડપીને  અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપ્યો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગત ૨૩મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથ વિરૂદ્વ એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઇ વ્યક્તિએ તેના ફોટોગ્રાફ્સ વાળા પોસ્ટર્સને શહેરના  પશ્ચિમ વિસ્તારમાં લગાવ્યા હતા. આ પોસ્ટરમાં યુવતીને એસકોર્ટ ગર્લ બતાવીને મોબાઇલ નંબર દર્શાવાયો હતો. અજાણ્યા નંબર પરથી તેને સતત કોલ આવતા તેને આ બાબતે જાણ થઇ હતી.  આ  બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના અઘિકારીઓએ જે સ્થળો પર ુપોસ્ટર્સ લગાવાયા હતા. તે સ્થળો  પરની આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક શંકાસ્પદ બાઇકચાલક  દેખાયો હતો. બાઇક નંબર અને તેના ચહેરા પરથી તે બોપલ આંબલી રોડ પર સ્થિત  એક એપાર્ટમેન્ટમાં  રહેતો માધવિન કામથ હોવાનું જાણવા મળ્યું હતું.   આ અંગે વધુ માહિતી આપતી સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે  ગુનો નોંધવામાં આવ્યો તે સમયે માધવિન કામથ ફ્રાન્સમાં એક ટુર્નામેન્ટ રમવા માટે ગયો હતો. જો કે ભારત પરત આવીને નાસી ન જાય તે માટે લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી.  ગત શનિવારે તે ફ્રાન્સથી  મુંબઇ એરપોર્ટ પર પરત આવ્યો ત્યારે ઇમીગ્રેશન વિભાગે તેની અટકાયત કરીને અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ કરી હતી. જેના આધારે તેને મુંબઇથી લાવીને સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતીએ માધવિનને કોઇ બાબતે તકરાર થતા વાંધાજનક શબ્દો કહ્યા હતા. જેથી માધવિને બદલો લેવા માટે આ પોસ્ટર બનાવ્યા હતા. આ અંગે માધવિનની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.