Suratમાં મુસાફર ભરેલ STબસે મારી પલટી,ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના

બસ પલટી મારતા કેટલાક મુસાફરોને પહોંચી ઇજા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા વાપી ડેપોથી દાહોદ જતા સમયે બની ઘટના સુરતના વરાછા રોડ પર મોડીરાત્રે એસટી બસે પલટી મારી હોવાની ઘટના બની હતી,આ ઘટનામાં મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રાઈવરે નશો કર્યો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવીના આધારે તપાસ કરી હતી.બસ એટલી સ્પીડમાં હતી કે ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી,આ સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ પ્રાથમિક તપાસ મુજબ, એસટી બસ વાપી ડેપોથી દાહોદ તરફ જઈ રહી હતી. દરમિયાન, બસના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એસટી બસનો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હોવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જો કે, આ મામલે હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જો કે, ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. 21 જૂન 2024ના રોજ બની ઘટના સુરત જિલ્લામાં બારડોલી નજીક એસટી બસ પલટી મારી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. આ બનાવમાં 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઇ હતી જેઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.બારડોલીના બારસડી ગામની સીમમાં પાટણથી વ્યારા જતી એસટી બસ પલટી મારી ગઇ હતી. રોડની બાજુમાં ખાડામાં બસ પલટી મારી ગઇ હતી.  

Suratમાં મુસાફર ભરેલ STબસે મારી પલટી,ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બસ પલટી મારતા કેટલાક મુસાફરોને પહોંચી ઇજા
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • વાપી ડેપોથી દાહોદ જતા સમયે બની ઘટના

સુરતના વરાછા રોડ પર મોડીરાત્રે એસટી બસે પલટી મારી હોવાની ઘટના બની હતી,આ ઘટનામાં મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રાઈવરે નશો કર્યો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવીના આધારે તપાસ કરી હતી.બસ એટલી સ્પીડમાં હતી કે ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી,આ સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.


ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ

પ્રાથમિક તપાસ મુજબ, એસટી બસ વાપી ડેપોથી દાહોદ તરફ જઈ રહી હતી. દરમિયાન, બસના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એસટી બસનો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હોવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જો કે, આ મામલે હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જો કે, ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.

21 જૂન 2024ના રોજ બની ઘટના

સુરત જિલ્લામાં બારડોલી નજીક એસટી બસ પલટી મારી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. આ બનાવમાં 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઇ હતી જેઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.બારડોલીના બારસડી ગામની સીમમાં પાટણથી વ્યારા જતી એસટી બસ પલટી મારી ગઇ હતી. રોડની બાજુમાં ખાડામાં બસ પલટી મારી ગઇ હતી.