Rupala ના વિરોધમાં જામનગરમાં મહિલાઓ સાથેના ગેરવર્તણૂંકને લઇ રોષ

પરશોત્તમ રૂપાલાના વિરોધ સમયે ગેરવર્તણૂંક કરાઇ હતીભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચી હતી મહિલાઓઅગ્રણીઓ કમલમમાં જઇ રજૂઆત કરશેએક તરફ રૂપાલાનો ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના લઈને રાજકોટના ક્ષત્રિય સમાજના લોકોમાં મહિલાઓ સાથેના ગેરવર્તણૂંકને લઈ રોષ જોવા મળી રહ્યો છે. જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે પછી મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો. મહિલાઓ સાથે થયેલા ગેરવર્તણૂંકને લઈ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમાં અગ્રણીઓ રાજકોટ કમલમ ખાતે જઈ રજુઆત કરી હતી. જેમાં મહિલાઓ સાથે થયેલા ગેરવર્તણુંકને લઈ રજુઆત કરવામાં આવી હતી. જામનગરમાં ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચી મહિલાઓ હતી. નોંધનીય છેકે જામનગરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખુરશીઓ ઉછાળી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમ દરમિયાન પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

Rupala ના વિરોધમાં જામનગરમાં મહિલાઓ સાથેના ગેરવર્તણૂંકને લઇ રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરશોત્તમ રૂપાલાના વિરોધ સમયે ગેરવર્તણૂંક કરાઇ હતી
  • ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચી હતી મહિલાઓ
  • અગ્રણીઓ કમલમમાં જઇ રજૂઆત કરશે
એક તરફ રૂપાલાનો ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના લઈને રાજકોટના ક્ષત્રિય સમાજના લોકોમાં મહિલાઓ સાથેના ગેરવર્તણૂંકને લઈ રોષ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે પછી મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.

મહિલાઓ સાથે થયેલા ગેરવર્તણૂંકને લઈ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમાં અગ્રણીઓ રાજકોટ કમલમ ખાતે જઈ રજુઆત કરી હતી. જેમાં મહિલાઓ સાથે થયેલા ગેરવર્તણુંકને લઈ રજુઆત કરવામાં આવી હતી. જામનગરમાં ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચી મહિલાઓ હતી.

નોંધનીય છેકે જામનગરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખુરશીઓ ઉછાળી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમ દરમિયાન પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.