Ahmedabadના ભાટ ગામે મકાનમાં આગ લાગતા એકનું મોત,માતા-પુત્રીનો થયો બચાવ

રસોડામાં આગ બાદ ઉપરના માળે આગ પ્રસરી મકાનના ઉપરના માળે આગ લાગતા પિતાનું મોત આગ લાગવાનું કારણ અકબંધ અમદાવાદના ભાટ ગામે મકાનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત થયું છે,તો માતા પુત્રીનો બચાવ થયો છે.રસોડામાંથી આગ પ્રસરતા મકાનમાં ઉપરના માળે પહોંચી હતી જેમાં મોત થયુ છે.આગ લાગતા માતા-પુત્રી બહાર નિકળી ગયા પણ પિતા ઘરની બહાર નિકળ્યા નહી અને મોત થયું હતુ,ઉપરના માળે રૂમ અંદરથી હતો બંધ જેની ચાવી નીચેના ભાગે હતી. 24 જૂનના રોજ ઓઢવમાં આગ લાગતા બેના મોત શહેરમાં ઓઢવ વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફેક્ટરીમાં કામ કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 21 જૂનના રોજ સુરતમાં આગ લાગવાથી એકનુ મોત સુરતનાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુમાં જ મૂકવામાં આવેલ LPG સિલિંડર પણ આવતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ આગમાં 3 વ્યક્તિઓ ત્રીજા માળે ફસાયા હોવાથી ફાયર બ્રિગેડનેજાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 3 પૈકી 1 ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતુ. 24 મે 2024ના રોજ અમદાવાદમાં લાગી હતી ભયંકર આગ અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ત્રણ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ લાગેલી આગ પર 15 કલાકની જહેમત બાદ કાબુ કરી શકાયો હતો. ભોંયરામાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે 112 થી વધુ ફાયરકર્મીઓ અને 39 જેટલી ફાયરની ગાડીઓની મદદ લેવાઈ હતી.

Ahmedabadના ભાટ ગામે મકાનમાં આગ લાગતા એકનું મોત,માતા-પુત્રીનો થયો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રસોડામાં આગ બાદ ઉપરના માળે આગ પ્રસરી
  • મકાનના ઉપરના માળે આગ લાગતા પિતાનું મોત
  • આગ લાગવાનું કારણ અકબંધ

અમદાવાદના ભાટ ગામે મકાનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત થયું છે,તો માતા પુત્રીનો બચાવ થયો છે.રસોડામાંથી આગ પ્રસરતા મકાનમાં ઉપરના માળે પહોંચી હતી જેમાં મોત થયુ છે.આગ લાગતા માતા-પુત્રી બહાર નિકળી ગયા પણ પિતા ઘરની બહાર નિકળ્યા નહી અને મોત થયું હતુ,ઉપરના માળે રૂમ અંદરથી હતો બંધ જેની ચાવી નીચેના ભાગે હતી.

24 જૂનના રોજ ઓઢવમાં આગ લાગતા બેના મોત

શહેરમાં ઓઢવ વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફેક્ટરીમાં કામ કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

21 જૂનના રોજ સુરતમાં આગ લાગવાથી એકનુ મોત

સુરતનાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં બાજુમાં જ મૂકવામાં આવેલ LPG સિલિંડર પણ આવતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ આગમાં 3 વ્યક્તિઓ ત્રીજા માળે ફસાયા હોવાથી ફાયર બ્રિગેડનેજાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 3 પૈકી 1 ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતુ.

24 મે 2024ના રોજ અમદાવાદમાં લાગી હતી ભયંકર આગ

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ત્રણ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ લાગેલી આગ પર 15 કલાકની જહેમત બાદ કાબુ કરી શકાયો હતો. ભોંયરામાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે 112 થી વધુ ફાયરકર્મીઓ અને 39 જેટલી ફાયરની ગાડીઓની મદદ લેવાઈ હતી.