Dwarka News: હોટેલ રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવી ઠગાઇ કરતો શખ્સ ઝડપાયો

30 જેટલી હોટેલ, રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવીને આચરતો છેતરપિંડી40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી હતીફેક વેબસાઇટ પરથી બુકિંગના નામે પૈસા ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતો એક તરફ જ્યાં દેશ ડિજિટલ ક્રાંતિ તરફ હરણફાળ ભરી રહ્યો છે તો બીજી બાજુ ઘણા એવા લોકો પણ છે જે ડિજિટલ ટેકનોલોજી અને પોતાના જ્ઞાનનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કરતાં હોય છે. આવા જ એક શખ્સને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સે 30 જેટલી જુદી જુદી હોટેલ અને રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવીને છેતરપિંડી આચરતો હતો. મળતી માહિતી મુજબ, હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે ચેતરપિંડી કરતા દિલ્હીના યુવકને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 21 વર્ષીય રોનિત સિંધ નામના યુવક દ્વારા 30 જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી તેમજ 40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ દ્વારકા આવેલું હોવાથી મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો દ્વારકા આવતા હોય ત્યારે અહીં આવેલી અનેક હોટલોની ફેક વેબસાઈટ બનાવી યુવક બુકિંગના નામે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને લોકો સાથે છેતરપિંડી આચારતો હતો. ત્યારે, દ્વારકા ખાતે આવેલ હોટલ જીંજર હોટેલ માં રૂમ બુક કરવા માગતા ટુરિસ્ટને ફેક વેબસાઈટના માધ્યમથી પોતાના એકાઉન્ટમાં પૈસા પડાવી છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દ્વારકા જિલ્લા સાઇબર ક્રાઇમ દ્વારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Dwarka News: હોટેલ રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવી ઠગાઇ કરતો શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 30 જેટલી હોટેલ, રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવીને આચરતો છેતરપિંડી
  • 40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી હતી
  • ફેક વેબસાઇટ પરથી બુકિંગના નામે પૈસા ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતો 

એક તરફ જ્યાં દેશ ડિજિટલ ક્રાંતિ તરફ હરણફાળ ભરી રહ્યો છે તો બીજી બાજુ ઘણા એવા લોકો પણ છે જે ડિજિટલ ટેકનોલોજી અને પોતાના જ્ઞાનનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કરતાં હોય છે. આવા જ એક શખ્સને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સે 30 જેટલી જુદી જુદી હોટેલ અને રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવીને છેતરપિંડી આચરતો હતો.

મળતી માહિતી મુજબ, હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે ચેતરપિંડી કરતા દિલ્હીના યુવકને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 21 વર્ષીય રોનિત સિંધ નામના યુવક દ્વારા 30 જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી તેમજ 40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ દ્વારકા આવેલું હોવાથી મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો દ્વારકા આવતા હોય ત્યારે અહીં આવેલી અનેક હોટલોની ફેક વેબસાઈટ બનાવી યુવક બુકિંગના નામે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને લોકો સાથે છેતરપિંડી આચારતો હતો. ત્યારે, દ્વારકા ખાતે આવેલ હોટલ જીંજર હોટેલ માં રૂમ બુક કરવા માગતા ટુરિસ્ટને ફેક વેબસાઈટના માધ્યમથી પોતાના એકાઉન્ટમાં પૈસા પડાવી છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દ્વારકા જિલ્લા સાઇબર ક્રાઇમ દ્વારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.