Surendranagar News: મામાનાદીકરાએ સાચવવા આપેલ રિવોલ્વર સાથે ઢેઢુકીગામના યુવાનને પોલીસે દબોચ્યો

જિલ્લા એસઓજી ટીમે વોચ રાખી હડાળાના પાટિયા પાસેથી ઝડપી લીધોરિવોલ્વર કબજે કરી સાયલા પોલીસ મથકે યુવાન સામે ફરિયાદ નોંધાઈ 15 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રીવોલ્વર જપ્ત કરાઈ હતી   સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ઢેઢુકીના યુવાન પાસે ગેરકાયદેસર રીવોલ્વર હોવાની તથા તે હડાળાના પાટીયા પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ઢેઢુકીના યુવાનને રીવોલ્વર સાથે ઝડપી લઈ સાયલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.   સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ જે.એચ.ભટ્ટની સુચનાથી સ્ટાફના પીએસઆઈ વી.ઓ.વાળા, મુન્નાભાઈ, રવીરાજભાઈ સહિતનાઓ સાયલા પોલીસ મથક વિસ્તારમાં બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સાયલા તાલુકાના ઢેઢુકી ગામના ચાંપરાજ જોરૂભાઈ વેગડ પાસે ગેરકાયદેસર રીવોલ્વર હોવાની તથા તે હડાળા પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે હડાળાના પાટીયા પાસે વોચ રાખી હતી. અને 31 વર્ષીય ચાંપરાજ વેગડને ઝડપી લીધો હતો. તેની પાસે પેન્ટમાં નેફામાં રહેલ રૂપિયા 15 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રીવોલ્વર જપ્ત કરાઈ હતી. અને સાયલા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર હરદેવસીંહ ઝાલા ચલાવી રહ્યા છે. જેઓની તપાસમાં આ હથીયાર ઝડપાયેલ આરોપી ચાંપરાજ વેગડના મામાના દિકરા મુળી તાલુકાના દુધઈ ગામે રહેતા નાગભાઈ બાબભાઈ ધાધલનું હોવાનું તથા ચાંપરાજને સાચવવા માટે આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.

Surendranagar News: મામાનાદીકરાએ સાચવવા આપેલ રિવોલ્વર સાથે ઢેઢુકીગામના યુવાનને પોલીસે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા એસઓજી ટીમે વોચ રાખી હડાળાના પાટિયા પાસેથી ઝડપી લીધો
  • રિવોલ્વર કબજે કરી સાયલા પોલીસ મથકે યુવાન સામે ફરિયાદ નોંધાઈ
  • 15 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રીવોલ્વર જપ્ત કરાઈ હતી
  સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ઢેઢુકીના યુવાન પાસે ગેરકાયદેસર રીવોલ્વર હોવાની તથા તે હડાળાના પાટીયા પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ઢેઢુકીના યુવાનને રીવોલ્વર સાથે ઝડપી લઈ સાયલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ જે.એચ.ભટ્ટની સુચનાથી સ્ટાફના પીએસઆઈ વી.ઓ.વાળા, મુન્નાભાઈ, રવીરાજભાઈ સહિતનાઓ સાયલા પોલીસ મથક વિસ્તારમાં બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સાયલા તાલુકાના ઢેઢુકી ગામના ચાંપરાજ જોરૂભાઈ વેગડ પાસે ગેરકાયદેસર રીવોલ્વર હોવાની તથા તે હડાળા પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે હડાળાના પાટીયા પાસે વોચ રાખી હતી. અને 31 વર્ષીય ચાંપરાજ વેગડને ઝડપી લીધો હતો. તેની પાસે પેન્ટમાં નેફામાં રહેલ રૂપિયા 15 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રીવોલ્વર જપ્ત કરાઈ હતી. અને સાયલા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર હરદેવસીંહ ઝાલા ચલાવી રહ્યા છે. જેઓની તપાસમાં આ હથીયાર ઝડપાયેલ આરોપી ચાંપરાજ વેગડના મામાના દિકરા મુળી તાલુકાના દુધઈ ગામે રહેતા નાગભાઈ બાબભાઈ ધાધલનું હોવાનું તથા ચાંપરાજને સાચવવા માટે આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.