Gujarat Weather: રાજ્યના આ શહેરોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરાઇ

અમદાવાદ, ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી રહેશે સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેથી સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી રહેશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે. ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવે ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે. ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે.

Gujarat Weather: રાજ્યના આ શહેરોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ, ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી રહેશે
  • સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે
  • 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેથી સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી રહેશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે.

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવે ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે. ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે.