Gujarat News: અમદાવાદ સહિતના શહેરોમાં આવકના દાખલા માટે લાગી લાંબી કતારો

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લાગી લાંબી કતારો લાગી વહેલી સવારથી લોકોની લાંબી કતારો લગાવી ઉભા રહ્યાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાગી લાંબી કતારો લાગી છે. જેમાં સુરતના વરાછામાં કતારો લાગતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુલાકાત લીધી છે. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો છે. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી છે. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે. શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી છે. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી છે. રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે. ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે. 

Gujarat News: અમદાવાદ સહિતના શહેરોમાં આવકના દાખલા માટે લાગી લાંબી કતારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લાગી લાંબી કતારો લાગી
  • વહેલી સવારથી લોકોની લાંબી કતારો લગાવી ઉભા રહ્યાં
  • ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો

અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાગી લાંબી કતારો લાગી છે. જેમાં સુરતના વરાછામાં કતારો લાગતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુલાકાત લીધી છે. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો છે.

વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી

વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી છે. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે. શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી છે. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી છે.

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે.

ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો

વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે.