ધ્રોલની દેડકદડ ચેકપોસ્ટ પાસેથી કારમાંથી દારૂ મળી આવતાં ચાલકની અટકાયત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે તેમજ દરેડ વિસ્તારમાં પોલીસે દારૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ કબ્જે કરી હતી.જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતો રીયાઝ વલીમામદ શમા નામનો શખ્સ પોતે ડ્રાઈવિંગનું કામ કરતો હોય દરમ્યાન ધ્રોલ તાલુકાના દેડકદડ ગામની ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહયો હતો, ત્યારે પોલીસે તેની ગાડીને રોકીને તલાશી લેતાં તેમાંથી રૂા. ૩ હજારની કિંમતની બે લીટરવાળી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. જ્યારે દરેડ ખાતે પટેલ ગલીમાં રહેતો શ્યામ દેવકુમાર રામબલી યાદવ નામના શખ્સની રૂા. પ૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી હતી.

ધ્રોલની દેડકદડ ચેકપોસ્ટ પાસેથી કારમાંથી દારૂ મળી આવતાં ચાલકની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે તેમજ દરેડ વિસ્તારમાં પોલીસે દારૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ કબ્જે કરી હતી.

જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતો રીયાઝ વલીમામદ શમા નામનો શખ્સ પોતે ડ્રાઈવિંગનું કામ કરતો હોય દરમ્યાન ધ્રોલ તાલુકાના દેડકદડ ગામની ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહયો હતો, ત્યારે પોલીસે તેની ગાડીને રોકીને તલાશી લેતાં તેમાંથી રૂા. ૩ હજારની કિંમતની બે લીટરવાળી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. 

જ્યારે દરેડ ખાતે પટેલ ગલીમાં રહેતો શ્યામ દેવકુમાર રામબલી યાદવ નામના શખ્સની રૂા. પ૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી હતી.