Ahmedabadમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો

રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા નોંધાવ્યો વિરોધ રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે લગાવ્યા પોસ્ટર રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો છે. જેમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા વિરોધ નોંધાવ્યો છે. તેમાં રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કર્યો છે. ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે પોસ્ટર લગાવ્યા છે. GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડીરાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabadમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા નોંધાવ્યો વિરોધ
  • રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી
  • ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે લગાવ્યા પોસ્ટર

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો છે. જેમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા વિરોધ નોંધાવ્યો છે. તેમાં રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કર્યો છે. ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે પોસ્ટર લગાવ્યા છે.

GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડીરાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.