Vadodara News : ભાજપના ડો હેમાંગ જોશીનુ બન્યુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

વડોદરા ભાજપ લોકસભાના ઉમેદવારનુ કોઈ વ્યકિતએ બનાવાયું FB પર ફેક એકાઉન્ટ પોતાના ફેસબુક પેજ પર હેમાંગ જોશીએ કરી જાહેરાત હેમાંગ જોશીએ વડોદરા સાયબર ક્રાઈમમાં આપી અરજી વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટવિટર પર જાણકારી આપી લોકોને સચેત કર્યા છે તો નકલી એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ આવે તો તેને ધ્યાને ન લેવા માટે અપીલ પણ કરી છે.ચૂંટણીનો સમય નજીક છે ત્યારે કોઈ વ્યકિત દ્વારા આ એકાઉન્ટ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત હેમાંગ જોશીએ કરી છે. સોશિયલ મીડિયા પર એકટિવ છે આ નેતા વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. બે મુખ્ય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત બાદ રંગેચંગે પ્રયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બે પ્રકારે પ્રચાર ધમધમી રહ્યો છે. ડો. હેમાંગ જોશી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ છે. અને તેઓ રોજબરોજના વિડીયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. તાજેતરમાં જ તેમના માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર મીટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટનો વધુમાં વધુ રિપોર્ટ કરાવો ડો. હેમાંગ જોશીના X એકાઉન્ટ પરથી ટવિટ કર્યુ છે જેમાં તેમણે તેમનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું હોવાનું જણાવ્યુ છે તેમણે X પર લખ્યું છે કે હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડો. હેમાંગ જોષી મારા નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જેમાંથી કોઈ પણ મેસેજ આવે તો તેનો રિસ્પોન્સ આપવો નહિ તેમજ તે એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરાવો તેવી વિંનતી કરું છું. દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથીગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારનું કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હોવાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તેવામાં ઓનલાઇન બોગસ એકાઉન્ટ બનાવીને તેના દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક તબક્કે નુકશાન પહોંચાડી શકે છે. જેને લઇને તમામે સતર્ક રહેવાની જરૂર છે. જો કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધ્યાને આવે તો તેનો રિપોર્ટ કરીને દુર કરવામાં મદદરૂપ થવું જોઇએ, તેવું સાયબર એક્સપર્ટ જણાવી રહ્યા છે.

Vadodara News : ભાજપના ડો હેમાંગ જોશીનુ બન્યુ  ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા ભાજપ લોકસભાના ઉમેદવારનુ કોઈ વ્યકિતએ બનાવાયું FB પર ફેક એકાઉન્ટ
  • પોતાના ફેસબુક પેજ પર હેમાંગ જોશીએ કરી જાહેરાત
  • હેમાંગ જોશીએ વડોદરા સાયબર ક્રાઈમમાં આપી અરજી

વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટવિટર પર જાણકારી આપી લોકોને સચેત કર્યા છે તો નકલી એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ આવે તો તેને ધ્યાને ન લેવા માટે અપીલ પણ કરી છે.ચૂંટણીનો સમય નજીક છે ત્યારે કોઈ વ્યકિત દ્વારા આ એકાઉન્ટ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત હેમાંગ જોશીએ કરી છે.

સોશિયલ મીડિયા પર એકટિવ છે આ નેતા

વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. બે મુખ્ય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત બાદ રંગેચંગે પ્રયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બે પ્રકારે પ્રચાર ધમધમી રહ્યો છે. ડો. હેમાંગ જોશી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ છે. અને તેઓ રોજબરોજના વિડીયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. તાજેતરમાં જ તેમના માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર મીટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


એકાઉન્ટનો વધુમાં વધુ રિપોર્ટ કરાવો

ડો. હેમાંગ જોશીના X એકાઉન્ટ પરથી ટવિટ કર્યુ છે જેમાં તેમણે તેમનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું હોવાનું જણાવ્યુ છે તેમણે X પર લખ્યું છે કે હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડો. હેમાંગ જોષી મારા નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જેમાંથી કોઈ પણ મેસેજ આવે તો તેનો રિસ્પોન્સ આપવો નહિ તેમજ તે એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરાવો તેવી વિંનતી કરું છું.

દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથી

ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારનું કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હોવાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તેવામાં ઓનલાઇન બોગસ એકાઉન્ટ બનાવીને તેના દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક તબક્કે નુકશાન પહોંચાડી શકે છે. જેને લઇને તમામે સતર્ક રહેવાની જરૂર છે. જો કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધ્યાને આવે તો તેનો રિપોર્ટ કરીને દુર કરવામાં મદદરૂપ થવું જોઇએ, તેવું સાયબર એક્સપર્ટ જણાવી રહ્યા છે.