Gandhinagarના ગોકુળપુરામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા, તંત્ર એક્શનમાં આવ્યુ

તાત્કાલિક ડોક્ટરોની ટીમ ખડકી OPD ચાલુ કરાઈ મનપાની ટીમે સેમ્પલ ચકાસણી માટે મોકલી આપ્યા ગાંધીનગરમાં અત્યાર સુધી કોલેરાના કુલ 12 કેસો ગાંધીનગરના ગોકુળપુરામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. જેમાં ગોકુળપુરામાં 25થી વધુ કેસો નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. ત્યારે તાત્કાલિક ડોક્ટરોની ટીમ ખડકી OPD ચાલુ કરાઈ છે. જેમાં મનપાની ટીમે સેમ્પલ ચકાસણી માટે મોકલી આપ્યા છે. તેમાં ગાંધીનગરમાં અત્યાર સુધી કોલેરાના કુલ 12 કેસો સામે આવ્યા છે. 25 થી વધુ કેસો નોંધાતા તંત્ર દોડતું થયુ છે શહેરમાં ગોકુળપુરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો વધ્યા છે. 25 થી વધુ કેસો નોંધાતા તંત્ર દોડતું થયુ છે. તાત્કાલિક ડોકટરોની ટીમ ખડકી ઓપીડી ચાલુ કરાઈ છે. તેમાં મનપાની ટીમે સેંપલ ચકાસણી માટે મોકલી આપ્યા છે. પાણી અને જમવાની વસ્તુઓના સેંપલ લેવાયા છે. ટેંકર મારફતે પાણી આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં સમગ્ર શહેરમા અત્યાર સુધી કુલ 12 કોલેરાના કેસો નોધાયા છે તેમજ તમામ હાલ સ્વસ્થ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સેક્ટર-14,ગોકુળપુરા છાપરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોની માહિતી મળતા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એપીડેમીક મેડિકલ ઓફિસર, સેક્ટર-29 મેડિકલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અહીં કુલ-10 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરતાં બે દિવસમાં સુધી 25થી પણ વધુ ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા હતા. જે પૈકી વધુમાં છ દર્દીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.પીવા માટે પાણીના જગ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે અગાઉ સિવિલમાં આ દર્દીઓના કોલેરાનો ટેસ્ટ કરવામાં આવતા ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે ત્રણ દર્દીના કેસ પોઝિટિવ આવવાની સાથે દરેક દર્દીઓને એક સરખાં જ લક્ષણો હોવાને કારણે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક સર્વેલન્સ તથા આરોગ્યની સેવાઓ ત્યાં પહોંચી કરવામાં આવી હતી. કોર્પોરેશનની કુલ 10 ટીમો દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને ત્યાં ઓઆરએસના પેકેટ તથા ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલુજ નહીં, આ વિસ્તારમાં પાણીના લીકેજ મળી આવતા તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને પીવા માટે પાણીના જગ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે.

Gandhinagarના ગોકુળપુરામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા, તંત્ર એક્શનમાં આવ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાત્કાલિક ડોક્ટરોની ટીમ ખડકી OPD ચાલુ કરાઈ
  • મનપાની ટીમે સેમ્પલ ચકાસણી માટે મોકલી આપ્યા
  • ગાંધીનગરમાં અત્યાર સુધી કોલેરાના કુલ 12 કેસો

ગાંધીનગરના ગોકુળપુરામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. જેમાં ગોકુળપુરામાં 25થી વધુ કેસો નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. ત્યારે તાત્કાલિક ડોક્ટરોની ટીમ ખડકી OPD ચાલુ કરાઈ છે. જેમાં મનપાની ટીમે સેમ્પલ ચકાસણી માટે મોકલી આપ્યા છે. તેમાં ગાંધીનગરમાં અત્યાર સુધી કોલેરાના કુલ 12 કેસો સામે આવ્યા છે.

25 થી વધુ કેસો નોંધાતા તંત્ર દોડતું થયુ છે

શહેરમાં ગોકુળપુરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો વધ્યા છે. 25 થી વધુ કેસો નોંધાતા તંત્ર દોડતું થયુ છે. તાત્કાલિક ડોકટરોની ટીમ ખડકી ઓપીડી ચાલુ કરાઈ છે. તેમાં મનપાની ટીમે સેંપલ ચકાસણી માટે મોકલી આપ્યા છે. પાણી અને જમવાની વસ્તુઓના સેંપલ લેવાયા છે. ટેંકર મારફતે પાણી આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં સમગ્ર શહેરમા અત્યાર સુધી કુલ 12 કોલેરાના કેસો નોધાયા છે તેમજ તમામ હાલ સ્વસ્થ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સેક્ટર-14,ગોકુળપુરા છાપરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોની માહિતી મળતા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એપીડેમીક મેડિકલ ઓફિસર, સેક્ટર-29 મેડિકલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અહીં કુલ-10 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરતાં બે દિવસમાં સુધી 25થી પણ વધુ ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા હતા. જે પૈકી વધુમાં છ દર્દીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.

પીવા માટે પાણીના જગ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે

અગાઉ સિવિલમાં આ દર્દીઓના કોલેરાનો ટેસ્ટ કરવામાં આવતા ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે ત્રણ દર્દીના કેસ પોઝિટિવ આવવાની સાથે દરેક દર્દીઓને એક સરખાં જ લક્ષણો હોવાને કારણે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક સર્વેલન્સ તથા આરોગ્યની સેવાઓ ત્યાં પહોંચી કરવામાં આવી હતી. કોર્પોરેશનની કુલ 10 ટીમો દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને ત્યાં ઓઆરએસના પેકેટ તથા ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલુજ નહીં, આ વિસ્તારમાં પાણીના લીકેજ મળી આવતા તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને પીવા માટે પાણીના જગ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે.