Ahmedabadના દાણીલીમડામાં ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવા રોબર્ટનો સહારો લેવાયો

દાણીલીમડા જુના ઢોર બજાર વિસ્તારમાં આગ 10થી વધુ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં લાગી આગ દાણીલીમડામાં આવેલ કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગના 10થી વધુ ફાયરફાઈટર તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરાઈ રહ્યાં છે.આ આગ પર કાબુ મેળવવા માટે રોબર્ટનો સહારો લેવામાં આવ્યો છે.તો જે કંપનીમાં આગ લાગી છે ત્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. ફાયર સેફ્ટીને લઈ ઉઠયા સવાલ કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં આગ લાગવાની ઘટના બની છે,સામન્ય રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોય તેવુ પ્રાથમિક રીતે કહી શકાય તો જયા આગ લાગી છે ત્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે સાથે સાથે આજુબાજુના ગોડાઉનમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ છે.તંત્ર દ્રારા તો હાલમાં ફાયર સેફટની સાધનોને લઈ કોઈ વાત કરવામાં આવી નથી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન હોવાના કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12 જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનો આગ બુજાવવાની કામગીરી શરૂ કરી છે. પતરાના ગોડાઉન આવેલા છે અને પાછળ રહેણાંક વિસ્તાર છે. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી છે. પહેલા લાલદરવાજાના એક ભોયરામાં આગ લાગી હતી 21 દિવસ પહેલા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોંયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતાં માર્કેટમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધૂમાડાની અસર થઈ હતી. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  

Ahmedabadના દાણીલીમડામાં ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવા રોબર્ટનો સહારો લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાણીલીમડા જુના ઢોર બજાર વિસ્તારમાં આગ
  • 10થી વધુ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે
  • કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં લાગી આગ

દાણીલીમડામાં આવેલ કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગના 10થી વધુ ફાયરફાઈટર તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરાઈ રહ્યાં છે.આ આગ પર કાબુ મેળવવા માટે રોબર્ટનો સહારો લેવામાં આવ્યો છે.તો જે કંપનીમાં આગ લાગી છે ત્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે.

ફાયર સેફ્ટીને લઈ ઉઠયા સવાલ

કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિડેટમાં આગ લાગવાની ઘટના બની છે,સામન્ય રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોય તેવુ પ્રાથમિક રીતે કહી શકાય તો જયા આગ લાગી છે ત્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે સાથે સાથે આજુબાજુના ગોડાઉનમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ છે.તંત્ર દ્રારા તો હાલમાં ફાયર સેફટની સાધનોને લઈ કોઈ વાત કરવામાં આવી નથી.

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન હોવાના કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12 જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનો આગ બુજાવવાની કામગીરી શરૂ કરી છે. પતરાના ગોડાઉન આવેલા છે અને પાછળ રહેણાંક વિસ્તાર છે. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી છે.


પહેલા લાલદરવાજાના એક ભોયરામાં આગ લાગી હતી

21 દિવસ પહેલા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોંયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતાં માર્કેટમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધૂમાડાની અસર થઈ હતી. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.