IPL 2024: આવતીકાલે પોલો ગ્રાઉન્ડમાં ડીજેનાં તાલે IPLની મેચનું થશે LIVE ટેલિકાસ્ટ

આગામી 26મીની ફાઈનલ મેચ પણ વિશાળ સ્ક્રીન પર જોવા મળશેએન્ટ્રી માટે રજિસ્ટ્રેશન નથી, સેલ્ફી પોઇન્ટ, ફેસ પેન્ટિંગ પણ નિઃશુલ્ક BCCI દ્વારા વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કરાયું ખાસ આયોજન વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓ વિશાળ સ્ક્રીન પર IPLની લાઇવ મેચનો રોમાંચ માણી શકે તેવું આયોજન BCCI દ્વારા સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે. દેશના પસંદગીના 50 શહેરમાં BCCI IPLની લાઇવ મેચના ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના ત્રણ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટ અને નડિયાદ બાદ હવે BCCIએ વડોદરામાં પણ ખાસ ક્રિકેટ પ્રેમીઓ માટે ફન પાર્કનું આયોજન કર્યું છે. પોલો ગ્રાઉન્ડમાં આવતીકાલની IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલસની મેચ અને તા.26ની ફાઈનલ મેચ વિશાળ સ્ક્રીન પર જોઇ શકાય ઉપરાંત બાળકો માટે રમત-ગમતની પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી આપતા BCCIનાં પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ફન પાર્કના ગેટ સાંજે 6:30 વાગે ખુલી જશે. ફેસ પેન્ટિંગ અને સેલ્ફી પોઇન્ટ ઉપરાંત સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ઉપરાંત આ બંને મેચ પ્રેક્ષકો નિશુલ્ક જોઇ શકશે. એન્ટ્રી માટે કોઇ ફી રાખવામાં આવી નથી. IPLની મેચ જોવા સ્ટેડિયમમાં ન જઇ શકતા ક્રિકેટ રસિકો માટે પોલો ગ્રાઉન્ડમાં ખાસ માહોલ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોરંજન માટે ડીજે અને મ્યુઝિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 32 ફૂટ બાય 18 ફૂટના સ્ક્રીન પર 10 હજાર દર્શકો જોઈ શકશે મેચ ફન પાર્કમાં ગ્રાઉન્ડમાં 32 ફૂટ બાય 18 ફૂટનો જાયન્ટ સ્ક્રીન લગાવાયો છે. પ્રેક્ષકોને એક નંબર આપવામાં આવશે. લકી ડ્રોમાં તે નંબરના વિજેતાને ક્રિકેટર્સના સિગ્નેચરવાળી ટિ-શર્ટની ભેટ આપવામાં આવશે. નવથી દસ હજાર પે્ક્ષકો એક સાથે મેચ જોઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

IPL 2024: આવતીકાલે પોલો ગ્રાઉન્ડમાં ડીજેનાં તાલે IPLની મેચનું થશે LIVE ટેલિકાસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી 26મીની ફાઈનલ મેચ પણ વિશાળ સ્ક્રીન પર જોવા મળશે
  • એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન નથી, સેલ્ફી પોઇન્ટ, ફેસ પેન્ટિંગ પણ નિઃશુલ્ક
  • BCCI દ્વારા વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કરાયું ખાસ આયોજન

વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓ વિશાળ સ્ક્રીન પર IPLની લાઇવ મેચનો રોમાંચ માણી શકે તેવું આયોજન BCCI દ્વારા સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે.

દેશના પસંદગીના 50 શહેરમાં BCCI IPLની લાઇવ મેચના ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના ત્રણ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટ અને નડિયાદ બાદ હવે BCCIએ વડોદરામાં પણ ખાસ ક્રિકેટ પ્રેમીઓ માટે ફન પાર્કનું આયોજન કર્યું છે. પોલો ગ્રાઉન્ડમાં આવતીકાલની IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલસની મેચ અને તા.26ની ફાઈનલ મેચ વિશાળ સ્ક્રીન પર જોઇ શકાય ઉપરાંત બાળકો માટે રમત-ગમતની પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકશે.


આ અંગે વધુ માહિતી આપતા BCCIનાં પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ફન પાર્કના ગેટ સાંજે 6:30 વાગે ખુલી જશે. ફેસ પેન્ટિંગ અને સેલ્ફી પોઇન્ટ ઉપરાંત સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ઉપરાંત આ બંને મેચ પ્રેક્ષકો નિશુલ્ક જોઇ શકશે. એન્ટ્રી માટે કોઇ ફી રાખવામાં આવી નથી. IPLની મેચ જોવા સ્ટેડિયમમાં ન જઇ શકતા ક્રિકેટ રસિકો માટે પોલો ગ્રાઉન્ડમાં ખાસ માહોલ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોરંજન માટે ડીજે અને મ્યુઝિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

32 ફૂટ બાય 18 ફૂટના સ્ક્રીન પર 10 હજાર દર્શકો જોઈ શકશે મેચ

ફન પાર્કમાં ગ્રાઉન્ડમાં 32 ફૂટ બાય 18 ફૂટનો જાયન્ટ સ્ક્રીન લગાવાયો છે. પ્રેક્ષકોને એક નંબર આપવામાં આવશે. લકી ડ્રોમાં તે નંબરના વિજેતાને ક્રિકેટર્સના સિગ્નેચરવાળી ટિ-શર્ટની ભેટ આપવામાં આવશે. નવથી દસ હજાર પે્ક્ષકો એક સાથે મેચ જોઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.