અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ

એક દિવસ પહેલા યોજાયેલા લોકસંવાદની અસર દેખાઈ અંજારમાં દોઢ લાખ ચક્રવૃધ્ધિ વ્યાજે વસૂલી, મોખા ગામે ૪૦હજારના ૭૨૦૦૦ ચૂકવ્યાં છતાં બાઈક પડાવીગાંધીધામ: વ્યાજખોરીનો ભોગ બનનારાઓને ન્યાય અપાવવાની દિશામાં એક દિવસ પહેલા જ ગાંધીધામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં થયેલી રજૂઆત બાદ પૂર્વ કચ્છમાં જાણે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ છેડવામાં આવી હોય તેમ અંજાર, ગાંધીધામ અને ભચાઉ પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી દીધી છે. અંજારમાં ગંગોત્રી સોસાયટીમાં રહેતા રાજેશ અજીતરાય મહેતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રૂપિયાની જરૂરીયાત હોતા આરોપી શબ્બીર તુર્ક પાસેથી એક લાખ અને કિશોરસિંહ જાડેજા (ખેડોઈ) પાસેથી ૫૦ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. જેમાં શબ્બીરને ૧.૨૨ લાખ અને કિશોરસિંહને ૫૮ હજાર ચુકવવા છતાં ચક્રવૃતિ વ્યાજની ગણતરીથી ફરિયાદી પાસે વધુ રૂપિયા માંગી શબ્બીરના સાગરીત મજીદ બાયડ અને કિશોરસિંહના સાગરીત ધર્મેન્દ્રસિંહ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. શબ્બીર અને ધર્મેન્દ્રસિંહે કોરા ચેકમાં મનફાવે તે રકમ ભરી કોર્ટમાં હેરાન કરવાની અને ઘરની બહાર નિકળે તો પગ ભાંગી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે મુન્દ્રાના મોખામાં રહેતા અકબર રહેમતુલ્લા સમાએ કુખ્યાત વ્યાજખોર રોયલ માઈક્રો ફાયનાન્સના રીયાબેન ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ રીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ૭૨ હજાર ચુકવવા છતાં ફરિયાદીની બાઈક જમા લઈ રૂપિયાની ઉઘરાણી કરી ચેકમાં ખોટી રકમ ભરી બેંકમાં જમા કરાવી કોર્ટ કેસ કરવાની ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી રિયા સામે અગાઉ વ્યાજની ઉઘરાણીમાં મરવા માટે મજબુર કરવા સહિતની વિવિધ કલમો તળે ગુના નોંધાયેલા છે અને તે કુખ્યાત વ્યાજખોર છે.તો બીજીતરફ ગાંધીધામમાં રહેતા અશોકભાઈ જેઠાનંદ થાવરાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેણે આરોપી વિજય મજેઠીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાં ૧.૨૦ લાખ ચુકવવા છતાં હજુ ૫૦ હજારની ઉઘરાણી કરવામાં આવે છે તેમજ ફરિયાદીનો ચેક પરત આપ્યો નથી. ઓસ્લો સર્કલે વિજયની ઓફિસ આવેલી છે. અવારનવાર રૂપિયા મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. જેથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.દરમ્યાન ભચાઉ તાલુકાના વોંધ ગામે રહેતા દિલીપભાઈ બાબુલાલ સુથારે વ્યાજખોર વોંધના દિલીપભાઈ પ્રવીણભાઈ પંડયાને પાંચ લાખની સામે ૨.૮૩ લાખ, મનીષ નવીનભાઈ ઠક્કરને દોઢ લાખની સામે ૪૯૫૦૦ અને મકાનનું લખાણ કરી આપ્યું છે. ડાયાલાલ ખુમાણ દાફડાને એક લાખની સામે ૩૧ હજાર, રાજેશ વિનોદભાઈ દવેને ૯.૫૦ લાખની સામે ૨.૮૯ લાખ અને મકાનનું લખાણ તેમજ સંદીપ ઉર્ફે સુર્યો લવજીભાઈ રાઠોડને ૪.૭૫ લાખની સામે ૧ લાખ રૂપિયા તેમજ ગાડીનું લખાણ કરી આપ્યું છે. આરોપીઓએ ૨૧.૭૫ લાખ શરાફી વ્યાજ કરતા વધુ વ્યાજે આપી ફરિયાદી પાસેથી વ્યાજ પેટે ૭.પર લાખ વસુલી લીધા છતા અવારનવાર રૂપિયાની માંગણી તથા વ્યાજની ઉઘરાણી કરી ઘરે આવી ધાક ધમકી કરવામાં આવે છે અને કોરા ચેક કઢાવી લેવા ધમકી અપાતી હોઈ ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એક દિવસ પહેલા યોજાયેલા લોકસંવાદની અસર દેખાઈ 

અંજારમાં દોઢ લાખ ચક્રવૃધ્ધિ વ્યાજે વસૂલી, મોખા ગામે ૪૦હજારના ૭૨૦૦૦ ચૂકવ્યાં છતાં બાઈક પડાવી

ગાંધીધામ: વ્યાજખોરીનો ભોગ બનનારાઓને ન્યાય અપાવવાની દિશામાં એક દિવસ પહેલા જ ગાંધીધામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં થયેલી રજૂઆત બાદ પૂર્વ કચ્છમાં જાણે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ છેડવામાં આવી હોય તેમ અંજાર, ગાંધીધામ અને ભચાઉ પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી દીધી છે. 

અંજારમાં ગંગોત્રી સોસાયટીમાં રહેતા રાજેશ અજીતરાય મહેતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રૂપિયાની જરૂરીયાત હોતા આરોપી શબ્બીર તુર્ક પાસેથી એક લાખ અને કિશોરસિંહ જાડેજા (ખેડોઈ) પાસેથી ૫૦ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. જેમાં શબ્બીરને ૧.૨૨ લાખ અને કિશોરસિંહને ૫૮ હજાર ચુકવવા છતાં ચક્રવૃતિ વ્યાજની ગણતરીથી ફરિયાદી પાસે વધુ રૂપિયા માંગી શબ્બીરના સાગરીત મજીદ બાયડ અને કિશોરસિંહના સાગરીત ધર્મેન્દ્રસિંહ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. શબ્બીર અને ધર્મેન્દ્રસિંહે કોરા ચેકમાં મનફાવે તે રકમ ભરી કોર્ટમાં હેરાન કરવાની અને ઘરની બહાર નિકળે તો પગ ભાંગી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે મુન્દ્રાના મોખામાં રહેતા અકબર રહેમતુલ્લા સમાએ કુખ્યાત વ્યાજખોર રોયલ માઈક્રો ફાયનાન્સના રીયાબેન ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ રીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ૭૨ હજાર ચુકવવા છતાં ફરિયાદીની બાઈક જમા લઈ રૂપિયાની ઉઘરાણી કરી ચેકમાં ખોટી રકમ ભરી બેંકમાં જમા કરાવી કોર્ટ કેસ કરવાની ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી રિયા સામે અગાઉ વ્યાજની ઉઘરાણીમાં મરવા માટે મજબુર કરવા સહિતની વિવિધ કલમો તળે ગુના નોંધાયેલા છે અને તે કુખ્યાત વ્યાજખોર છે.

તો બીજીતરફ ગાંધીધામમાં રહેતા અશોકભાઈ જેઠાનંદ થાવરાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેણે આરોપી વિજય મજેઠીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાં ૧.૨૦ લાખ ચુકવવા છતાં હજુ ૫૦ હજારની ઉઘરાણી કરવામાં આવે છે તેમજ ફરિયાદીનો ચેક પરત આપ્યો નથી. ઓસ્લો સર્કલે વિજયની ઓફિસ આવેલી છે. અવારનવાર રૂપિયા મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. જેથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.દરમ્યાન ભચાઉ તાલુકાના વોંધ ગામે રહેતા દિલીપભાઈ બાબુલાલ સુથારે વ્યાજખોર વોંધના દિલીપભાઈ પ્રવીણભાઈ પંડયાને પાંચ લાખની સામે ૨.૮૩ લાખ, મનીષ નવીનભાઈ ઠક્કરને દોઢ લાખની સામે ૪૯૫૦૦ અને મકાનનું લખાણ કરી આપ્યું છે. ડાયાલાલ ખુમાણ દાફડાને એક લાખની સામે ૩૧ હજાર, રાજેશ વિનોદભાઈ દવેને ૯.૫૦ લાખની સામે ૨.૮૯ લાખ અને મકાનનું લખાણ તેમજ સંદીપ ઉર્ફે સુર્યો લવજીભાઈ રાઠોડને ૪.૭૫ લાખની સામે ૧ લાખ રૂપિયા તેમજ ગાડીનું લખાણ કરી આપ્યું છે. આરોપીઓએ ૨૧.૭૫ લાખ શરાફી વ્યાજ કરતા વધુ વ્યાજે આપી ફરિયાદી પાસેથી વ્યાજ પેટે ૭.પર લાખ વસુલી લીધા છતા અવારનવાર રૂપિયાની માંગણી તથા વ્યાજની ઉઘરાણી કરી ઘરે આવી ધાક ધમકી કરવામાં આવે છે અને કોરા ચેક કઢાવી લેવા ધમકી અપાતી હોઈ ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.