રાજ્યમાં ગુના વધ્યા, 9 વર્ષમાં મહિલા અત્યાચારના 75 હજાર કેસ : NCRB

સુરતમાં ક્રાઈમ રેટ સતત વધ્યો છતાં કમિશનર ના નિમાયાસતત વધી રહેલી ગુનાખોરી અને મહિલાઓને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યમાં બાળકોને લગતાં 33 હજાર ગુના નોંધાયા સતત વધી રહેલી ગુનાખોરી અને મહિલાઓને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, દેશમાં છેલ્લા નવ વર્ષમાં મહિલા પર અત્યાચારના 33.94 લાખ અને ગુજરાતમાં 75,499થી વધુ ગુનાઓ નોંધાયા છે. દેશમાં નવ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના 3 લાખથી વધુ અને ગુજરાતમાં 5560થી વધુ કેસ બન્યા છે. સલામત ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ ચિંતાજનક હોવાના દાવા સાથે એનસીઆરબીના ડેટાને કહેવાયું હતું કે, દેશમાં બાળકોને લગતા 12 લાખ જેટલા ગુના અને ગુજરાતમાં 33 હજાર જેટલા ગુના નોંધાયા છે. વર્ષ 2022માં મહિલાઓને લગતા 4.45 લાખ અને ગુજરાતમાં 7731 જેટલા બનાવો બન્યા છે. ગુજરાતમાં વર્ષ 2016થી 2022 સુધીમાં 97 કસ્ટોડિયલ ડેથ થયા છે, જેમાં ઝીરો કન્વીક્શન રેટ એ સરકારની નિષ્ફળતા ઉજાગર કરે છે. હિરા અને ટેક્ષટાઈલની નગરી સુરતમાં જ ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 60 દિવસ કરતા વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં કાયમી પોલીસ કમિશનરની નિમણૂક અંગે હજુ સુધી સરકાર કેમ નિર્ણય કરતી નથી? તેવો પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સુરતમાં ગુનાખોરીમાં ગત ત્રણ વર્ષમાં 50.45 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે તેની પર લગામ લગાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

રાજ્યમાં ગુના વધ્યા, 9 વર્ષમાં મહિલા અત્યાચારના 75 હજાર કેસ : NCRB

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ક્રાઈમ રેટ સતત વધ્યો છતાં કમિશનર ના નિમાયા
  • સતત વધી રહેલી ગુનાખોરી અને મહિલાઓને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે
  • રાજ્યમાં બાળકોને લગતાં 33 હજાર ગુના નોંધાયા

સતત વધી રહેલી ગુનાખોરી અને મહિલાઓને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, દેશમાં છેલ્લા નવ વર્ષમાં મહિલા પર અત્યાચારના 33.94 લાખ અને ગુજરાતમાં 75,499થી વધુ ગુનાઓ નોંધાયા છે. દેશમાં નવ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના 3 લાખથી વધુ અને ગુજરાતમાં 5560થી વધુ કેસ બન્યા છે.

સલામત ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ ચિંતાજનક હોવાના દાવા સાથે એનસીઆરબીના ડેટાને કહેવાયું હતું કે, દેશમાં બાળકોને લગતા 12 લાખ જેટલા ગુના અને ગુજરાતમાં 33 હજાર જેટલા ગુના નોંધાયા છે. વર્ષ 2022માં મહિલાઓને લગતા 4.45 લાખ અને ગુજરાતમાં 7731 જેટલા બનાવો બન્યા છે. ગુજરાતમાં વર્ષ 2016થી 2022 સુધીમાં 97 કસ્ટોડિયલ ડેથ થયા છે, જેમાં ઝીરો કન્વીક્શન રેટ એ સરકારની નિષ્ફળતા ઉજાગર કરે છે. હિરા અને ટેક્ષટાઈલની નગરી સુરતમાં જ ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 60 દિવસ કરતા વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં કાયમી પોલીસ કમિશનરની નિમણૂક અંગે હજુ સુધી સરકાર કેમ નિર્ણય કરતી નથી? તેવો પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સુરતમાં ગુનાખોરીમાં ગત ત્રણ વર્ષમાં 50.45 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે તેની પર લગામ લગાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.