વિસાવદર બેઠકની જીતને પડકારતી એક અરજી HCમાંથી પાછી ખેંચાઈ

ભૂપત ભાયાણીની જીતને પડકારતી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટિશન કરાઈ હતીભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી ભાજપમાં જોડાઇ જતાં વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ઉફ્ર્ ભૂપત ભાયાણીની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટિશન પૈકીની એક પિટિશન પાછી ખેંચાઇ ગઇ છે. મોહિત માલવીયા નામના અરજદારે કરેલી પિટિશન પરત ખેંચી લેવાતા હવે બે પિટિશન પેન્ડીંગ રહી છે.જો કે, આપના ચિહન પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી બાદમાં ભાજપમાં જોડાઇ જતાં વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ હતુ.આ લોકસભા ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની પરંતુ તે હજુ સુધી જાહેર કરી શકાઇ નથી. વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી ઇલેકશન પિટિશનમાં જણાવ્યું હતું કે, 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ઘણી ખોટી હકીકતો અને ગંભીર ચૂક હતી, જેને લઇને અરજદારોએ સ્થાનિક ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરીને ફરીયાદ પણ કરી હતી.

વિસાવદર બેઠકની જીતને પડકારતી એક અરજી HCમાંથી પાછી ખેંચાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂપત ભાયાણીની જીતને પડકારતી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટિશન કરાઈ હતી
  • ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી
  • ભાજપમાં જોડાઇ જતાં વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ઉફ્ર્ ભૂપત ભાયાણીની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટિશન પૈકીની એક પિટિશન પાછી ખેંચાઇ ગઇ છે. મોહિત માલવીયા નામના અરજદારે કરેલી પિટિશન પરત ખેંચી લેવાતા હવે બે પિટિશન પેન્ડીંગ રહી છે.જો કે, આપના ચિહન પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી બાદમાં ભાજપમાં જોડાઇ જતાં વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ હતુ.આ લોકસભા ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની પરંતુ તે હજુ સુધી જાહેર કરી શકાઇ નથી.

વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી

ઇલેકશન પિટિશનમાં જણાવ્યું હતું કે, 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ઘણી ખોટી હકીકતો અને ગંભીર ચૂક હતી, જેને લઇને અરજદારોએ સ્થાનિક ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરીને ફરીયાદ પણ કરી હતી.