જિલ્લા પંચાયતમાં મોડાં આવતાં અધિકારીની ચેમ્બરને જ તાળું મારતાં કર્મચારીઓમાં ફફડાટ

જિલ્લા વિકાસ અધિકારીનું આકરૃ પગલુંચૂંટણી સહિતની કામગીરીના સમયમાં કચેરીમાં મોડાં આવવા સંબંધે ટકોર કરવામાં આવ્યા છતાં કોઇ પરિણામ મળ્યુ ન હતુંગાંધીનગર :  સરકારી કામગીરીમાં નિયમિતતાનું મહત્વ વિશેષ છે. તેમાં પણ રાષ્ટ્રીય પર્વ સમાન ચૂંટણીના દિવસોમાં કર્મચારીઓ પણ મોડા આવવાની હિંમત કરતા હોતા નથી. ત્યારે જિલ્લા પંચાયતમાં મોડા આવતા એક અધિકારીની ચેમ્બરને ડીડીઓ દ્વારા તાળુ મરાવી દેવાતા તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. કચેરીમાં મોડાં આવવા સંબંધે ટકોર કરવામાં આવ્યા છતાં કોઇ પરિણામ મળ્યુ ન હતું. પ્રમુખની ચેમ્બરની સામે જ આ બનાવ બન્યો હતો.જિલ્લા પંચાયતની કામગીરી પણ વિકાસના યુગમાં વધી છે. પરિણામે આ તંત્રમાં સત્તાવાર બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પોસ્ટ હોવા છતાં તેમની કક્ષાએ કરવામાં આવતી કામગીરી અન્ય અધિકારીઓને વધારાના હવાલા તરીકે સોંપવામાં આવતી હોય છે. આ પરંપરા ઘણા સમયથી ચાલતી રહી છે. દરમિયાન તાજેતરના દિવસોમાં સવારે કચેરી ખુલવાના સમય પ્રમાણે ચેમ્બરમાં ઉપસ્થિત નહીં થતાં અધિકારીની મોડા આવવાની વાત ચર્ચાનો વિષય તો બની હતી. આ ઉપરાંત આ વાતની ગંભીર નોંધ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી દ્વારા લેવામાં આવી હતી. એટલું જ નહીં આ વાતને લઇને સંબંધિત અધિકારીને ટકોર પણ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાલના દિવસોમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાન સંબંધે જાગૃતિ ફેલાવવાની કામગીરીમાં તમામ સરકારી તંત્રોને અનેકવિધ જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ બાકાત નહીં હોવાથી કામનું ભારણ વધુ રહે છે. ત્યારે ડીડીઓ દ્વારા ટકોર કરવામાં આવ્યા પછી પણ મોડાં આવવાની વાતે કોઇ પરિણામ નહીં મળતાં ડીડીઓ દ્વારા અધિકારીની ચેમ્બરને તાળુ મરાવી દેવામાં આવ્યુ હતું અને અધિકારીએ ચાવી લઇ જવાની ફરજ પડી હતી.

જિલ્લા પંચાયતમાં મોડાં આવતાં અધિકારીની ચેમ્બરને જ તાળું મારતાં કર્મચારીઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જિલ્લા વિકાસ અધિકારીનું આકરૃ પગલું

ચૂંટણી સહિતની કામગીરીના સમયમાં કચેરીમાં મોડાં આવવા સંબંધે ટકોર કરવામાં આવ્યા છતાં કોઇ પરિણામ મળ્યુ ન હતું

ગાંધીનગર :  સરકારી કામગીરીમાં નિયમિતતાનું મહત્વ વિશેષ છે. તેમાં પણ રાષ્ટ્રીય પર્વ સમાન ચૂંટણીના દિવસોમાં કર્મચારીઓ પણ મોડા આવવાની હિંમત કરતા હોતા નથી. ત્યારે જિલ્લા પંચાયતમાં મોડા આવતા એક અધિકારીની ચેમ્બરને ડીડીઓ દ્વારા તાળુ મરાવી દેવાતા તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. કચેરીમાં મોડાં આવવા સંબંધે ટકોર કરવામાં આવ્યા છતાં કોઇ પરિણામ મળ્યુ ન હતું. પ્રમુખની ચેમ્બરની સામે જ આ બનાવ બન્યો હતો.

જિલ્લા પંચાયતની કામગીરી પણ વિકાસના યુગમાં વધી છે. પરિણામે આ તંત્રમાં સત્તાવાર બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પોસ્ટ હોવા છતાં તેમની કક્ષાએ કરવામાં આવતી કામગીરી અન્ય અધિકારીઓને વધારાના હવાલા તરીકે સોંપવામાં આવતી હોય છે. આ પરંપરા ઘણા સમયથી ચાલતી રહી છે. દરમિયાન તાજેતરના દિવસોમાં સવારે કચેરી ખુલવાના સમય પ્રમાણે ચેમ્બરમાં ઉપસ્થિત નહીં થતાં અધિકારીની મોડા આવવાની વાત ચર્ચાનો વિષય તો બની હતી. આ ઉપરાંત આ વાતની ગંભીર નોંધ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી દ્વારા લેવામાં આવી હતી. એટલું જ નહીં આ વાતને લઇને સંબંધિત અધિકારીને ટકોર પણ કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાલના દિવસોમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાન સંબંધે જાગૃતિ ફેલાવવાની કામગીરીમાં તમામ સરકારી તંત્રોને અનેકવિધ જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ બાકાત નહીં હોવાથી કામનું ભારણ વધુ રહે છે. ત્યારે ડીડીઓ દ્વારા ટકોર કરવામાં આવ્યા પછી પણ મોડાં આવવાની વાતે કોઇ પરિણામ નહીં મળતાં ડીડીઓ દ્વારા અધિકારીની ચેમ્બરને તાળુ મરાવી દેવામાં આવ્યુ હતું અને અધિકારીએ ચાવી લઇ જવાની ફરજ પડી હતી.