14 વર્ષની તરૃણીનું અપહરણ, જાતીય હુમલામાં 19 વર્ષીય આરોપીને સાત વર્ષની સખ્તકેદ

 સુરતઆરોપી પીડીતા તરૃણીની ફ્રેઈન્ડનો ભાઈ થતો હોઈ સગીર હોવાનું જાણવા છતાં લગ્નની લાલચે અપહરણ કરીને શારીરિક જાતીય સતામણી કરી હતી    બે વર્ષ પહેલાં સીંગણપોર-ડભોલી પોલીસ મથકની હદમાં રહેતી પોતાની બહેનની બહેનપણી એવી 14 વર્ષની તરૃણી સગીર હોવાનું જાણવા છતાં  લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ઉપાડી જઈને જાતીય સતામણી કરી પોક્સો એક્ટના ભંગ કરનાર 19 વર્ષીય આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-366માં મહત્તમ સાત વર્ષની સખ્તકેદ,7 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના વતની ૧૯ વર્ષીય રત્ન કલાકાર રોમીલ લાભુભાઈ માણીયા(રે.શિવદર્શન સોસાયટી,કતારગામ)વિરુધ્ધ ભોગ બનનાર ૧૪ વર્ષીય તરૃણીના ફરિયાદી પિતાએ ગઈ તા.3-10-22ના રોજ સિંગણપોર-ડભોલી પોલીસમથકમાં ઈપીકો-363,366,354, (એ)(1),504,પોક્સો એક્ટની કલમ-7,8,11,(4)12,18ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી ભોગ બનનાર તરૃણીની બહેનપણીનો ભાઈ હોઈ છેલ્લાં એકાદ વર્ષથી સ્નેપચેટથી સંપર્ક કરીને પોતાની પાસે ગાડી,આઈફોન હોવાની લાલચ આપીને તેની ઈચ્છા વિરુધ્ધ ફોન કરતો હતો.તરૃણીના માતા-પિતા ઘરે ન હોય ત્યારે તેના ઘરે મળવા જઈને ચુંબન તથા શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો.તા.2-10-23ના રોજ સોશ્યલ મીડીયા મારફતે મેસેજ કરીને સ્કુલે જવાનું નથી કહીને ચિલ્ડ્રન પાર્કમાં મળવા બોલાવી ફરિયાદી પિતાના વાલીપણાના કબજામાંથી તરૃણીને ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદીને તેના મિત્રએ જાણ કરતાં તેનો પીછો કરી સાયણ રોડ પાસે ઝડપી લેતાં આરોપીએ ફરિયાદી પિતા સાથે ઝપાઝપી કરી હતી.જે દરમિયાન આરોપી પર ફરિયાદીએ લાકડાના ફટકા વડે હુમલો કરતા માથામાં ઈજા થઈ હતી.જે અંગે આરોપીએ ફરિયાદી પિતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી આ કેસમાં સંડોવાયેલા આરોપી રોમીલ માણીયા વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામા આવતાં બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે મિત્રતાના સંબંધ હતા.આરોપીએ પીડીતાને લગ્નની લાલચ આપી કે બળજબરીથી શારીરિક સ્પર્શ કર્યો ન હોઈ શંકાનો લાભ આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ 11 સાક્ષી તથા 19પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે જણાવ્યું હતું કે સમાજમાં બાળાઓ સુરક્ષિત રહી શકે તે જોવાની અદાલતની પવિત્ર ફરજ બની રહે છે.આરોપી બીજો કોઈ નહીં પરંતુ ભોગ બનનારની બહેનપણીનો ભાઈ થતો હોઈ તે સગીર હોવાનુ જાણવા છતાં તેની જાતીય સતામણી કરીને ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં.

14 વર્ષની તરૃણીનું અપહરણ, જાતીય હુમલામાં 19 વર્ષીય આરોપીને સાત વર્ષની સખ્તકેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



 સુરત

આરોપી પીડીતા તરૃણીની ફ્રેઈન્ડનો ભાઈ થતો હોઈ સગીર હોવાનું જાણવા છતાં લગ્નની લાલચે અપહરણ કરીને શારીરિક જાતીય સતામણી કરી હતી

    

બે વર્ષ પહેલાં સીંગણપોર-ડભોલી પોલીસ મથકની હદમાં રહેતી પોતાની બહેનની બહેનપણી એવી 14 વર્ષની તરૃણી સગીર હોવાનું જાણવા છતાં  લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ઉપાડી જઈને જાતીય સતામણી કરી પોક્સો એક્ટના ભંગ કરનાર 19 વર્ષીય આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-366માં મહત્તમ સાત વર્ષની સખ્તકેદ,7 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.

મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના વતની ૧૯ વર્ષીય રત્ન કલાકાર રોમીલ લાભુભાઈ માણીયા(રે.શિવદર્શન સોસાયટી,કતારગામ)વિરુધ્ધ ભોગ બનનાર ૧૪ વર્ષીય તરૃણીના ફરિયાદી પિતાએ ગઈ તા.3-10-22ના રોજ સિંગણપોર-ડભોલી પોલીસમથકમાં ઈપીકો-363,366,354, (એ)(1),504,પોક્સો એક્ટની કલમ-7,8,11,(4)12,18ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી ભોગ બનનાર તરૃણીની બહેનપણીનો ભાઈ હોઈ છેલ્લાં એકાદ વર્ષથી સ્નેપચેટથી સંપર્ક કરીને પોતાની પાસે ગાડી,આઈફોન હોવાની લાલચ આપીને તેની ઈચ્છા વિરુધ્ધ ફોન કરતો હતો.તરૃણીના માતા-પિતા ઘરે ન હોય ત્યારે તેના ઘરે મળવા જઈને ચુંબન તથા શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો.તા.2-10-23ના રોજ સોશ્યલ મીડીયા મારફતે મેસેજ કરીને સ્કુલે જવાનું નથી કહીને ચિલ્ડ્રન પાર્કમાં મળવા બોલાવી ફરિયાદી પિતાના વાલીપણાના કબજામાંથી તરૃણીને ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદીને તેના મિત્રએ જાણ કરતાં તેનો પીછો કરી સાયણ રોડ પાસે ઝડપી લેતાં આરોપીએ ફરિયાદી પિતા સાથે ઝપાઝપી કરી હતી.જે દરમિયાન આરોપી પર ફરિયાદીએ લાકડાના ફટકા વડે હુમલો કરતા માથામાં ઈજા થઈ હતી.જે અંગે આરોપીએ ફરિયાદી પિતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેથી આ કેસમાં સંડોવાયેલા આરોપી રોમીલ માણીયા વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામા આવતાં બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે મિત્રતાના સંબંધ હતા.આરોપીએ પીડીતાને લગ્નની લાલચ આપી કે બળજબરીથી શારીરિક સ્પર્શ કર્યો ન હોઈ શંકાનો લાભ આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ 11 સાક્ષી તથા 19પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે જણાવ્યું હતું કે સમાજમાં બાળાઓ સુરક્ષિત રહી શકે તે જોવાની અદાલતની પવિત્ર ફરજ બની રહે છે.આરોપી બીજો કોઈ નહીં પરંતુ ભોગ બનનારની બહેનપણીનો ભાઈ થતો હોઈ તે સગીર હોવાનુ જાણવા છતાં તેની જાતીય સતામણી કરીને ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં.