સુરત ગ્રાહક કોર્ટના હુકમને પડકારતી વીમા કંપનીની અપીલ સ્ટેટ કમિશને ફગાવી

સુરતવીમાદારના 4.81 લાખના ક્લેઈમને નકારનાર વીમા કંપનીને 8 ટકા વ્યાજ સહિત ચુકવવા સુરત ગ્રાહક કોર્ટના હુકમને સ્ટેટ કમિશને કાયમ રાખ્યો      સુરતના વીમાદારની હાર્ટ સર્જરીના ક્લેઈમને ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત 4.81 લાખ ચુકવવા કરેલા સુરત જિલ્લા ગ્રાહક કોર્ટના હુકમથી નારાજ થઈને વીમા કંપનીએ કરેલી અપીલને સ્ટેટ કમિશને નકારી કાઢી છે.જેથી વીમા કંપનીએ હવે વીમાદારને વ્યાજ સહિત 7.50 લાખ ચુકવવાની નોબત આવી પડી છે.અડાજણ એલ.પી.સવાણી રોડ સ્થિત ગ્રીનઆર્કેડમાં રહેતા ફરિયાદી વકીલ જીતેન્દ્ર અરવિંદ ભાઈ વાંકાવાલા પોતાના તથા પરિવારના સભ્યોની ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની કુલ રૃ.8 લાખની સમએસ્યોર્ડ ધરાવતી ફ્લોટર મેડીક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે અમલમાં હોવા દરમિયાન ફરિયાદીને તા.12-5-17ના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં નિદાન સારવાર માટે દાખલ થઈને કોરોનરી એન્જીયો પ્લાસ્ટી કરાવી હતી.જેનો કુલ તબીબી સારવારનો ખર્ચ 4.81 લાખ થતાં ફરિયાદી વીમાદારે વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ ફરિયાદીએ વીમો લેતા અગાઉ ડાયાબીટીઝની બિમારી હોઈ પોલીસીની બે વર્ષના સમયગાળામાં ક્લેઈમ ચુકવવાનો ઈન્કાર કર્યો હતો.જેથી ફરિયાદીએ વીમા કંપનીની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ધા નાખીને ક્લેઈમ વ્યાજ સહિત વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદી તરફેની રજુઆતોને માન્ય રાખી વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત વીમાદારને ક્લેઈમની કુલ રકમ રૃ.4.81 લાખ અરજીખર્ચ-હાલાકી સાથે ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.જેથી સુરત ગ્રાહક કોર્ટના હુકમથી નારાજ થઈને વીમા કંપનીએ તેની કાયદેસરતાને અમદાવાદ સ્ટેટ કમિશનમાં પડકારી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ સ્ટેટ કમિશનના પ્રમુખ જજ એ.સી.રાવલે વીમા કંપનીની અપીલને નકારી કાઢી સુરત ગ્રાહક કોર્ટનો ચુકાદાને કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા હુકમ કર્યો છે.જેથી વીમા કંપનીએ હવે વીમાદારને વ્યાજ સહિત કુલ રૃ.7.50 લાખ ચુકવવાની નોબત આવી પડી છે.

સુરત ગ્રાહક કોર્ટના હુકમને પડકારતી વીમા કંપનીની અપીલ સ્ટેટ કમિશને ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -




સુરત

વીમાદારના 4.81 લાખના ક્લેઈમને નકારનાર વીમા કંપનીને 8 ટકા વ્યાજ સહિત ચુકવવા સુરત ગ્રાહક કોર્ટના હુકમને સ્ટેટ કમિશને કાયમ રાખ્યો

      

સુરતના વીમાદારની હાર્ટ સર્જરીના ક્લેઈમને ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત 4.81 લાખ ચુકવવા કરેલા સુરત જિલ્લા ગ્રાહક કોર્ટના હુકમથી નારાજ થઈને વીમા કંપનીએ કરેલી અપીલને સ્ટેટ કમિશને નકારી કાઢી છે.જેથી વીમા કંપનીએ હવે વીમાદારને વ્યાજ સહિત 7.50 લાખ ચુકવવાની નોબત આવી પડી છે.

અડાજણ એલ.પી.સવાણી રોડ સ્થિત ગ્રીનઆર્કેડમાં રહેતા ફરિયાદી વકીલ જીતેન્દ્ર અરવિંદ ભાઈ વાંકાવાલા પોતાના તથા પરિવારના સભ્યોની ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની કુલ રૃ.8 લાખની સમએસ્યોર્ડ ધરાવતી ફ્લોટર મેડીક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે અમલમાં હોવા દરમિયાન ફરિયાદીને તા.12-5-17ના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં નિદાન સારવાર માટે દાખલ થઈને કોરોનરી એન્જીયો પ્લાસ્ટી કરાવી હતી.જેનો કુલ તબીબી સારવારનો ખર્ચ 4.81 લાખ થતાં ફરિયાદી વીમાદારે વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ ફરિયાદીએ વીમો લેતા અગાઉ ડાયાબીટીઝની બિમારી હોઈ પોલીસીની બે વર્ષના સમયગાળામાં ક્લેઈમ ચુકવવાનો ઈન્કાર કર્યો હતો.જેથી ફરિયાદીએ વીમા કંપનીની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ધા નાખીને ક્લેઈમ વ્યાજ સહિત વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદી તરફેની રજુઆતોને માન્ય રાખી વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત વીમાદારને ક્લેઈમની કુલ રકમ રૃ.4.81 લાખ અરજીખર્ચ-હાલાકી સાથે ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

જેથી સુરત ગ્રાહક કોર્ટના હુકમથી નારાજ થઈને વીમા કંપનીએ તેની કાયદેસરતાને અમદાવાદ સ્ટેટ કમિશનમાં પડકારી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ સ્ટેટ કમિશનના પ્રમુખ જજ એ.સી.રાવલે વીમા કંપનીની અપીલને નકારી કાઢી સુરત ગ્રાહક કોર્ટનો ચુકાદાને કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા હુકમ કર્યો છે.જેથી વીમા કંપનીએ હવે વીમાદારને વ્યાજ સહિત કુલ રૃ.7.50 લાખ ચુકવવાની નોબત આવી પડી છે.