Parshottam Rupala ચૂંટણી જીત્યા બાદ દિલ્હી પહોંચ્યા

પરિણામ બાદ પ્રથમ વખત પરષોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા ચૂંટાયેલા 25 સાંસદો સાથે રૂપાલા દિલ્હી પહોંચ્યા આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા રહેશે હાજર લોકસભાની ચૂંટણી દરમિયાન એક સભામાં પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની મહિલાના નિવેદનને લઈ જીભ લપસી હતી.અને તે વિવાદ ગુજરાતભરમાં ઉઠયો હતો.ક્ષત્રિય સમાજ દ્રારા ઠેર-ઠેર રૂપાલાનો વિરોધ કરાયો હતો.આ બાબતે રૂપાલાએ માંફી માંગી હતી પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે તેમની ટિકીટ રદ થાય પરંતુ ટિકીટ રદ ના થઈ અને રૂપાલા સારી લીડથી રાજકોટ લોકસભા બેઠક પર વિજેતા થયા હતા. સાંસદના રજિસ્ટ્રેશનની પ્રકિયા ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડયો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે. ત્યારે ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ગુજરાતમાં ચાર કેન્દ્રિય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટ પર પુરો થયો છે. આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડમાં ભાજપને સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે. જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતાં તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સૂત્રોમાં થઈ રહી છે. ભાજપના આ ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત્યા આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે.

Parshottam Rupala ચૂંટણી જીત્યા બાદ દિલ્હી પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરિણામ બાદ પ્રથમ વખત પરષોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા
  • ચૂંટાયેલા 25 સાંસદો સાથે રૂપાલા દિલ્હી પહોંચ્યા
  • આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા રહેશે હાજર

લોકસભાની ચૂંટણી દરમિયાન એક સભામાં પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની મહિલાના નિવેદનને લઈ જીભ લપસી હતી.અને તે વિવાદ ગુજરાતભરમાં ઉઠયો હતો.ક્ષત્રિય સમાજ દ્રારા ઠેર-ઠેર રૂપાલાનો વિરોધ કરાયો હતો.આ બાબતે રૂપાલાએ માંફી માંગી હતી પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે તેમની ટિકીટ રદ થાય પરંતુ ટિકીટ રદ ના થઈ અને રૂપાલા સારી લીડથી રાજકોટ લોકસભા બેઠક પર વિજેતા થયા હતા.

સાંસદના રજિસ્ટ્રેશનની પ્રકિયા

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડયો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે. ત્યારે ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે

ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ગુજરાતમાં ચાર કેન્દ્રિય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટ પર પુરો થયો છે. આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડમાં ભાજપને સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે. જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતાં તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સૂત્રોમાં થઈ રહી છે.

ભાજપના આ ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત્યા

આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે.