Rajkot News: સરિતા વિહાર સોસાયટીના બંધ મકાનમાંથી 15 લાખથી વધુની ચોરી

CCTVના આધારે હાથ ધરાઈ તપાસ બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી રોકડ અને દાંગીનાની કરી ચોરી પોલીસ, ડોગ સ્કવોર્ડ અને FSLની ટીમ ઘટનાસ્થળે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. સરિતા વિહાર સોસાયટીમાં જયરાજસિહ જાડેજાના બંધ મકાનને તસ્કોરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. સરિતા વિહારના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ રોકડ સહિત દાંગીનાની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમમાં થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો 15 લાખ જેટલી રોકડ રકમ, સોનાના દાગીના તેમજ બે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોર્ડ અને FSLની ટીમની મદદ લેવામાં આવી છે. બંધ મકાનમાંથી ચોરી કરી તસ્કરો ફરાર જયરાજસિહ જાડેજા પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. હાલ તો પોલીસ દ્વારા CCTV અને FSLની ટીમની મદદથી તસ્કરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોકડ, દાગીના સહિત કેટલા રૂપિયાની ચોરી થઈ તે તો તપાસ બાદ જ સામે આવશે. આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Rajkot News: સરિતા વિહાર સોસાયટીના બંધ મકાનમાંથી 15 લાખથી વધુની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CCTVના આધારે હાથ ધરાઈ તપાસ
  • બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી રોકડ અને દાંગીનાની કરી ચોરી
  • પોલીસ, ડોગ સ્કવોર્ડ અને FSLની ટીમ ઘટનાસ્થળે

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. સરિતા વિહાર સોસાયટીમાં જયરાજસિહ જાડેજાના બંધ મકાનને તસ્કોરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. સરિતા વિહારના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ રોકડ સહિત દાંગીનાની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમમાં થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો 15 લાખ જેટલી રોકડ રકમ, સોનાના દાગીના તેમજ બે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોર્ડ અને FSLની ટીમની મદદ લેવામાં આવી છે.

બંધ મકાનમાંથી ચોરી કરી તસ્કરો ફરાર

જયરાજસિહ જાડેજા પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. હાલ તો પોલીસ દ્વારા CCTV અને FSLની ટીમની મદદથી તસ્કરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોકડ, દાગીના સહિત કેટલા રૂપિયાની ચોરી થઈ તે તો તપાસ બાદ જ સામે આવશે. આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.