બોડેલીના ઝંડ હનુમાન ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઊમટયું

ચાલીસા, સુંદરકાંડ સહિત મહાપ્રસાદીનો લાભરાજ્યભરના હનુમાન ભક્તોએ દર્શનનો લહાવો લીધો બોડેલી તાલુકામાં પ્રખ્યાત ઝંડ હનુમાનજી ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભાવિકો ઉમટી પડયાં. બોડેલી તાલુકામાં ઝંડ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ઝંડ હનુમાન ખાતે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, જાહેર પ્રસાદી સહીતના કાર્યક્રમ યોજાયા હતા. બોડેલી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં કુદરતી સૌંદર્યમાં પર્વતોની વચ્ચે આવેલું વર્ષો જૂનું ઝંડ હનુમાનજી મંદિર આવેલું છે. પાંડવોના સમયથી 18 ફૂટ લાંબી બાહુબલી જેવી દેખાતી અખંડ હનુમાન દાદાની મૂર્તિના પગ નીચે શનિ દેવની પનોતી આખી મૂર્તિ કોતરેલી હોવાથી ગુજરાત ભરમાંથી ભક્તો દર્શનાથે આવતા હોય છે. આજરોજ હનુમાન દાદાના જન્મત્સવ નિમિત્તે ઝંડ હનુમાન ખાતે સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ઝંડ હનુમાનજી મંદિરે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઊમટી પડતા મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. ઝંડ હનુમાનજી જન્મોત્સવ નિમિતે મંદિરે હનુમાન ચાલીસા તેમજ ભંડારા સહીતના કાર્યક્રમ યોજાયા હતા.

બોડેલીના ઝંડ હનુમાન ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઊમટયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલીસા, સુંદરકાંડ સહિત મહાપ્રસાદીનો લાભ
  • રાજ્યભરના હનુમાન ભક્તોએ દર્શનનો લહાવો લીધો
  • બોડેલી તાલુકામાં પ્રખ્યાત ઝંડ હનુમાનજી ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભાવિકો ઉમટી પડયાં.

બોડેલી તાલુકામાં ઝંડ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ઝંડ હનુમાન ખાતે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, જાહેર પ્રસાદી સહીતના કાર્યક્રમ યોજાયા હતા.

બોડેલી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં કુદરતી સૌંદર્યમાં પર્વતોની વચ્ચે આવેલું વર્ષો જૂનું ઝંડ હનુમાનજી મંદિર આવેલું છે. પાંડવોના સમયથી 18 ફૂટ લાંબી બાહુબલી જેવી દેખાતી અખંડ હનુમાન દાદાની મૂર્તિના પગ નીચે શનિ દેવની પનોતી આખી મૂર્તિ કોતરેલી હોવાથી ગુજરાત ભરમાંથી ભક્તો દર્શનાથે આવતા હોય છે. આજરોજ હનુમાન દાદાના જન્મત્સવ નિમિત્તે ઝંડ હનુમાન ખાતે સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી.

ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ઝંડ હનુમાનજી મંદિરે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઊમટી પડતા મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. ઝંડ હનુમાનજી જન્મોત્સવ નિમિતે મંદિરે હનુમાન ચાલીસા તેમજ ભંડારા સહીતના કાર્યક્રમ યોજાયા હતા.