Vadodara News: હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી રદ્દ કરવા સરકારની અરજી

10 આરોપીના જામીન રદ કરવા સરકારની અરજી24 જૂને ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી કેસમાં કુલ 18 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદવડોદરાના ચચારી હરણી બોટકાંડના આરોપીઓની મુશ્કેલી વધી ગઈ છે. આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે હવે સરકારે આરોપીઓની જામીન અરજીના વિરોધમાં અરજી કરી છે. મળતી માહિતી મુજબ, હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી સામે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત સરકારે હરણી બોટકાંડના 10 આરોપીઓની અરજી રદ્દ કરવા માટે અરજી કરી છે. સરકારની અરજી પર આગામી 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના હરણી બોટકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. અને આ કેસમાં કુલ 18 આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી 10 આરોપીઓએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજી કરનાર આરોપીઓ ગોપાલદાસ પ્રાણલાલ શાહ બિનિત હિતેશભાઈ કોટિયા અલ્પેશભાઈ હસમુખભાઈ ભટ્ટ દિપેન હિતેન્દ્ર શાહ ધર્મિલ ગીરીશભાઈ શાહ ધર્મિન ધીરજભાઈ બાથાણી વેદપ્રકાશ રામપત યાદવ રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ ભીમસિંહ કુડિયારામ યાદવ જતીનકુમાર હીરાલાલ દોશી

Vadodara News: હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી રદ્દ કરવા સરકારની અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 આરોપીના જામીન રદ કરવા સરકારની અરજી
  • 24 જૂને ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી
  • કેસમાં કુલ 18 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ

વડોદરાના ચચારી હરણી બોટકાંડના આરોપીઓની મુશ્કેલી વધી ગઈ છે. આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે હવે સરકારે આરોપીઓની જામીન અરજીના વિરોધમાં અરજી કરી છે.

મળતી માહિતી મુજબ, હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી સામે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત સરકારે હરણી બોટકાંડના 10 આરોપીઓની અરજી રદ્દ કરવા માટે અરજી કરી છે. સરકારની અરજી પર આગામી 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના હરણી બોટકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. અને આ કેસમાં કુલ 18 આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી 10 આરોપીઓએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જામીન અરજી કરનાર આરોપીઓ

  1. ગોપાલદાસ પ્રાણલાલ શાહ
  2. બિનિત હિતેશભાઈ કોટિયા
  3. અલ્પેશભાઈ હસમુખભાઈ ભટ્ટ
  4. દિપેન હિતેન્દ્ર શાહ
  5. ધર્મિલ ગીરીશભાઈ શાહ
  6. ધર્મિન ધીરજભાઈ બાથાણી
  7. વેદપ્રકાશ રામપત યાદવ
  8. રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ
  9. ભીમસિંહ કુડિયારામ યાદવ
  10. જતીનકુમાર હીરાલાલ દોશી