રૂપાલા સામે રાજપૂત સમાજના લોકોએ વિરોધ કરતા પોલીસે 40 લોકોની અટકાયત કરી

રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ રેલીમાં આવેલ લોકોને પોલીસ મથકે લઇ જવાયા બોડેલીમાં પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે વિરોધ નોધાવ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરનાર 40 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમાં રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી યોજવામાં આવી છે. તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિરોધ દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમાં વિરોધ કરનાર 40 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે. તેમજ લોકોને પોલીસ મથકે લઇ જવાયા છે. ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં ભાજપના રાજકોટ બેઠક પરના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી ઉત્તપન થયેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણવાર માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રિયો જરાપણ પાછી પાની કરવાના નથી. ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સામે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કેટલાય ગામની બહાર બોર્ડ તથા બેનર લગાવવામાં આવ્યા છે. જેમા તેમણે ચીમકી આપતા કહ્યુ છે કે, રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.

રૂપાલા સામે રાજપૂત સમાજના લોકોએ વિરોધ કરતા પોલીસે 40 લોકોની અટકાયત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી
  • ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ
  • રેલીમાં આવેલ લોકોને પોલીસ મથકે લઇ જવાયા

બોડેલીમાં પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે વિરોધ નોધાવ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરનાર 40 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમાં રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી યોજવામાં આવી છે. તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.


બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો

બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિરોધ દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમાં વિરોધ કરનાર 40 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે. તેમજ લોકોને પોલીસ મથકે લઇ જવાયા છે.


ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં

ભાજપના રાજકોટ બેઠક પરના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી ઉત્તપન થયેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણવાર માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રિયો જરાપણ પાછી પાની કરવાના નથી. ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સામે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કેટલાય ગામની બહાર બોર્ડ તથા બેનર લગાવવામાં આવ્યા છે. જેમા તેમણે ચીમકી આપતા કહ્યુ છે કે, રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.