Rajkot TRP Game Zone :FSLમાં દિવસ રાત DNA મેચ કરવાની પ્રક્રિયા યથાવત

28 ઉપરાંત મૃતદેહ, માનવ અંગોમાંથી 32 ટિસ્યુ લેવાયા, મેચ કરવા 20 સેમ્પલ મેળવાયા રાજકોટ સિવિલમાં 48 કલાકથી રાહ જોતા પરિજનોની ધીરજ ખુટી, પોલીસની સાથે ઘર્ષણ સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ગૃહમંત્રી સંઘવીએ FSL જઈ સમિક્ષા બેઠક યોજી TRP ગેમિંગ ઝોનની આગમાં સાવ હાડમાંસનું ભડથુ થયેલા મૃતદેહની ઓળખ અઘરી થઈ પડી છે. ઘટનાના 48 કલાક બાદ પણ મૃતદેહ ન મળતા રાજકોટ સિવિલમાં પોતાના સ્વજન ગુમાવનારા પરિજનોની ઘીરજ ખુટી પડતા સોમવારે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. આ તરફ અહીં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી- FSLએ સોમવારે સાંજે 32 સેમ્પલમાંથી DNA ટેસ્ટ રિપોર્ટને આધારે 13 મૃતદેહને ઓળખી આપ્યા છે. ભારતમાં પહેલીવાર આગમાં ભૂંજાયેલા 28થી વધુ મૃતદેહોને ઓળખવા DNA ટેસ્ટની નોબત આવી રાજકોટના અગ્નિકાંડમાં 28થી વધુના મોતની પૃષ્ટી થઈ છે. TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે માનવ અંગોને આધારે મૃતદેહની ઓળખ માટે 32 જેટલા સેમ્પલ લેવાયા છે. એક જ પરીવારમાંથી ચાર, ત્રણ અને બે મૃતકો હોવાથી માતા- પિતાના 20 જેટલા સેમ્પલ એકત્ર કરીને એર એમ્બ્યુલન્સ મારફતે અહીં ગાંધીનગરમાં FSLમાં લવાયા છે. 36 કલાકથી રાજકોટ સિવિલમાં મૃતદેહ મેળવવા રાહ જોતા પિડીતોને સ્થાનિક વહિવટી તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા હોસ્પિટલમાં ભારે રોષ, આંક્રદ જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસ સાથે પણ શાબ્દિક ઘર્ષણ સર્જાયુ હતુ. દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ FSL પહોંચીને ત્યાં ચાલી રહેલા DNA પૃથ્થકરણની પ્રક્રિયાની સમિક્ષા કરી હતી. સાંજ સુધીમાં 13 મૃતદેહની ઓળખ થઈ છે. મંગળવારની સાંજ સુધીમાં તમામ મૃતદેહની ઓળખ થઈ જશે એમ જાણવા મળ્યુ છે. DNA રિપોર્ટ આવતા 40 કલાકનો સમય થઈ શકે છે ભારતમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મૃતદેહની ઓળખ માટે FSLમાં માનવ શરીરના ટિસ્યુમાંથી પૃથ્થકરણ થઈ રહ્યુ છે. અત્યંત જટિલ પ્રક્રિયાને સમજાવતા FSLના તજજ્ઞોએ કહ્યુ કે, શરીર અંગમાંથી લેવાયેલા સેમ્પલમાં DNAનુ પૃથ્થકરણ કરવામાં 12 કલાક થાય છે અને જો ત્યાંથી રિપોર્ટ મેચ ન થાય તેવા સંજોગોમાં હડકામાંથી DNA મેચ કરવુ પડે, તેવી સ્થિતિમાં 40 કલાક જેટલો સમય પણ થાય છે. આઠ તબક્કે ખરાઈ બાદ આખરી નિર્ણય લેવાય છે આગમાં ભૂંજાયેલા માનવ શરીરના અંગો ક્ષતવિક્ષત છે. એર એમ્બ્યુલન્સથી લવાયેલા સેમ્પલ રવિવારની સવારથી જ પરીક્ષણ હેઠળ મુકી દેવાયા હતા. આવા દરેક ટિસ્યુને માતા- પિતાના સેમ્પલ સાથે મેચ કરવા અને ફાઈનલ રિપોર્ટ સુધી કુલ આઠ તબક્કાની કામગીરી છે. એ દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નિયત થાય છે. પ્રથમ તબક્કામાં કેસના પરીક્ષણ માટે સેમ્પલનું એનાલીસિસમાં જ છથી સાત કલાક થાય છે. બીજા તબક્કે DNA એકસ્ટ્રેક્ટ કરવામાં પણ એટલો જ સમય થાય છે. ત્રીજા તબક્કે DNA ક્વોન્ટીટી, ક્વોલિટીને ચકાસવા ત્રણથી ચાર કલાક થાય છે. ચોથા તબક્કે PCRની પ્રક્રિયામાં ત્રણથી ચાર કલાક પછી પ્રોફાઈલિંગ અને છઠ્ઠા તબક્કે તેનું એનાલિસીસ બાદ ઈન્ટરપ્રિટેશન અને સૌથી છેલ્લે આઠમા તબક્કે DNA રિપોર્ટ તૈયાર થાય છે. જેના આધારે મૃતકની ઓળખ થાય છે.

Rajkot TRP Game Zone :FSLમાં દિવસ રાત DNA મેચ કરવાની પ્રક્રિયા યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 28 ઉપરાંત મૃતદેહ, માનવ અંગોમાંથી 32 ટિસ્યુ લેવાયા, મેચ કરવા 20 સેમ્પલ મેળવાયા
  • રાજકોટ સિવિલમાં 48 કલાકથી રાહ જોતા પરિજનોની ધીરજ ખુટી, પોલીસની સાથે ઘર્ષણ
  • સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ગૃહમંત્રી સંઘવીએ FSL જઈ સમિક્ષા બેઠક યોજી

TRP ગેમિંગ ઝોનની આગમાં સાવ હાડમાંસનું ભડથુ થયેલા મૃતદેહની ઓળખ અઘરી થઈ પડી છે. ઘટનાના 48 કલાક બાદ પણ મૃતદેહ ન મળતા રાજકોટ સિવિલમાં પોતાના સ્વજન ગુમાવનારા પરિજનોની ઘીરજ ખુટી પડતા સોમવારે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. આ તરફ અહીં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી- FSLએ સોમવારે સાંજે 32 સેમ્પલમાંથી DNA ટેસ્ટ રિપોર્ટને આધારે 13 મૃતદેહને ઓળખી આપ્યા છે.

ભારતમાં પહેલીવાર આગમાં ભૂંજાયેલા 28થી વધુ મૃતદેહોને ઓળખવા DNA ટેસ્ટની નોબત આવી


રાજકોટના અગ્નિકાંડમાં 28થી વધુના મોતની પૃષ્ટી થઈ છે. TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે માનવ અંગોને આધારે મૃતદેહની ઓળખ માટે 32 જેટલા સેમ્પલ લેવાયા છે. એક જ પરીવારમાંથી ચાર, ત્રણ અને બે મૃતકો હોવાથી માતા- પિતાના 20 જેટલા સેમ્પલ એકત્ર કરીને એર એમ્બ્યુલન્સ મારફતે અહીં ગાંધીનગરમાં FSLમાં લવાયા છે. 36 કલાકથી રાજકોટ સિવિલમાં મૃતદેહ મેળવવા રાહ જોતા પિડીતોને સ્થાનિક વહિવટી તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા હોસ્પિટલમાં ભારે રોષ, આંક્રદ જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસ સાથે પણ શાબ્દિક ઘર્ષણ સર્જાયુ હતુ. દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ FSL પહોંચીને ત્યાં ચાલી રહેલા DNA પૃથ્થકરણની પ્રક્રિયાની સમિક્ષા કરી હતી. સાંજ સુધીમાં 13 મૃતદેહની ઓળખ થઈ છે. મંગળવારની સાંજ સુધીમાં તમામ મૃતદેહની ઓળખ થઈ જશે એમ જાણવા મળ્યુ છે.


DNA રિપોર્ટ આવતા 40 કલાકનો સમય થઈ શકે છે

ભારતમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મૃતદેહની ઓળખ માટે FSLમાં માનવ શરીરના ટિસ્યુમાંથી પૃથ્થકરણ થઈ રહ્યુ છે. અત્યંત જટિલ પ્રક્રિયાને સમજાવતા FSLના તજજ્ઞોએ કહ્યુ કે, શરીર અંગમાંથી લેવાયેલા સેમ્પલમાં DNAનુ પૃથ્થકરણ કરવામાં 12 કલાક થાય છે અને જો ત્યાંથી રિપોર્ટ મેચ ન થાય તેવા સંજોગોમાં હડકામાંથી DNA મેચ કરવુ પડે, તેવી સ્થિતિમાં 40 કલાક જેટલો સમય પણ થાય છે.


આઠ તબક્કે ખરાઈ બાદ આખરી નિર્ણય લેવાય છે

આગમાં ભૂંજાયેલા માનવ શરીરના અંગો ક્ષતવિક્ષત છે. એર એમ્બ્યુલન્સથી લવાયેલા સેમ્પલ રવિવારની સવારથી જ પરીક્ષણ હેઠળ મુકી દેવાયા હતા. આવા દરેક ટિસ્યુને માતા- પિતાના સેમ્પલ સાથે મેચ કરવા અને ફાઈનલ રિપોર્ટ સુધી કુલ આઠ તબક્કાની કામગીરી છે. એ દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નિયત થાય છે. પ્રથમ તબક્કામાં કેસના પરીક્ષણ માટે સેમ્પલનું એનાલીસિસમાં જ છથી સાત કલાક થાય છે. બીજા તબક્કે DNA એકસ્ટ્રેક્ટ કરવામાં પણ એટલો જ સમય થાય છે. ત્રીજા તબક્કે DNA ક્વોન્ટીટી, ક્વોલિટીને ચકાસવા ત્રણથી ચાર કલાક થાય છે. ચોથા તબક્કે PCRની પ્રક્રિયામાં ત્રણથી ચાર કલાક પછી પ્રોફાઈલિંગ અને છઠ્ઠા તબક્કે તેનું એનાલિસીસ બાદ ઈન્ટરપ્રિટેશન અને સૌથી છેલ્લે આઠમા તબક્કે DNA રિપોર્ટ તૈયાર થાય છે. જેના આધારે મૃતકની ઓળખ થાય છે.