Rajkot TRP GameZone: અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કર ઝડપાયો

અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો વહેલી સવારે 3 વાગ્યે રાજકોટ પોલીસે આરોપીનો કબ્જો લીધો આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં થઈ શકે છે અનેક ખુલાસા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો છે.બનાસકાંઠા LCBએ આબુરોડથી ધવલ ઠક્કરને ઝડપ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યે રાજકોટ પોલીસે આરોપીનો કબ્જો લીધો છે. આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. તેમજ રાજકોટ TRP ગેમઝોનમાં આગથી 28 લોકોનો ભોગ લેવાયો હતો. રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવાયો રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવાયો છે. બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરને આબુરોડથી દબોચી લીધા બાદ રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર પહોંચી હતી. વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ રાજકોટ પોલીસ બનાસકાંઠા પોલીસના કબ્જામાંથી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવા રવાના થઇ છે. અગ્નિકાંડનો મુખ્ય સૂત્રધ્ધાર ધવલ ઠક્કરની હવે રાજકોટ પોલીસ તપાસ કરશે. જેમાં આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા.

Rajkot TRP GameZone:  અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો
  • વહેલી સવારે 3 વાગ્યે રાજકોટ પોલીસે આરોપીનો કબ્જો લીધો
  • આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં થઈ શકે છે અનેક ખુલાસા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો છે.બનાસકાંઠા LCBએ આબુરોડથી ધવલ ઠક્કરને ઝડપ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યે રાજકોટ પોલીસે આરોપીનો કબ્જો લીધો છે. આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. તેમજ રાજકોટ TRP ગેમઝોનમાં આગથી 28 લોકોનો ભોગ લેવાયો હતો.

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવાયો

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવાયો છે. બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરને આબુરોડથી દબોચી લીધા બાદ રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર પહોંચી હતી. વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ રાજકોટ પોલીસ બનાસકાંઠા પોલીસના કબ્જામાંથી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવા રવાના થઇ છે. અગ્નિકાંડનો મુખ્ય સૂત્રધ્ધાર ધવલ ઠક્કરની હવે રાજકોટ પોલીસ તપાસ કરશે. જેમાં આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા.