પાદરા વડુ પંથકમાં ભક્તિભાવથી હનુમાન જયંતીની ઉજવણી કરાઇ

વહેલી સવારથી જ હનુમંત મંદિરોમાં જામેલી ભારે ભીડમારુતિયાગ સહિત વિશેષ પૂજા અર્ચના સાથે મહાપ્રસાદીનો લાભ લેતા લોકો ભવ્ય હનુમાન યાગમાં સજોડે દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી આહુતિઓ આપી હતી. પાદરા - વડુ પંથકમાં ચૈત્ર સુદ પૂનમ મંગળવારે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત અને ભગવાન શિવજીના 11માં અવતાર કષ્ટભંજન દેવ હનુમાનજીની જન્મ જયંતી નિમિત્તે પાદરાના ઐતિહાસિક હનુમાનજી મંદિરમાં હનુમાનજી ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. પાદરા - વડુ પંથકમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી. પાદરાના વિવિધ ગામોમાં હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. પાદરાના હનુમાનજી મંદિરોમાં આજના દિવસે વિશેષ શણગાર કરાયો હતો. સાથે સવારથી જ મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હનુમાન જયંતીે મંગળવારે હોવાથી હનુમાનજીની ભક્તિભાવનું અનેરું મહત્વ વધી ગયું હતું. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ ઘણા વર્ષો બાદ મંગળવાર આવી છે તેથી ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પાદરા નગર સહિત તાલુકાના પંથકના વિસ્તારમાં નવાપુરા પુનીતચોક વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર, ઘાયજ રોડ પર સંકટમોચન હનુમાન મંદિર, પાતળિયા રોડ પર પાતળીયા હનુમાન મંદિર, પાણીની ટાંકી પાસે જોડીયા હનુમાન મંદિર, લતીપુરા રોડ ઉપર ગીતાંજલિ વિદ્યાલય સામે મનોકામનાસિદ્ધ હનુમાનજી મંદિર, ઝંડા બજાર હનુમાનજી મંદિર, કે કે ગર્લ્સ હાઇસ્કુલ માં આવેલ હનુમાનજી દાદાનું મંદિર, લતીપુરા રોડ અંબાશંકરી એ આવેલ હનુમાનજી મંદિર દરાપુરા ગામે આવેલ 200 વર્ષ ઉપરાંત સ્વયંભૂ પ્રગટ બાલાજી હનુમાન મંદિર તેમજ ચેતકબાલાજી હનુમાન મંદિર અને મોભા રોડ ખાતે આવેલ બાલાસાગર હનુમાન મંદિર, જાસપુર ગામે આવેલ મહીસાગર કાંઠાના કિનારે આવેલ હનુંમોતીયા હનુમાનજી મંદિર, મહુવડ ખાતે આવેલ બંદીછોડ બાલાજી હનુમાન મંદિર, વિશ્રાામપૂરા ગામે આવેલ હનુમાન મંદિર સહિત તાલુકાના ગામોમાં આવેલ નાના-મોટા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

પાદરા વડુ પંથકમાં ભક્તિભાવથી હનુમાન જયંતીની ઉજવણી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વહેલી સવારથી જ હનુમંત મંદિરોમાં જામેલી ભારે ભીડ
  • મારુતિયાગ સહિત વિશેષ પૂજા અર્ચના સાથે મહાપ્રસાદીનો લાભ લેતા લોકો
  • ભવ્ય હનુમાન યાગમાં સજોડે દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી આહુતિઓ આપી હતી.

પાદરા - વડુ પંથકમાં ચૈત્ર સુદ પૂનમ મંગળવારે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત અને ભગવાન શિવજીના 11માં અવતાર કષ્ટભંજન દેવ હનુમાનજીની જન્મ જયંતી નિમિત્તે પાદરાના ઐતિહાસિક હનુમાનજી મંદિરમાં હનુમાનજી ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.

પાદરા - વડુ પંથકમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી. પાદરાના વિવિધ ગામોમાં હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. પાદરાના હનુમાનજી મંદિરોમાં આજના દિવસે વિશેષ શણગાર કરાયો હતો. સાથે સવારથી જ મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હનુમાન જયંતીે મંગળવારે હોવાથી હનુમાનજીની ભક્તિભાવનું અનેરું મહત્વ વધી ગયું હતું. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ ઘણા વર્ષો બાદ મંગળવાર આવી છે તેથી ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાદરા નગર સહિત તાલુકાના પંથકના વિસ્તારમાં નવાપુરા પુનીતચોક વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર, ઘાયજ રોડ પર સંકટમોચન હનુમાન મંદિર, પાતળિયા રોડ પર પાતળીયા હનુમાન મંદિર, પાણીની ટાંકી પાસે જોડીયા હનુમાન મંદિર, લતીપુરા રોડ ઉપર ગીતાંજલિ વિદ્યાલય સામે મનોકામનાસિદ્ધ હનુમાનજી મંદિર, ઝંડા બજાર હનુમાનજી મંદિર, કે કે ગર્લ્સ હાઇસ્કુલ માં આવેલ હનુમાનજી દાદાનું મંદિર, લતીપુરા રોડ અંબાશંકરી એ આવેલ હનુમાનજી મંદિર દરાપુરા ગામે આવેલ 200 વર્ષ ઉપરાંત સ્વયંભૂ પ્રગટ બાલાજી હનુમાન મંદિર તેમજ ચેતકબાલાજી હનુમાન મંદિર અને મોભા રોડ ખાતે આવેલ બાલાસાગર હનુમાન મંદિર, જાસપુર ગામે આવેલ મહીસાગર કાંઠાના કિનારે આવેલ હનુંમોતીયા હનુમાનજી મંદિર, મહુવડ ખાતે આવેલ બંદીછોડ બાલાજી

હનુમાન મંદિર, વિશ્રાામપૂરા ગામે આવેલ હનુમાન મંદિર સહિત તાલુકાના ગામોમાં આવેલ નાના-મોટા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.