Rainને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,રાજયમાં બારે મેઘ ખાંગા થશે

એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી નવસારી, આહવા, ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્રારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે.આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમં બારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે.રાજયમાં આજથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે,ગુજરાતમા વરસાદને લઈ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર અને ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિલ સર્ક્યુલેશ એક થતા અતિભારે વરસાદ પડવાની શકયતા છે.આજે સુરત,વલસાડ,નવસારી,આહવા, ડાંગ,વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 30 જુન બાદ સમગ્ર રાજયમાં મેઘમહેર જોવા મળશે 30 જુને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.30 જુન અને 1 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.5 જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,સાથે સાથે ગુજરાતની તમામ નદીઓમાં પુર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. બનાસકાંઠામાં સારા વરસાદની આગાહી બનાસકાંઠાના સુઈગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે.8 થી 12 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ બની શકે છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી,તો 27 જૂનથી 5 જૂલાઈ વાવણી લાયક વરસાદ થઈ શકે છે.વરસાદ ખેંચાવાનું કારણ પવનોની સ્થિતિ પોષક નહીં.પર્યાપ્ત ભેજના અભાવના કારણે વરસાદ હજી સરખો નથી થયો.મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાન તફાવત ઓછો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ નથી એટલે ૨૭ થી ૩૦ જૂન સુધી મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે.અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.આજથી હવામાનમાં પલટો આવશે.જૂનાગઢના ભાગોમા ૨૭ થી ૩૦ જૂન અતિભારે વરસાદ ની શકયતા.પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે.જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખા ભાગોમાં વરસાદ થઈ શકે છે.જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.જુલાઈની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે.આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વાવણીલાયક વરસાદ થશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થશે. જૂલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. આથી જૂલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે. પાણીની આવકમાં થશે વધારો વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.આ વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.તાપી અને સાબરમતી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના પાણીના બંધોમાં પણ પાણીની આવક વધશે.

Rainને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,રાજયમાં બારે મેઘ ખાંગા થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
  • આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • નવસારી, આહવા, ડાંગમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્રારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે.આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમં બારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે.રાજયમાં આજથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે,ગુજરાતમા વરસાદને લઈ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.

આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર અને ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિલ સર્ક્યુલેશ એક થતા અતિભારે વરસાદ પડવાની શકયતા છે.આજે સુરત,વલસાડ,નવસારી,આહવા, ડાંગ,વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

30 જુન બાદ સમગ્ર રાજયમાં મેઘમહેર જોવા મળશે

30 જુને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.30 જુન અને 1 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.5 જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,સાથે સાથે ગુજરાતની તમામ નદીઓમાં પુર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

બનાસકાંઠામાં સારા વરસાદની આગાહી

બનાસકાંઠાના સુઈગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે.8 થી 12 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ બની શકે છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી,તો 27 જૂનથી 5 જૂલાઈ વાવણી લાયક વરસાદ થઈ શકે છે.વરસાદ ખેંચાવાનું કારણ પવનોની સ્થિતિ પોષક નહીં.પર્યાપ્ત ભેજના અભાવના કારણે વરસાદ હજી સરખો નથી થયો.મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાન તફાવત ઓછો રહેશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ નથી એટલે ૨૭ થી ૩૦ જૂન સુધી મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે.અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.આજથી હવામાનમાં પલટો આવશે.જૂનાગઢના ભાગોમા ૨૭ થી ૩૦ જૂન અતિભારે વરસાદ ની શકયતા.પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે.જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખા ભાગોમાં વરસાદ થઈ શકે છે.જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.જુલાઈની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે.આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

વાવણીલાયક વરસાદ થશે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થશે. જૂલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. આથી જૂલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે.

પાણીની આવકમાં થશે વધારો

વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.આ વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.તાપી અને સાબરમતી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના પાણીના બંધોમાં પણ પાણીની આવક વધશે.