ગુજરાત લોકસભાની રસપ્રદ બેઠક છે ભરૂચ,આવો જાણીએ રાજકીય ગણિત

ભરૂચ લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે અહીં વસાવા vs વસાવાનો ત્રિપાંખીયો જંગ ખેલાશે ભાજપ અને કોંગ્રેસે આમને સામને આદિવાસી ઉમેદવાર અનુક્રમે મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉતાર્યા છે ભરૂચ લોકસભા બેઠક પર 1989માં મર્હુમ એહમદ પટેલનો ચંદુભાઈ દેસમુખ સામે પરાજય થયો ત્યારથી આ બેઠક ભાજપના હાથમાં રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર 35 વર્ષથી એકહથ્થુ શાસન રાખનાર ભાજપે છેલ્લા 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. 2024 લોકસભા ચૂટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. કોણ છે મનસુખ વસાવા મનસુખ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન 1957ના રોજ થયો હતો. તેઓ નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદ હેઠળની ભારત સરકારમાં આદિજાતિ બાબતોના ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન 5 જુલાઈ, 2016 સુધી રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 25મી નવેમ્બર 1998ના રોજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના ગઢ ગણાતા ગુજરાતના ભરૂચ સંસદીય મતવિસ્તારમાંથી યોજાયેલી પેટાચૂંટણીમાં 12મી લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયા હતા.તેઓ 1998, 1999, 2004, 2009 અને 2014 અને 2019 માં તે જ મતવિસ્તારમાંથી લોકસભામાં ફરીથી ચૂંટાયા હતા. સળંગ 6 વખતથી તેઓ સાંસદ છે. તેમણે 1994માં ગુજરાત સરકારમાં નાયબ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી સામાજિક કાર્ય MSWમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક BA થયા છે.ભરૂચ બેઠક પર 6મી ટર્મ આદિવાસી નેતા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.1998 બાદ ભાજપ આ બેઠક પર કદી હાર્યું નથી. 1998,1999,2004,2009,2014 અને 2019 એમ 6 ટર્મથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે. આપ-કોંગ્રેસનું ગઠબંધન ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આમ તો ઈન્ડિયા ગઠબંધને પહેલેથી જ આરપારના ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહેશે તો સામે 6 ટર્મથી સતત જંગી લીડથી જીતેલા મનસુખ વસાવાને ભાજપે નો રિસ્ક થિયરી અપનાવી રિપીટ કર્યા છે. કોણ છે ચૈતર વસાવા ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓ નો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી. નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે ચૈતર વસાવાના બે પત્ની છે. ચૈતર એક કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ માં ભરૂચ લોકસભા માં ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર પણ છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં બીટીપીના મહેશ છોટુભાઈ વસાવા ને ડેડીયાપાડા બેઠક પર વિજેતા બનવવામાં સૌથી મોટો ફાળો ચૈતર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે. મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આપ તરફથી ઉમેદવારી કરતા ડેડીયાપાડા બેઠક પર 1 લાખ 34 હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2023માં ફોરેસ્ટ ના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈતર વસાવા પર નોંધાયો હતો. ચૈતર વસાવા એ લગભગ 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ નર્મદા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. તે જેલમાં હતા ત્યારથીજ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા.40 દિવસ બાદ જેલ માંથી છુટકારો મળ્યો અને શરતી જમીન મળ્યા છે.મતદારોનું ગણિત આ બેઠક પર 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ થાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો જ્યારે 8.27 લાખ મહિલા અને 83 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ જ્યારે સૌથી ઓછો કરજણમાં 2.15 લાખ મતદારો છે. ભારતીય જનતા પાર્ટી હાલ તો આ ભરૂચ લોકસભા બેઠક પર ફકત જીતવવાની નહીં પણ 5 લાખ કરતા વધુની લીડનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં જ નર્મદાના કમલમ (ભાજપ કાર્યાલય)ના ઉદ્ઘાટન પ્રસંગમાં 6 લાખની લીડનો લક્ષ્યાંક આપી દીધો છે. ત્યારે આપ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા તેમની જીતના આશાવાદ સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકના મતદારો કુલ 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ સાથેની ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો, 8.27 લાખ મહિલા મતદારો અને 83 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ મતદારો સાથે સૌથી વધુ મતદારો છે. જ્યારે કરજણ વિધાનસભામાં 2.15 લાખ મતદારો સૌથી ઓછા છે. 2019 લોકસભા ચૂંટણીના આંકડા ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.49 ટકા એટલે કે 6.39 લાખ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મત મળ્યા હતા, જે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી કરતાં 10.92 ટકા ઓછા મત હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ BTP માંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, તેમને 12.53 % મત સાથે 1.44 લાખ મત મળ્યા હતા. ભરૂચ બેઠક પર 7 વિધાનસભા વિસ્તાર વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં તો ભરૂચના વર્તમાન સાંસદને ગત ચૂંટણીમાં સૌથી વધુ 1.13 લાખ મત ભરૂચમાંથી મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા 77 હજાર મત ઝગડીયામાંથી મળ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ 57 હજાર મત જંબુસરમાં મળ્યા હતા તથા સૌથી ઓછા 32 હજાર મત ઝગડીયામાં મળ્યા હતા. વસાવા VS વસાવા જંગ પાછલા 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ રહ્યો છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસને વધતા ઓછા અંશે અસર રહી છે. ત્યારે આ વર્ષે હવે છોટુભાઈ વસ

ગુજરાત લોકસભાની રસપ્રદ બેઠક છે ભરૂચ,આવો જાણીએ રાજકીય ગણિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચ લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે
  • અહીં વસાવા vs વસાવાનો ત્રિપાંખીયો જંગ ખેલાશે
  • ભાજપ અને કોંગ્રેસે આમને સામને આદિવાસી ઉમેદવાર અનુક્રમે મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉતાર્યા છે

ભરૂચ લોકસભા બેઠક પર 1989માં મર્હુમ એહમદ પટેલનો ચંદુભાઈ દેસમુખ સામે પરાજય થયો ત્યારથી આ બેઠક ભાજપના હાથમાં રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર 35 વર્ષથી એકહથ્થુ શાસન રાખનાર ભાજપે છેલ્લા 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. 2024 લોકસભા ચૂટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

કોણ છે મનસુખ વસાવા

મનસુખ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન 1957ના રોજ થયો હતો. તેઓ નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદ હેઠળની ભારત સરકારમાં આદિજાતિ બાબતોના ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન 5 જુલાઈ, 2016 સુધી રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 25મી નવેમ્બર 1998ના રોજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના ગઢ ગણાતા ગુજરાતના ભરૂચ સંસદીય મતવિસ્તારમાંથી યોજાયેલી પેટાચૂંટણીમાં 12મી લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયા હતા.તેઓ 1998, 1999, 2004, 2009 અને 2014 અને 2019 માં તે જ મતવિસ્તારમાંથી લોકસભામાં ફરીથી ચૂંટાયા હતા. સળંગ 6 વખતથી તેઓ સાંસદ છે. તેમણે 1994માં ગુજરાત સરકારમાં નાયબ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી સામાજિક કાર્ય MSWમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક BA થયા છે.ભરૂચ બેઠક પર 6મી ટર્મ આદિવાસી નેતા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.1998 બાદ ભાજપ આ બેઠક પર કદી હાર્યું નથી. 1998,1999,2004,2009,2014 અને 2019 એમ 6 ટર્મથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે.


આપ-કોંગ્રેસનું ગઠબંધન

ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આમ તો ઈન્ડિયા ગઠબંધને પહેલેથી જ આરપારના ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહેશે તો સામે 6 ટર્મથી સતત જંગી લીડથી જીતેલા મનસુખ વસાવાને ભાજપે નો રિસ્ક થિયરી અપનાવી રિપીટ કર્યા છે.

કોણ છે ચૈતર વસાવા

ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓ નો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી. નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે ચૈતર વસાવાના બે પત્ની છે. ચૈતર એક કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ માં ભરૂચ લોકસભા માં ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર પણ છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં બીટીપીના મહેશ છોટુભાઈ વસાવા ને ડેડીયાપાડા બેઠક પર વિજેતા બનવવામાં સૌથી મોટો ફાળો ચૈતર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે. મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આપ તરફથી ઉમેદવારી કરતા ડેડીયાપાડા બેઠક પર 1 લાખ 34 હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2023માં ફોરેસ્ટ ના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈતર વસાવા પર નોંધાયો હતો. ચૈતર વસાવા એ લગભગ 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ નર્મદા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. તે જેલમાં હતા ત્યારથીજ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા.40 દિવસ બાદ જેલ માંથી છુટકારો મળ્યો અને શરતી જમીન મળ્યા છે.


મતદારોનું ગણિત

આ બેઠક પર 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ થાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો જ્યારે 8.27 લાખ મહિલા અને 83 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ જ્યારે સૌથી ઓછો કરજણમાં 2.15 લાખ મતદારો છે. ભારતીય જનતા પાર્ટી હાલ તો આ ભરૂચ લોકસભા બેઠક પર ફકત જીતવવાની નહીં પણ 5 લાખ કરતા વધુની લીડનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં જ નર્મદાના કમલમ (ભાજપ કાર્યાલય)ના ઉદ્ઘાટન પ્રસંગમાં 6 લાખની લીડનો લક્ષ્યાંક આપી દીધો છે. ત્યારે આપ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા તેમની જીતના આશાવાદ સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

ભરૂચ લોકસભા બેઠકના મતદારો

કુલ 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ સાથેની ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો, 8.27 લાખ મહિલા મતદારો અને 83 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ મતદારો સાથે સૌથી વધુ મતદારો છે. જ્યારે કરજણ વિધાનસભામાં 2.15 લાખ મતદારો સૌથી ઓછા છે.

2019 લોકસભા ચૂંટણીના આંકડા

ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.49 ટકા એટલે કે 6.39 લાખ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મત મળ્યા હતા, જે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી કરતાં 10.92 ટકા ઓછા મત હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ BTP માંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, તેમને 12.53 % મત સાથે 1.44 લાખ મત મળ્યા હતા.

ભરૂચ બેઠક પર 7 વિધાનસભા વિસ્તાર

વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં તો ભરૂચના વર્તમાન સાંસદને ગત ચૂંટણીમાં સૌથી વધુ 1.13 લાખ મત ભરૂચમાંથી મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા 77 હજાર મત ઝગડીયામાંથી મળ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ 57 હજાર મત જંબુસરમાં મળ્યા હતા તથા સૌથી ઓછા 32 હજાર મત ઝગડીયામાં મળ્યા હતા.

વસાવા VS વસાવા જંગ

પાછલા 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ રહ્યો છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસને વધતા ઓછા અંશે અસર રહી છે. ત્યારે આ વર્ષે હવે છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં જંપલાવશે કે કેમ ? તે પણ ચૂંટણીના પરિણામો માટે એક મહત્વનું ફેકટર રહેશે.

લોકસભાના પરિણામના પરિબળ

આ વર્ષે લોકસભાની ચૂંટણી ભાજપ માટે તેમના ધાર્યા મુજબ જેટલી સરળ નહીં રહે, તેના કેટલાક મહત્વપૂર્ણ કારણો છે. કેમકે આ વર્ષે ચૂંટણી જંગમાં બંને ઉમેદવાર આદિવાસી સમાજના છે અને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની હોવાથી જે તરફ આ સમાજનો ઝુકાવ રહેશે તે ઉમેદવાર બાજી મારી શકે છે. બીજા નંબર પર સૌથી વધુ વસ્તી લઘુમતી સમાજની (મુસ્લિમ સમાજ) છે, ત્યારે લઘુમતી સમાજ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે ફેક્ટર પણ અહીંયા મહત્વનો છે.

છોટુ વસાવા અને AIMIM કિંગ મેકરની ભૂમિકામાં રહેશે

2024 લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ન ઉતારતા કોંગ્રેસ તરફી મતદારોનું વિભાજન થઈ શકે છે. ઇન્ડિયા ગઠબંધન થકી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હવે સાતમી વખત લોકસભા ચૂંટણી લડતા ભાજપના મનસુખ વસાવા સામે પોતાનો દમખમ દેખાડશે. વસાવા વિરુદ્ધ વસાવાના ચૂંટણી જંગમાં આદિવાસી વિકાસના મુદ્દા સાથે ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારના વિકાસના પ્રશ્નો મહત્વના રહેશે. વસાવા વિરુદ્ધ વસાવા વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે ઉભા રહેતા આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે. BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભારતીય ટ્રાયબલ પાર્ટીના વફાદાર મતદારો ભાજપ સાથે જઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ સીધી રીતે ભરૂચ બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરી નથી, ત્યારે ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારોની જાહેરાત AIMIM ના અસદુદ્દીન ઓવૈસીએ કરી છે. ભરૂચ બેઠક પર જો AIMIM તેના ઉમેદવારને ઉતારવાની જાહેરાત કરશે તો કોંગ્રેસની સાથે જતા મુસ્લિમ મતોના AIMIM અને ભાજપ વિરોધી આપ વચ્ચે વહેંચાશે. આમ 2024 માં ભરૂચ બેઠક પરના ત્રિપાંખીયો જંગમાં છોટુ વસાવા અને AIMIM રહેશે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે.