Ahmedabad :શિક્ષણ બોર્ડની એકપણ સમિતિમાં સંચાલક મંડળને સ્થાન ન આપ્યું

મોટા ગણાતા બે સંચાલક મંડળોનો એકડો નીકળી ગયોસૌથી મહત્ત્વની ગણાતી કારોબારીમાં આચાર્ય અને સંચાલક મંડળની બાદબાકીથી રોષ આ સમિતિઓની મુદત અત્યાર સુધી બે વર્ષની હતી પરંતુ હવે એક વર્ષની કરવાનો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મંગળવારના રોજ મળેલી સામાન્ય સભામાં પાંચ સમિતિની રચના કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા રચાયેલી સમિતીઓમાં સંચાલક મંડળનો એકડો જ કાઢી નાંખવામાં આવ્યો છે. સંચાલક મંડળના પ્રતિનિધીને એકપણ સમિતિમાં સ્થાન આપ્યુ નથી અને બીજી તરફ મોટાભાગના સભ્યોને રિપીટ કરવામાં આવ્યાં છે. આમ રાજ્યના બંન્ને સંચાલક મંડળો એકત્ર થઈ સરકારની વાહવાહી કરવા છતાં તેમનું મહત્વ સાવ શૂન્ય થઈ ગયુ હોવાનો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિ કે જેની સાથે સ્કૂલ તેમજ આચાર્યનો સીધો નાતો હોવા છતા આ સમિતિમાં સંચાલક મંડળ અને આચાર્ય મંડળને સ્થાન સુદ્ધા અપાયુ નથી. સમિતીઓમાં સભ્યોની નિયુક્તિ સરકારના એક માનીતા સભ્યએ તેમને મનગમતાની નિયુક્તિ કરાવડાવી હોવાના પણ આક્ષેપો થયાં છે. શિક્ષણ બોર્ડમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણા સમિતિનો સમાવેશ થાય છે. આ સમિતિઓની મુદત અત્યાર સુધી બે વર્ષની હતી, પરંતુ 2 જૂન, 2023ના રોજ મળેલી બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની સમિતિઓની મુદત એક વર્ષની કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેની પર સરકારની મંજૂરી મળતા હવે આ તમામ સમિતિઓની મુદત એક વર્ષની કરવામાં આવી હતી.

Ahmedabad :શિક્ષણ બોર્ડની એકપણ સમિતિમાં સંચાલક મંડળને સ્થાન ન આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટા ગણાતા બે સંચાલક મંડળોનો એકડો નીકળી ગયો
  • સૌથી મહત્ત્વની ગણાતી કારોબારીમાં આચાર્ય અને સંચાલક મંડળની બાદબાકીથી રોષ
  • આ સમિતિઓની મુદત અત્યાર સુધી બે વર્ષની હતી પરંતુ હવે એક વર્ષની કરવાનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મંગળવારના રોજ મળેલી સામાન્ય સભામાં પાંચ સમિતિની રચના કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા રચાયેલી સમિતીઓમાં સંચાલક મંડળનો એકડો જ કાઢી નાંખવામાં આવ્યો છે.

સંચાલક મંડળના પ્રતિનિધીને એકપણ સમિતિમાં સ્થાન આપ્યુ નથી અને બીજી તરફ મોટાભાગના સભ્યોને રિપીટ કરવામાં આવ્યાં છે. આમ રાજ્યના બંન્ને સંચાલક મંડળો એકત્ર થઈ સરકારની વાહવાહી કરવા છતાં તેમનું મહત્વ સાવ શૂન્ય થઈ ગયુ હોવાનો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિ કે જેની સાથે સ્કૂલ તેમજ આચાર્યનો સીધો નાતો હોવા છતા આ સમિતિમાં સંચાલક મંડળ અને આચાર્ય મંડળને સ્થાન સુદ્ધા અપાયુ નથી. સમિતીઓમાં સભ્યોની નિયુક્તિ સરકારના એક માનીતા સભ્યએ તેમને મનગમતાની નિયુક્તિ કરાવડાવી હોવાના પણ આક્ષેપો થયાં છે. શિક્ષણ બોર્ડમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણા સમિતિનો સમાવેશ થાય છે. આ સમિતિઓની મુદત અત્યાર સુધી બે વર્ષની હતી, પરંતુ 2 જૂન, 2023ના રોજ મળેલી બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની સમિતિઓની મુદત એક વર્ષની કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેની પર સરકારની મંજૂરી મળતા હવે આ તમામ સમિતિઓની મુદત એક વર્ષની કરવામાં આવી હતી.