દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કર્યો રૂ.10નો વધારો

દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો દૂધના ભાવ રૂ.810 થી વધારી રૂ. 820 કર્યા દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડનો થશે ફાયદો નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલોફેટે રૂ 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થશે. ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે. હજી ગત જુલાઈ મહિનામાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ મળશે. અશોક ચૌધરીના શાસનમાં ભાવ વધ્યા દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13 મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા 650 રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને 820 કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે. અકસ્માત વીમાની રકમ કરી બમણી દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ 35000 થી વધારી 1 લાખ, અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે. શેર ડિવિડન્ડ 10 ટકા મંડળીઓને અપાશે.પીએમ ફસલ બીમા યોજના હેઠળ, પાક વીમો એટલે કે પાક વીમા મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ખેડૂતો ઘરે બેઠા તેમના પાકનું પ્રીમિયમ ગણી શકશે.

દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કર્યો રૂ.10નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
  • દૂધના ભાવ રૂ.810 થી વધારી રૂ. 820 કર્યા
  • દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડનો થશે ફાયદો

નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલોફેટે રૂ 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થશે.

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય

મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે. હજી ગત જુલાઈ મહિનામાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ મળશે.

અશોક ચૌધરીના શાસનમાં ભાવ વધ્યા

દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13 મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા 650 રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને 820 કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.

અકસ્માત વીમાની રકમ કરી બમણી

દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ 35000 થી વધારી 1 લાખ, અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે. શેર ડિવિડન્ડ 10 ટકા મંડળીઓને અપાશે.પીએમ ફસલ બીમા યોજના હેઠળ, પાક વીમો એટલે કે પાક વીમા મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ખેડૂતો ઘરે બેઠા તેમના પાકનું પ્રીમિયમ ગણી શકશે.