Rajkot TRP GameZone: કાટમાળ હટાવ્યા બાદ મળ્યા માનવ શરીરના અંગો

NDRF અને ફાયરના જવાનોની તપાસમાં મળ્યા અંગો બળીને ખાખ થયેલા માનવ અંગોને એકઠા કરાયા મોબાઈલ કવર, બંગડી, ઘડિયાળો સહિતનો સામાન મળ્યો રાજકોટમાં TRP ગેમઝોનનો કાટમાળ હટાવ્યા બાદ હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા છે. NDRF અને ફાયરના જવાનોની તપાસમાં માનવ અંગો મળ્યા છે. તેમાં બળીને ખાખ થયેલા માનવ અંગોને એકઠા કરાયા છે. તેમાં મોબાઈલ કવર, બંગડી, ઘડિયાળો સહિતનો સામાન મળ્યો છે. ગેમઝોમાં આગનો કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા ગેમઝોમાં આગનો કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા છે. જેમાં છુટા છવાયા માનવ અંગોને ભેગા કરાઈ રહ્યા છે. રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 લોકો મોતને ભેટ્યા છે. આ હિચકારી ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. આ સમગ્ર મામલે આજે શહેરના સી.પી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ફાયર એનઓસીની કાર્યવાહી હજી ચાલી રહી હતી તે પૂર્ણ થઇ ન હતી. આ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે રાજકોટના સી.પી, રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે, આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે તથા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરવામાં આવી છે. આ ગુનાની ઝડપથી તપાસ કરીને ચાર્જસીટ કરવા માટે બનતા પુરાવા ભેગા કરીશું. આ માટે ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે. તેમના જણાવ્યા મુજબ TRP ગેમિંગ ઝોનનું લાઇસન્સ વર્ષ 2023માં આપવામાં આવ્યુ હતુ જે પછી રિન્યુઅલ પણ કરવામાં આવ્યુ હતુ. આ અંગેની મંજુરી પણ આપવામાં આવી હતી.

Rajkot TRP GameZone: કાટમાળ હટાવ્યા બાદ મળ્યા માનવ શરીરના અંગો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • NDRF અને ફાયરના જવાનોની તપાસમાં મળ્યા અંગો
  • બળીને ખાખ થયેલા માનવ અંગોને એકઠા કરાયા
  • મોબાઈલ કવર, બંગડી, ઘડિયાળો સહિતનો સામાન મળ્યો

રાજકોટમાં TRP ગેમઝોનનો કાટમાળ હટાવ્યા બાદ હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા છે. NDRF અને ફાયરના જવાનોની તપાસમાં માનવ અંગો મળ્યા છે. તેમાં બળીને ખાખ થયેલા માનવ અંગોને એકઠા કરાયા છે. તેમાં મોબાઈલ કવર, બંગડી, ઘડિયાળો સહિતનો સામાન મળ્યો છે.

ગેમઝોમાં આગનો કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા

ગેમઝોમાં આગનો કાટમાળ હટાવ્યા બાદ માનવ શરીરના અંગો મળ્યા છે. જેમાં છુટા છવાયા માનવ અંગોને ભેગા કરાઈ રહ્યા છે. રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 લોકો મોતને ભેટ્યા છે. આ હિચકારી ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. આ સમગ્ર મામલે આજે શહેરના સી.પી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ફાયર એનઓસીની કાર્યવાહી હજી ચાલી રહી હતી તે પૂર્ણ થઇ ન હતી. આ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે

રાજકોટના સી.પી, રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે, આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે તથા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરવામાં આવી છે. આ ગુનાની ઝડપથી તપાસ કરીને ચાર્જસીટ કરવા માટે બનતા પુરાવા ભેગા કરીશું. આ માટે ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે. તેમના જણાવ્યા મુજબ TRP ગેમિંગ ઝોનનું લાઇસન્સ વર્ષ 2023માં આપવામાં આવ્યુ હતુ જે પછી રિન્યુઅલ પણ કરવામાં આવ્યુ હતુ. આ અંગેની મંજુરી પણ આપવામાં આવી હતી.