સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલા સામે વિવાદ, ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર લગાવ્યા

ઢાંકી, મોઢવાણા, પેઢડા સહિતના ગામોમાં પોસ્ટર લાગ્યા રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો ક્ષત્રિય સમાજ, કરણી સેનાના લોકોએ પોસ્ટરો મુક્યા સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકર્યો છે. જેમાં ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર વાયરલ થયા છે. તેમજ ઢાંકી, મોઢવાણા, પેઢડા સહિતના ગામોમાં પોસ્ટર લાગ્યા છે. તેમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો. ક્ષત્રિય સમાજ, કરણી સેનાના લોકોએ પોસ્ટરો મુક્યા છે. પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકરતા ભાજપ સંગઠન મુંજવણમાં પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકરતા ભાજપ સંગઠન મુંજવણમાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ગામડાઓમાં ભાજપ કાર્યકર કે નેતાઓને પ્રવેશ ન કરવો ના પોસ્ટર વાયરલ થયા છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. રુપાલાના વિરોધમાં અમદાવાદના ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો ક્ષત્રિય સમાજના લોકો ભેગા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે, કાલે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઇને રૂપાલા સામે કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સોમવારે પરશોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પોતે માફી માગી છતાં વિરોધનું વંટોળ સમવાનું નામ નથી લઈ રહ્યું તે અંગે રુપાલાએ કહ્યું કે, મારે જે કહેવાનું હતું અને કરવાનું હતું તે કરી લીધું છે. ઉમેદવારનું નામ બદલવાની વાત અંગે તેમણે કહ્યું કે એ વાતને પાર્ટી અને મારી વચ્ચે રહેવા દો. અન્ય સમાજની નારાજગી અંગે તેમણે કહ્યું કે મારી જે ભૂલ હતી તે મેં સ્વીકારી લીધી છે અને આ કોઈ રાજકીય કે મારી સત્તાવાર કાર્યક્રમ નહોતો. 

સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલા સામે વિવાદ, ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર લગાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઢાંકી, મોઢવાણા, પેઢડા સહિતના ગામોમાં પોસ્ટર લાગ્યા
  • રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો
  • ક્ષત્રિય સમાજ, કરણી સેનાના લોકોએ પોસ્ટરો મુક્યા

સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકર્યો છે. જેમાં ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર વાયરલ થયા છે. તેમજ ઢાંકી, મોઢવાણા, પેઢડા સહિતના ગામોમાં પોસ્ટર લાગ્યા છે. તેમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો. ક્ષત્રિય સમાજ, કરણી સેનાના લોકોએ પોસ્ટરો મુક્યા છે.


પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકરતા ભાજપ સંગઠન મુંજવણમાં

પરશોત્તમ રૂપાલા સામેનો વિવાદ વકરતા ભાજપ સંગઠન મુંજવણમાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ગામડાઓમાં ભાજપ કાર્યકર કે નેતાઓને પ્રવેશ ન કરવો ના પોસ્ટર વાયરલ થયા છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. રુપાલાના વિરોધમાં અમદાવાદના ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.


પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

ક્ષત્રિય સમાજના લોકો ભેગા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે, કાલે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઇને રૂપાલા સામે કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સોમવારે પરશોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પોતે માફી માગી છતાં વિરોધનું વંટોળ સમવાનું નામ નથી લઈ રહ્યું તે અંગે રુપાલાએ કહ્યું કે, મારે જે કહેવાનું હતું અને કરવાનું હતું તે કરી લીધું છે. ઉમેદવારનું નામ બદલવાની વાત અંગે તેમણે કહ્યું કે એ વાતને પાર્ટી અને મારી વચ્ચે રહેવા દો. અન્ય સમાજની નારાજગી અંગે તેમણે કહ્યું કે મારી જે ભૂલ હતી તે મેં સ્વીકારી લીધી છે અને આ કોઈ રાજકીય કે મારી સત્તાવાર કાર્યક્રમ નહોતો.