Surendranagar News: સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા જીતની હેટ્રિક

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 2.61 લાખ મતોની જંગી લીડકોંગ્રેસના મજબૂત હરીફને પરાજય આપીને ભવ્ય જીત મેળવી તમામ પાલિકા અને વિધાનસભા બેઠક બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભગવાની જીત યથાવત્ વર્ષ 2019ની ચૂંટણીના વિજેતા કરતા 16,706 મતોની વધારે લીડ મેળવી હળવદ અને વઢવાણ વિધાનસભાએ ભાજપની લીડમાં ભારે રંગ રાખ્યો ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર હોવા છતાંય કમળ સારી રીતે ખીલ્યું સુ.નગર મનપા અને થાનગઢ પાલિકાની ચૂંટણી ટાણે ફાયદો થવાની આશા સામા પ્રવાહે સંગઠન પાંખની મહેનતથી જીત થતા કાર્યકરોમાં ખુશીની લહેર સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરી તા.4થી જુને શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. સવારે 8 કલાકે શરૂ થયેલ મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ચંદુભાઈ શીહોરાને લીડ મળતી થઈ ગઈ હતી. અને મત ગણતરીના અંતે કુલ લીડ 2.60 લાખથી વધુ મતોની હતી. તેઓએ વર્ષ 2019માં ભાજપના જ ડો. નરેન્દ્ર મુંજપરાની 2.47 લાખની લીડનો રેકોર્ડ તોડયો હતો. અને સુરેન્દ્રનગર બેઠક પર વર્ષ 2014, 2019 બાદ 2024માં ભાજપની જીત થતા ભાજપે હેટ્રીક કરી છે. હરીફ ઉમેદવાર કોંગ્રેસના ઋત્વીકભાઈ મકવાણા સમગ્ર ગણતરીના 156 રાઉન્ડમાંથી માત્ર 18થી 20 રાઉન્ડમાં જ લીડ કાઢી શકયા હતા. ઋત્વીકભાઈને તેમના વિસ્તાર એવા ચોટીલા તાલુકામાં પણ ખાદ્યનો સામનો કરવો પડયો હતો. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારના વિવાદ બાદ ક્ષત્રિય આંદોલનનું સુરેન્દ્રનગર શહેર એપી સેન્ટર હતુ. આંદોલન અહીંથી જ શરૂ થયુ હતુ. વળી ભાજપે ચુંવાળીયા કોળી ઉમેદવારને ટીકીટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટીકીટ પણ આપી દીધી. એમ છતાંય પરિણામ સામે આવતા ભાજપના ઉમેદવારની 2.61 લાખ મતોથી જીત થતા સૌને ચોંકાવી દીધા હતા. સાથે ઉમેદવારની હળવદ વિધાનસભામાં સૌથી વધારે ચુંવાળીયા કોળીના ઉમેદવારની જ્ઞાતિના મતો હોવાના કારણે 64 હજારની લીડ મળી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક પર સૌથી છેલ્લા તબક્કામાં ડો.મહેન્દ્રભાઇ મુંજપરા કેન્દ્રીય મંત્રીના બદલે મોરબી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ચંદુભાઇ શિહોરાના નામની જાહેરાત કરાઇ હતી. જાહેરાત થતાની સાથે જ તળપદા કોળી સમાજે ટીકીટ બદલવાની માંગ સાથે મોરચો માંડી ખુલ્લો વિરોધ દર્શાવી સુરેન્દ્રનગરમાં મોટી બેઠક પણ બોલાવી હતી.

Surendranagar News: સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા જીતની હેટ્રિક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 2.61 લાખ મતોની જંગી લીડ
  • કોંગ્રેસના મજબૂત હરીફને પરાજય આપીને ભવ્ય જીત મેળવી
  • તમામ પાલિકા અને વિધાનસભા બેઠક બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભગવાની જીત યથાવત્

વર્ષ 2019ની ચૂંટણીના વિજેતા કરતા 16,706 મતોની વધારે લીડ મેળવી

હળવદ અને વઢવાણ વિધાનસભાએ ભાજપની લીડમાં ભારે રંગ રાખ્યો

ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર હોવા છતાંય કમળ સારી રીતે ખીલ્યું

સુ.નગર મનપા અને થાનગઢ પાલિકાની ચૂંટણી ટાણે ફાયદો થવાની આશા

સામા પ્રવાહે સંગઠન પાંખની મહેનતથી જીત થતા કાર્યકરોમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરી તા.4થી જુને શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. સવારે 8 કલાકે શરૂ થયેલ મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ચંદુભાઈ શીહોરાને લીડ મળતી થઈ ગઈ હતી. અને મત ગણતરીના અંતે કુલ લીડ 2.60 લાખથી વધુ મતોની હતી. તેઓએ વર્ષ 2019માં ભાજપના જ ડો. નરેન્દ્ર મુંજપરાની 2.47 લાખની લીડનો રેકોર્ડ તોડયો હતો. અને સુરેન્દ્રનગર બેઠક પર વર્ષ 2014, 2019 બાદ 2024માં ભાજપની જીત થતા ભાજપે હેટ્રીક કરી છે. હરીફ ઉમેદવાર કોંગ્રેસના ઋત્વીકભાઈ મકવાણા સમગ્ર ગણતરીના 156 રાઉન્ડમાંથી માત્ર 18થી 20 રાઉન્ડમાં જ લીડ કાઢી શકયા હતા. ઋત્વીકભાઈને તેમના વિસ્તાર એવા ચોટીલા તાલુકામાં પણ ખાદ્યનો સામનો કરવો પડયો હતો. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારના વિવાદ બાદ ક્ષત્રિય આંદોલનનું સુરેન્દ્રનગર શહેર એપી સેન્ટર હતુ. આંદોલન અહીંથી જ શરૂ થયુ હતુ. વળી ભાજપે ચુંવાળીયા કોળી ઉમેદવારને ટીકીટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટીકીટ પણ આપી દીધી. એમ છતાંય પરિણામ સામે આવતા ભાજપના ઉમેદવારની 2.61 લાખ મતોથી જીત થતા સૌને ચોંકાવી દીધા હતા. સાથે ઉમેદવારની હળવદ વિધાનસભામાં સૌથી વધારે ચુંવાળીયા કોળીના ઉમેદવારની જ્ઞાતિના મતો હોવાના કારણે 64 હજારની લીડ મળી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક પર સૌથી છેલ્લા તબક્કામાં ડો.મહેન્દ્રભાઇ મુંજપરા કેન્દ્રીય મંત્રીના બદલે મોરબી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ચંદુભાઇ શિહોરાના નામની જાહેરાત કરાઇ હતી. જાહેરાત થતાની સાથે જ તળપદા કોળી સમાજે ટીકીટ બદલવાની માંગ સાથે મોરચો માંડી ખુલ્લો વિરોધ દર્શાવી સુરેન્દ્રનગરમાં મોટી બેઠક પણ બોલાવી હતી.