Ahmedabad News: ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા રામોલમાં નકલી નોટો સાથે 3ની ધરપકડ

રૂપિયા 15 લાખ 30,100ની નકલી ચલણી નોટો ઝડપીઅમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવાના હતા5 લાખના બદલામાં આરોપીઓને 15 લાખ મળવાના હતા ગાંધીનગર CID ક્રાઇમને આજે અમદાવાદમાં મોટી સફળતા મળી છે. ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા આજે અમદાવાદના રામોલબ્રિજ પાસેથી નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે મૂળ રાજસ્થાનના ત્રણેય શખ્સો પાસેથી CID ક્રાઇમે કુલ 15 લાખ 30 હજાર 100 ની નકલી ચલણી નોટો પકડી પડી છે.તો સાથે સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનમાં પણ આ લોકો 2 વખત પકડાઈ ચૂક્યા છે અને અમદાવાદથી આ ત્રીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને આ નોટો આપવા આવ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ આચાર સંહિતા પૂર્ણ થતાં તેઓ નોટોની હેરાફેરી કરવા માટે આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે જે નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે તે એટલી આબેહૂબ છે કે નરી આંખે કોઈપણ સમજી ન શકે કે તે નકલી નોટો છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર અને અભણ છે. એટલે પૈસાની લાલચમાં આ શખ્સો નકલી નોટોની હેરાફેરી કરતાં હતા. આરોપીઓને 5 લાખના બદલામાં 15 લાખ મળવાના હતા. એટલું જ નહિ આરોપીઓ નોટોની હેરાફેરી કરવા પહેલીવાર ગુજરાત આવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં એક ભાડાના મકાનમાં આ શખ્સો કલર ઝેરોક્ષ મશીનથી નકલી નોટો બનાવતા હતા. ત્યારે હવે પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસે નકલી નોટો છાપી શકાય તે માટેના પેપર અને ઇન્ક ક્યાંથી આવ્યા.

Ahmedabad News: ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા રામોલમાં નકલી નોટો સાથે 3ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપિયા 15 લાખ 30,100ની નકલી ચલણી નોટો ઝડપી
  • અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવાના હતા
  • 5 લાખના બદલામાં આરોપીઓને 15 લાખ મળવાના હતા 

ગાંધીનગર CID ક્રાઇમને આજે અમદાવાદમાં મોટી સફળતા મળી છે. ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા આજે અમદાવાદના રામોલબ્રિજ પાસેથી નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે મૂળ રાજસ્થાનના ત્રણેય શખ્સો પાસેથી CID ક્રાઇમે કુલ 15 લાખ 30 હજાર 100 ની નકલી ચલણી નોટો પકડી પડી છે.


તો સાથે સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનમાં પણ આ લોકો 2 વખત પકડાઈ ચૂક્યા છે અને અમદાવાદથી આ ત્રીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને આ નોટો આપવા આવ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ આચાર સંહિતા પૂર્ણ થતાં તેઓ નોટોની હેરાફેરી કરવા માટે આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે જે નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે તે એટલી આબેહૂબ છે કે નરી આંખે કોઈપણ સમજી ન શકે કે તે નકલી નોટો છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર અને અભણ છે. એટલે પૈસાની લાલચમાં આ શખ્સો નકલી નોટોની હેરાફેરી કરતાં હતા. આરોપીઓને 5 લાખના બદલામાં 15 લાખ મળવાના હતા. એટલું જ નહિ આરોપીઓ નોટોની હેરાફેરી કરવા પહેલીવાર ગુજરાત આવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં એક ભાડાના મકાનમાં આ શખ્સો કલર ઝેરોક્ષ મશીનથી નકલી નોટો બનાવતા હતા. ત્યારે હવે પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસે નકલી નોટો છાપી શકાય તે માટેના પેપર અને ઇન્ક ક્યાંથી આવ્યા.