Navsari Sub Jailમાં કેદીએ આંબાના ઝાડ પર ચડી મચાવી ધમાલ

કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી મચાવ્યો હોબાળો સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો નવસારી ફાયર વિભાગ દ્વારા કેદીનું કરાયું રેસ્ક્યુ નવસારી સબજેલમાં આરોપી કેદીએ હોબાળો મચાવ્યો છે. જેમાં કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી હોબાળો મચાવ્યો હતો. તેમાં સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો હતો. જેમાં નવસારી ફાયર વિભાગ દ્વારા કેદીનું રેસ્ક્યુ કરાયું છે. સબજેલમાં આરોપી કેદીએ ઉત્પાત મચાવતા અફરાતફરી ફેલાઇ હતી. કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી જઈ ઉત્પાત મચાવ્યો કાચા કામના કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી જઈ ઉત્પાત મચાવ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતી વેળા કેદી ભાગીને ઝાડ ઉપર ચડ્યો હતો. પોલીસ જાપ્તામાં સિવિલ લઈ જવા માટે કેદીને બહાર લવાઈ રહ્યો હતો. પોલીસ હાથકડી લગાવે તે પહેલા જ મહિલા વિભાગ નજીકના ઝાડ ઉપર કેદી ચડ્યો હતો. ઝાડ ઉપર ત્રીસ ફૂટથી વધુ ઊંચાઈએ કેદી ચડી જતા નવસારી ફાયરને રેસ્ક્યુ માટે જેલમાં બોલાવાયુ હતુ. જેમાં નવસારી ફાયરના જવાનોએ સીડી લગાવી મહામહેનતે કેદીનું રેસક્યુ કર્યું હતુ. તેમજ કેદીનું રેસ્કયું થતા નવસારી સબજેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આંબાના 30 ફુટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો 21 વર્ષીય સંતોષ દેહરી નામના યુવાનને ઉમરગામમાં મારામારીના મુદ્દે જેલ કસ્ટડીમાં ધકેલાયો હતો. નવસારી સબજેલમાં કાચા કામનો કેદી પોતાની સજા ભોગવી રહ્યો છે. જેલમાં તેને અચાનક સનેપાત ચડ્યો હતો. આખી જેલમાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ કરતા તે જેલમાં આવેલા આંબાના 30 ફુટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો. જ્યાં તેણે એક કેરી તોડીને પણ ખાધી હતી. કેદીની આવી વિચિત્ર હરકતના કારણે સમગ્ર જેલ પ્રશાસન દોડતું થયું હતું. ઇનપુટ ક્રેડિટ: રાજન રાજપુત

Navsari Sub Jailમાં કેદીએ આંબાના ઝાડ પર ચડી મચાવી ધમાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી મચાવ્યો હોબાળો
  • સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો
  • નવસારી ફાયર વિભાગ દ્વારા કેદીનું કરાયું રેસ્ક્યુ

નવસારી સબજેલમાં આરોપી કેદીએ હોબાળો મચાવ્યો છે. જેમાં કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી હોબાળો મચાવ્યો હતો. તેમાં સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો હતો. જેમાં નવસારી ફાયર વિભાગ દ્વારા કેદીનું રેસ્ક્યુ કરાયું છે. સબજેલમાં આરોપી કેદીએ ઉત્પાત મચાવતા અફરાતફરી ફેલાઇ હતી.

કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી જઈ ઉત્પાત મચાવ્યો

કાચા કામના કેદી સંતોષ દેહરીએ ઝાડ ઉપર ચડી જઈ ઉત્પાત મચાવ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતી વેળા કેદી ભાગીને ઝાડ ઉપર ચડ્યો હતો. પોલીસ જાપ્તામાં સિવિલ લઈ જવા માટે કેદીને બહાર લવાઈ રહ્યો હતો. પોલીસ હાથકડી લગાવે તે પહેલા જ મહિલા વિભાગ નજીકના ઝાડ ઉપર કેદી ચડ્યો હતો. ઝાડ ઉપર ત્રીસ ફૂટથી વધુ ઊંચાઈએ કેદી ચડી જતા નવસારી ફાયરને રેસ્ક્યુ માટે જેલમાં બોલાવાયુ હતુ. જેમાં નવસારી ફાયરના જવાનોએ સીડી લગાવી મહામહેનતે કેદીનું રેસક્યુ કર્યું હતુ. તેમજ કેદીનું રેસ્કયું થતા નવસારી સબજેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આંબાના 30 ફુટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો

21 વર્ષીય સંતોષ દેહરી નામના યુવાનને ઉમરગામમાં મારામારીના મુદ્દે જેલ કસ્ટડીમાં ધકેલાયો હતો. નવસારી સબજેલમાં કાચા કામનો કેદી પોતાની સજા ભોગવી રહ્યો છે. જેલમાં તેને અચાનક સનેપાત ચડ્યો હતો. આખી જેલમાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ કરતા તે જેલમાં આવેલા આંબાના 30 ફુટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો. જ્યાં તેણે એક કેરી તોડીને પણ ખાધી હતી. કેદીની આવી વિચિત્ર હરકતના કારણે સમગ્ર જેલ પ્રશાસન દોડતું થયું હતું.

ઇનપુટ ક્રેડિટ: રાજન રાજપુત