Banaskantha:ઈમાનદારીથી કામ કરો પૈસા હોય કે ન હોય લોકો મદદ કરે છે

સરકાર NDAનીં નહી, ઇન્ડિયા ગઠબંધનની બનશે : ગેનીબેન 400 પારની વાત કરનારાને ભગવાને આશીર્વાદ ના આપ્યા : ગેનીબેન રામચંદ્ર ભગવાને એમને આશીર્વાદ નથી આપ્યા : ગેનીબેન બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસની બેન તરીકે મેદાને ઉતર્યા અને ગેનીબેનએ બનાસના લોકો પાસે મામેરૂ માંગ્યું હતું અને મામેરામાં લોકોએ ગેનીબેનને વોટ અને નોટ બન્ને આપી સાંસદ બનાવ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોર સાથ સંદેશ ન્યૂઝે વાતચીત કરી. જીત બાદ ગેનીબેને કર્યા ભાજપ પર પ્રહાર લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે ગુજરાતમાં કોગ્રેસને એક સીટ કોગ્રેસની મળી છે,જેમાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા છે.ગેનીબેનનું કહેવું છે કે,પ્રમાણિકતાથી કામ કરો તો લોકો તમને મદદ કરે છે,બનાસને જે વચન આપ્યા છે તે વચન પુરા કરવા માટે હું કટિબદ્ધ છું. ભ્રષ્ટાચાર ઓછો કરવા ગ્રામ પંચાયતથી આયોજન કરીશું : ગેનીબેન દેશમાં જે રીતે ભષ્ટ્રાચાર વધી રહ્યો છે તેને ધ્યાને રાખી ગેનીબેનનું કહેવું છે કે,સૌ પ્રથમ ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થાય તેવું આયોજન કરીશું,તો આ ચૂંટણીમાં બહારના લોકોએ આવી સમાજ-સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા સાથે પોલીસનો પણ દુરઉપયોગ કર્યો. બનાસકાંઠાએ પાણી બતાવ્યું : ગેનીબેન બનાસકાંઠાની જનતાએ ગુજરાતને પાણી બતાવ્યુ છે.બનાસકાંઠાના લોકો ભૂતકાળમાં લડયા વર્તમાનમાં લડયા અને ભવિષ્યમાં પણ લડશે. અમને જનતાના આશીર્વાદ મળ્યા : ગેનીબેન 400 પારની વાત કરવા વાળાઓને રામ ચંદ્ર ભગવાનએ જ આશીર્વાદ નથી આપ્યા સરકાર ndaની નહીં ઇન્ડિયા ગઠબંધનની બનશે. ગેનીબેનને સૌથી વધુ મત લોકસભા ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને બીજેપીનાઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20,331 થી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે. મામેરૂ ગેનીબેનને ફળ્યું લોકસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાનાડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.

Banaskantha:ઈમાનદારીથી કામ કરો પૈસા હોય કે ન હોય લોકો મદદ કરે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકાર NDAનીં નહી, ઇન્ડિયા ગઠબંધનની બનશે : ગેનીબેન
  • 400 પારની વાત કરનારાને ભગવાને આશીર્વાદ ના આપ્યા : ગેનીબેન
  • રામચંદ્ર ભગવાને એમને આશીર્વાદ નથી આપ્યા : ગેનીબેન

બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસની બેન તરીકે મેદાને ઉતર્યા અને ગેનીબેનએ બનાસના લોકો પાસે મામેરૂ માંગ્યું હતું અને મામેરામાં લોકોએ ગેનીબેનને વોટ અને નોટ બન્ને આપી સાંસદ બનાવ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોર સાથ સંદેશ ન્યૂઝે વાતચીત કરી.

જીત બાદ ગેનીબેને કર્યા ભાજપ પર પ્રહાર

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે ગુજરાતમાં કોગ્રેસને એક સીટ કોગ્રેસની મળી છે,જેમાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા છે.ગેનીબેનનું કહેવું છે કે,પ્રમાણિકતાથી કામ કરો તો લોકો તમને મદદ કરે છે,બનાસને જે વચન આપ્યા છે તે વચન પુરા કરવા માટે હું કટિબદ્ધ છું.


ભ્રષ્ટાચાર ઓછો કરવા ગ્રામ પંચાયતથી આયોજન કરીશું : ગેનીબેન

દેશમાં જે રીતે ભષ્ટ્રાચાર વધી રહ્યો છે તેને ધ્યાને રાખી ગેનીબેનનું કહેવું છે કે,સૌ પ્રથમ ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થાય તેવું આયોજન કરીશું,તો આ ચૂંટણીમાં બહારના લોકોએ આવી સમાજ-સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા સાથે પોલીસનો પણ દુરઉપયોગ કર્યો.

બનાસકાંઠાએ પાણી બતાવ્યું : ગેનીબેન

બનાસકાંઠાની જનતાએ ગુજરાતને પાણી બતાવ્યુ છે.બનાસકાંઠાના લોકો ભૂતકાળમાં લડયા વર્તમાનમાં લડયા અને ભવિષ્યમાં પણ લડશે.

અમને જનતાના આશીર્વાદ મળ્યા : ગેનીબેન

400 પારની વાત કરવા વાળાઓને રામ ચંદ્ર ભગવાનએ જ આશીર્વાદ નથી આપ્યા સરકાર ndaની નહીં ઇન્ડિયા ગઠબંધનની બનશે.


ગેનીબેનને સૌથી વધુ મત

લોકસભા ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને બીજેપીનાઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20,331 થી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે.

મામેરૂ ગેનીબેનને ફળ્યું

લોકસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાનાડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.