Ahmedabad Rathyatra 2024ની તડામાર તૈયારીઓ, હર્ષ સંઘવીએ સુરક્ષા સમીક્ષા કરી

હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના કર્યા દર્શન પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે કરી બેઠક રથયાત્રાને લઈ કરાઈ સુરક્ષા સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા છે. જેમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તેમજ પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે બેઠક કરી છે. જેમાં રથયાત્રાને લઈ સુરક્ષા સમીક્ષા કરાઈ છે. જગન્નાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો છે. તેમજ જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાને લઈ તાગ મેળવ્યો અમદાવાદની ઓળખ સમાન જગન્નાથ રથયાત્રા માટે મંદિર, તંત્ર અને પોલીસ તૈયારીઓમાં લાગી ગયા છે. મંદિર અને તંત્ર દ્વારા કોઇ અવ્યવસ્થા ઉભી થાય નહિ તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સુરક્ષા માટે કામગીરૂ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાને લઈ તાગ મેળવ્યો છે. રથયાત્રાના રૂટ પર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે રથયાત્રાના રૂટ પર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે જેને માટે ઘોડે સવાર પોલીસના 20 ઘોડા તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંદિરથી મોસાળ સુધી ઘોડેસવાર પોલીસ રોડ પર જોવા મળશે. ટેકનોસેવી પોલીસે રથયાત્રા રૂટને થીડી મેપીંગથી સજ્જ કરી દીધો છે. એટલે રોડ પરની નાનામાં નાની વિગતો પણ પોલીસના હાથવગી છે. હાલ પોલીસ રૂટ પર સતત અને સખત પેટ્રોલિંગ કરી રહી છે. રથયાત્રા જે પોલીસ મથકોની હદમાંથી પસાર થાય છે, તે તમામ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સિનિયર અધિકારીઓ પણ પોતાના તાબાના અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. બાઇક રેલી, નાઇટ પેટ્રોલિંગ અને કોન્વોય કાઢવામામાં આવી રહ્યા છે.

Ahmedabad Rathyatra 2024ની તડામાર તૈયારીઓ, હર્ષ સંઘવીએ સુરક્ષા સમીક્ષા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના કર્યા દર્શન
  • પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે કરી બેઠક
  • રથયાત્રાને લઈ કરાઈ સુરક્ષા સમીક્ષા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા છે. જેમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તેમજ પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે બેઠક કરી છે. જેમાં રથયાત્રાને લઈ સુરક્ષા સમીક્ષા કરાઈ છે. જગન્નાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો છે. તેમજ જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાને લઈ તાગ મેળવ્યો

અમદાવાદની ઓળખ સમાન જગન્નાથ રથયાત્રા માટે મંદિર, તંત્ર અને પોલીસ તૈયારીઓમાં લાગી ગયા છે. મંદિર અને તંત્ર દ્વારા કોઇ અવ્યવસ્થા ઉભી થાય નહિ તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સુરક્ષા માટે કામગીરૂ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાને લઈ તાગ મેળવ્યો છે.

રથયાત્રાના રૂટ પર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે

રથયાત્રાના રૂટ પર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે જેને માટે ઘોડે સવાર પોલીસના 20 ઘોડા તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંદિરથી મોસાળ સુધી ઘોડેસવાર પોલીસ રોડ પર જોવા મળશે. ટેકનોસેવી પોલીસે રથયાત્રા રૂટને થીડી મેપીંગથી સજ્જ કરી દીધો છે. એટલે રોડ પરની નાનામાં નાની વિગતો પણ પોલીસના હાથવગી છે. હાલ પોલીસ રૂટ પર સતત અને સખત પેટ્રોલિંગ કરી રહી છે. રથયાત્રા જે પોલીસ મથકોની હદમાંથી પસાર થાય છે, તે તમામ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સિનિયર અધિકારીઓ પણ પોતાના તાબાના અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. બાઇક રેલી, નાઇટ પેટ્રોલિંગ અને કોન્વોય કાઢવામામાં આવી રહ્યા છે.