Ahmedabad News: પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને AMCની મહત્વની સમીક્ષા બેઠક

રોડ બેસવા, વૃક્ષો કાપવાની કામગીરીને લઇ પ્લાનિંગ કરાયું21 અંડરપાસમાં પાણી નિકાલ માટે હેવી પંપ મૂકવામાં આવશે 63735 કેચપીટની સફાઈની કામગીરી ચાલુઃ મેયર પ્રતિભા જૈન અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. ત્યારે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરભરમાં ચોમાસામાં વરસાદ દરમિયાન ઊભી થતી સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ચર્ચા વિચારણા કરીને AMC દ્વારા પ્રી-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં, વરસાદમાં પાણી ભરાવા, ઝાડ પડવા, રોડ બેસી જવા, ભૂવા પડવા સહિતની કામગીરીને પહોંચી વાળવા AMC દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રી-મોન્સૂન કામગીરીના આયોજન માટે AMCના મેયર પ્રતિભા જૈન દ્વારા રિવ્યૂ મિટિંગ યોજવામાં આવી હતી અને અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તો, AMC દ્વારા કરવામાં આવેલ પ્રી-મોન્સૂન આયોજનને લઈને મેયર પ્રતિભા જૈન દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 21 અંડર પાસમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી છે. આ અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી પંપ મૂકવામાં આવશે. તેમજ, દરેક અંડર પાસ પાસે વરસાદમાં વોકી ટોકી સાથે 1 કર્મચારી હાજર રહેશે. તો, હાલ શહેરની 63735 કેચપીટની સફાઈ કામગીરી ચાલી રહી છે. બગીચા વિભાગ દ્વારા 9 ટ્રીમિંગ વાન, 60 ટ્રેકટર ટ્રોલી, તેમજ વોર્ડ દીઠ 4 મજુર હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે AMC દ્વારા શહેરની 105 કિમી ડ્રેનેજ લાઇનનું ડી-સિલ્ટિંગ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદીમાં પશ્ચિમમાં 23 અને પૂર્વમાં 18 ડિસ્ચાર્જ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ભરાયેલા પાણીના તત્કાલ નિકાલ માટે 35 સ્ટ્રોમ વોટર પમ્પિંગ અને 87 પંપો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરશે. એટલું જ નહિ, સમગ્ર શહેરમાં શહેરના કુલ 2385 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.

Ahmedabad News: પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને AMCની મહત્વની સમીક્ષા બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ બેસવા, વૃક્ષો કાપવાની કામગીરીને લઇ પ્લાનિંગ કરાયું
  • 21 અંડરપાસમાં પાણી નિકાલ માટે હેવી પંપ મૂકવામાં આવશે
  • 63735 કેચપીટની સફાઈની કામગીરી ચાલુઃ મેયર પ્રતિભા જૈન

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. ત્યારે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરભરમાં ચોમાસામાં વરસાદ દરમિયાન ઊભી થતી સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન ચર્ચા વિચારણા કરીને AMC દ્વારા પ્રી-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં, વરસાદમાં પાણી ભરાવા, ઝાડ પડવા, રોડ બેસી જવા, ભૂવા પડવા સહિતની કામગીરીને પહોંચી વાળવા AMC દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રી-મોન્સૂન કામગીરીના આયોજન માટે AMCના મેયર પ્રતિભા જૈન દ્વારા રિવ્યૂ મિટિંગ યોજવામાં આવી હતી અને અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.


તો, AMC દ્વારા કરવામાં આવેલ પ્રી-મોન્સૂન આયોજનને લઈને મેયર પ્રતિભા જૈન દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 21 અંડર પાસમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી છે. આ અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી પંપ મૂકવામાં આવશે. તેમજ, દરેક અંડર પાસ પાસે વરસાદમાં વોકી ટોકી સાથે 1 કર્મચારી હાજર રહેશે.

તો, હાલ શહેરની 63735 કેચપીટની સફાઈ કામગીરી ચાલી રહી છે. બગીચા વિભાગ દ્વારા 9 ટ્રીમિંગ વાન, 60 ટ્રેકટર ટ્રોલી, તેમજ વોર્ડ દીઠ 4 મજુર હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે AMC દ્વારા શહેરની 105 કિમી ડ્રેનેજ લાઇનનું ડી-સિલ્ટિંગ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદીમાં પશ્ચિમમાં 23 અને પૂર્વમાં 18 ડિસ્ચાર્જ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ભરાયેલા પાણીના તત્કાલ નિકાલ માટે 35 સ્ટ્રોમ વોટર પમ્પિંગ અને 87 પંપો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરશે. એટલું જ નહિ, સમગ્ર શહેરમાં શહેરના કુલ 2385 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.