Gujarat Monsoon: રાજ્યમાં વરસાદની મહેર, જાણો કયા શહેરમાં આવી ગઇ મેઘસવારી

અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો જંબુસરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ ગુજરાત રાજ્યમાં ચોમાસુ આજે 70 ટકા પહોંચી ગયુ છે. તેમજ ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ છે. જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસુ સક્રિય થયુ હતુ. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કયાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમાં ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ છે. જેમાં કેલોદ, સમની, આમોદ સહીતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી છે. તેમજ ખેતી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જેમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ છે. ત્યારે ભાવનગરના ગારીયાધાર શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં ગારીયાધારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તેમાં રાજપુત વાડી, વાવ દરવાજા તથા રૂપાવાતી બાયપાસ, આશ્રમ રોડ પર પાણી ભરાયા છે. બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં ડીસામાં સીઝનનો પ્રથમ વરસાદ આવ્યો છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ આવ્યો છે. પ્રથમ વરસાદ ધોધમાર પડતા પાણી જ પાણી જોવા મળ્યુ છે. તેમજ ડીસાના નગરજનો વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. કાળા ડીબાંગ વાદળો છવાતાં દિવસે રાત્રિ જેવો માહોલ સર્જાયો છે. તેમજ અંબાજીના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ આવ્યો છે. વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ છે. જેમાં રાવપુરા, માંજલપુર, આજવા રોડ, દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો આખરે વરસ્યા છે. કાળા ડિબાંગ વાદળોમાં ગડગડાટ બાદ વરસાદ આવ્યો છે. અમીરગઢ પંથકમાં બાલુન્દ્રા, અરનીવાડા, અવાળા, માનપુરીયા, ખારા, વાગોરિયા તથા કાળીમાટી સહીત વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યુ છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી અમીરગઢ પંથકમાં રાહત થઇ છે. તેમજ બોરસદ અને આંકલાવમાં વરસાદનું આગમન થયુ છે. તેમાં આંકલાવમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે બાફ અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં પ્રથમ વરસાદમાં લોકોએ નહાવાની મજા માણી છે.ધોધમાર વરસાદના કારણે નિંભણી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ જંબુસરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ છે. જંબુસર સહીતના ગ્રામ્યવિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં ઉમરા, મગણાદ તથા કાવલી સહીતના ગામોમાં વરસાદ આવ્યો છે. અચાનક વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ભારે વરસાદના કારણે મેણ નદીમાં નવા નીર આવ્યા છે. તેમજ દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ વરસાદી પાણી ભરાયા છે. 100 ગામને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર પાણી ભરાતા વાહનચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. પુલ ઉપરથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તેમજ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં નદી નાળા છલકાયા છે. તથા સાયલાના નિંભણી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ધોધમાર વરસાદના કારણે નિંભણી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે.

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદની મહેર, જાણો કયા શહેરમાં આવી ગઇ મેઘસવારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો
  • જંબુસરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ
  • વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ

ગુજરાત રાજ્યમાં ચોમાસુ આજે 70 ટકા પહોંચી ગયુ છે. તેમજ ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ છે. જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસુ સક્રિય થયુ હતુ. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કયાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમાં ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ છે. જેમાં કેલોદ, સમની, આમોદ સહીતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે.

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી છે. તેમજ ખેતી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જેમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ છે. ત્યારે ભાવનગરના ગારીયાધાર શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં ગારીયાધારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તેમાં રાજપુત વાડી, વાવ દરવાજા તથા રૂપાવાતી બાયપાસ, આશ્રમ રોડ પર પાણી ભરાયા છે. બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં ડીસામાં સીઝનનો પ્રથમ વરસાદ આવ્યો છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ આવ્યો છે. પ્રથમ વરસાદ ધોધમાર પડતા પાણી જ પાણી જોવા મળ્યુ છે. તેમજ ડીસાના નગરજનો વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. કાળા ડીબાંગ વાદળો છવાતાં દિવસે રાત્રિ જેવો માહોલ સર્જાયો છે. તેમજ અંબાજીના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ આવ્યો છે.

વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ

વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ છે. જેમાં રાવપુરા, માંજલપુર, આજવા રોડ, દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો આખરે વરસ્યા છે. કાળા ડિબાંગ વાદળોમાં ગડગડાટ બાદ વરસાદ આવ્યો છે. અમીરગઢ પંથકમાં બાલુન્દ્રા, અરનીવાડા, અવાળા, માનપુરીયા, ખારા, વાગોરિયા તથા કાળીમાટી સહીત વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યુ છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી અમીરગઢ પંથકમાં રાહત થઇ છે. તેમજ બોરસદ અને આંકલાવમાં વરસાદનું આગમન થયુ છે. તેમાં આંકલાવમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે બાફ અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં પ્રથમ વરસાદમાં લોકોએ નહાવાની મજા માણી છે.

ધોધમાર વરસાદના કારણે નિંભણી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ

જંબુસરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ છે. જંબુસર સહીતના ગ્રામ્યવિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં ઉમરા, મગણાદ તથા કાવલી સહીતના ગામોમાં વરસાદ આવ્યો છે. અચાનક વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ભારે વરસાદના કારણે મેણ નદીમાં નવા નીર આવ્યા છે. તેમજ દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ વરસાદી પાણી ભરાયા છે. 100 ગામને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર પાણી ભરાતા વાહનચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. પુલ ઉપરથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તેમજ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં નદી નાળા છલકાયા છે. તથા સાયલાના નિંભણી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ધોધમાર વરસાદના કારણે નિંભણી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે.