Ahmedabad: સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આંગડિયા પેઢીમાં પાડવામાં આવેલ દરોડામાં રહેલા પંચોએ ચોરી કરી દરોડામાં પીએમ આંગડિયા પેઢીમાંથી 73 લાખથી વધુ રોકડ મળી આવેલ હતી મુદ્દામાલ આયકર વિભાગને સોંપ્યા બાદ લોકરમાંથી એક લગડી ગાયબ થઇ હતી અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંગડિયા પેઢીમાં પાડવામાં આવેલ દરોડામાં રહેલા પંચોએ ચોરી કરી હતી. દરોડામાં પીએમ આંગડિયા પેઢીમાંથી 73 લાખથી વધુ રોકડ અને 10 સોનાની લગડી મળી આવેલ હતી. જેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ મુદ્દામાલ આયકર વિભાગને સોંપવામાં આવેલો હતો. જેમાં સોંપ્યા બાદ લોકરમાંથી એક લગડી ગાયબ થઇ હતી. થોડા કલાક બાદ તે સોનાની એક લગડી પરત મળી ગઇ હતી ઉલ્લેખનીય છે કે થોડા કલાક બાદ તે સોનાની એક લગડી પરત મળી ગઇ હતી. પરંતુ સીઆઈડી દ્વારા સીસીટીવી તપાસ કરતા 2 પંચો દ્વારા કાઢી લેવામાં આવી હતી. જેમાં 2 પંચો સુમિત સોની અને અરવિંદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો: અમદાવાદમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની રેડ પાડી હતી. જેમાં રેડ સતત 2 દિવસથી ચાલી હતી. તેમાં બીજા દિવસે જે રેડ પાડવામાં આવી તેમાં 10 ઓફિસનો સમાવેશ કરાયો હતો. આ સમયે CIDને કરોડોના વ્યવહારો મળ્યા હતા. તેમાં PM, HM,NR નામની આંગડીયા પેઢીમાં રેડ પાડવામાં આવી હતી. પ્રાઈમ, વી.પટેલ નામની આંગડિયા પેઢીમા પણ રેડ પાડી હતી. રેડ દરમ્ચાન 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમયે સીઆઈડીને રૂ. 75 લાખના વિદેશી ચલણ સહિત 66 મોબાઇલ મળ્યા હતા. જેને જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા હતા. આ પછી ક્રાઈમ બ્રાન્ચે પેઢીના સંચાલકો, કર્મચારી સહિત 10ની પૂછપરછ શરૂ કરી હતી. બીજા દિવસે રેડમાં રૂ.18 કરોડ 19 લાખ રોકડ કબજે કરાયા CID ક્રાઈમની રાજ્યભરના આંગડિયા પેઢી પર રેડની કામગીરી ચાલુ રાખી હતી. જેમાં CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને ED પણ જોડાઈ હતી. તેમા બીજા દિવસની રેડમાં ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કર્યું હતુ.

Ahmedabad: સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આંગડિયા પેઢીમાં પાડવામાં આવેલ દરોડામાં રહેલા પંચોએ ચોરી કરી
  • દરોડામાં પીએમ આંગડિયા પેઢીમાંથી 73 લાખથી વધુ રોકડ મળી આવેલ હતી
  • મુદ્દામાલ આયકર વિભાગને સોંપ્યા બાદ લોકરમાંથી એક લગડી ગાયબ થઇ હતી

અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંગડિયા પેઢીમાં પાડવામાં આવેલ દરોડામાં રહેલા પંચોએ ચોરી કરી હતી. દરોડામાં પીએમ આંગડિયા પેઢીમાંથી 73 લાખથી વધુ રોકડ અને 10 સોનાની લગડી મળી આવેલ હતી. જેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ મુદ્દામાલ આયકર વિભાગને સોંપવામાં આવેલો હતો. જેમાં સોંપ્યા બાદ લોકરમાંથી એક લગડી ગાયબ થઇ હતી.

થોડા કલાક બાદ તે સોનાની એક લગડી પરત મળી ગઇ હતી

ઉલ્લેખનીય છે કે થોડા કલાક બાદ તે સોનાની એક લગડી પરત મળી ગઇ હતી. પરંતુ સીઆઈડી દ્વારા સીસીટીવી તપાસ કરતા 2 પંચો દ્વારા કાઢી લેવામાં આવી હતી. જેમાં 2 પંચો સુમિત સોની અને અરવિંદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો:

અમદાવાદમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની રેડ પાડી હતી. જેમાં રેડ સતત 2 દિવસથી ચાલી હતી. તેમાં બીજા દિવસે જે રેડ પાડવામાં આવી તેમાં 10 ઓફિસનો સમાવેશ કરાયો હતો. આ સમયે CIDને કરોડોના વ્યવહારો મળ્યા હતા. તેમાં PM, HM,NR નામની આંગડીયા પેઢીમાં રેડ પાડવામાં આવી હતી. પ્રાઈમ, વી.પટેલ નામની આંગડિયા પેઢીમા પણ રેડ પાડી હતી. રેડ દરમ્ચાન 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમયે સીઆઈડીને રૂ. 75 લાખના વિદેશી ચલણ સહિત 66 મોબાઇલ મળ્યા હતા. જેને જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા હતા. આ પછી ક્રાઈમ બ્રાન્ચે પેઢીના સંચાલકો, કર્મચારી સહિત 10ની પૂછપરછ શરૂ કરી હતી.

બીજા દિવસે રેડમાં રૂ.18 કરોડ 19 લાખ રોકડ કબજે કરાયા

CID ક્રાઈમની રાજ્યભરના આંગડિયા પેઢી પર રેડની કામગીરી ચાલુ રાખી હતી. જેમાં CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને ED પણ જોડાઈ હતી. તેમા બીજા દિવસની રેડમાં ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કર્યું હતુ.