Ahmedabadના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ, રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલનને મળશે વેગ

ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણબેઠકમાં આંદોલનને નામ અપાયું 'ઓપરેશન ભાજપ' રાજપૂત ભવન ખાતે યોજાઈ ક્ષત્રિય અગ્રણીઓની બેઠકઅમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઇ તમામ જિલ્લાઓમાં ઉપવાસ આંદોલનની ચિમકિ ઉચારી છે. બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે.ક્ષત્રિય આગેવાન કરણસિંહે બેઠકમાં થયેલી ચર્ચાને લઇ જણાવ્યું હતું કે, એક દિવસના પ્લાનિંગ પછી પ્રતીક ઉપવાસ પર ક્ષત્રિય સમાજની બહેનો છે, આવતીકાલથી જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ પર બેસશે. 7 તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે. આ બેઠકમાં 20થી વધું સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.ધર્મરથને લઇ કરણસિંહેનું નિવેદનધર્મરથને લઇ કરણસિંહે કહ્યું હતું કે, 24 તારીખથી ગુજરાતનાં તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરરથ નીકળશે. ધર્મરરથને લઇ મંજૂરી આપવા રજૂઆત પણ કરવામાં આવી છે. આસાથે વધુમાં કરણસિંહે જણાવ્યું હતું કે, વડાલીમાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી છે. વહીવટી તંત્ર ખોટા ઇશ્યૂ ઉભા ના કરેને લઇ રોષ વ્યક્ત કર્યો હતો. માલધારી આગેવાન દશરથ દેસાઈનું નિવેદનમાલધારી આગેવાન દશરથ દેસાઈએ કહ્યું હતું કે,  ક્ષત્રિય સમાજને અમારો ટેકો છે અને ક્ષત્રિયોની કોઈપણ સમસ્યામાં અમે સાથે રહ્યા છીએ. 40થી 42 સીટમાં અમે સરકારને નારાજગી બતાવી રહ્યા છીએ.ક્ષત્રિય યુવા સેનાના અભિજિતસિંહ બારડનું નિવેદન ક્ષત્રિય યુવા સેનાના અભિજિતસિંહ બારડે રુપાલાના વિવાદિત નિવેદન અંગે રોષ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું હતું કે, આ લડાઈ હવે રૂપાલા વિરુદ્ધની નથી, આ લડાઈ અમારી પ્રતિષ્ઠાની છે. રાજ્યક્ષરના ક્ષત્રિય સંગઠન લડાઈમાં જોડાયેલા છે.સંકલન સમિતિ કહેશે તેમ આંદોલન ચલાવીશું’ 

Ahmedabadના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ, રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલનને મળશે વેગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ
  • બેઠકમાં આંદોલનને નામ અપાયું 'ઓપરેશન ભાજપ'
  • રાજપૂત ભવન ખાતે યોજાઈ ક્ષત્રિય અગ્રણીઓની બેઠક

અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઇ તમામ જિલ્લાઓમાં ઉપવાસ આંદોલનની ચિમકિ ઉચારી છે. બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે.

ક્ષત્રિય આગેવાન કરણસિંહે બેઠકમાં થયેલી ચર્ચાને લઇ જણાવ્યું હતું કે, એક દિવસના પ્લાનિંગ પછી પ્રતીક ઉપવાસ પર ક્ષત્રિય સમાજની બહેનો છે, આવતીકાલથી જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ પર બેસશે. 7 તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે. આ બેઠકમાં 20થી વધું સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.

ધર્મરથને લઇ કરણસિંહેનું નિવેદન

ધર્મરથને લઇ કરણસિંહે કહ્યું હતું કે, 24 તારીખથી ગુજરાતનાં તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરરથ નીકળશે. ધર્મરરથને લઇ મંજૂરી આપવા રજૂઆત પણ કરવામાં આવી છે. આસાથે વધુમાં કરણસિંહે જણાવ્યું હતું કે, વડાલીમાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી છે. વહીવટી તંત્ર ખોટા ઇશ્યૂ ઉભા ના કરેને લઇ રોષ વ્યક્ત કર્યો હતો. 

માલધારી આગેવાન દશરથ દેસાઈનું નિવેદન

માલધારી આગેવાન દશરથ દેસાઈએ કહ્યું હતું કે,  ક્ષત્રિય સમાજને અમારો ટેકો છે અને ક્ષત્રિયોની કોઈપણ સમસ્યામાં અમે સાથે રહ્યા છીએ. 40થી 42 સીટમાં અમે સરકારને નારાજગી બતાવી રહ્યા છીએ.

ક્ષત્રિય યુવા સેનાના અભિજિતસિંહ બારડનું નિવેદન

ક્ષત્રિય યુવા સેનાના અભિજિતસિંહ બારડે રુપાલાના વિવાદિત નિવેદન અંગે રોષ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું હતું કે, આ લડાઈ હવે રૂપાલા વિરુદ્ધની નથી, આ લડાઈ અમારી પ્રતિષ્ઠાની છે. રાજ્યક્ષરના ક્ષત્રિય સંગઠન લડાઈમાં જોડાયેલા છે.સંકલન સમિતિ કહેશે તેમ આંદોલન ચલાવીશું’