Ahmedabad Rathyatra 2024 : અખાડાઓ દ્વારા કરતબોની પ્રેક્ટિસ પુરજોશમાં શરૂ કરાઈ

147મી રથયાત્રામાં જોવા મળશે 10થી વધુ નવા સ્ટંટ રથયાત્રામાં અખાડાઓ બતાવશે ભક્તિ સાથે શક્તિ તલવારબાજી, બરનડી, લાકડી સ્ટંટની પ્રેક્ટિસ શરૂ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં અખાડાઓમાં કરતબ કરનાર લોકોએ અત્યારથી પ્રેકિટસ શરૂ કરી દીદી છે.વિવિધ સ્ટંટ સહિતની કરતબોની પ્રેક્ટિસ કરાઈ રહી છે.રથયાત્રાની તૈયારીઓમાં અખાડાઓ અવનવા કરતબમાં વ્યસ્ત છે. રથના પૈડાનું સમારકામ શરૂ આ નાથની સવારીના રથનું કામ 10 દિવસ સુધી ચાલશે આ વર્ષે ભગવાન જગન્નાથજીના રથમાં કોમી એકતાની ઝાંખી પણ જોવા મળશે મહત્વનું છે કે,74 વર્ષ બાદ નવા રથ ગત વર્ષે બનાવ્યા હતા જેથી આ વર્ષે રથના પૈડાં અને રંગ રોગાણ જ કરવાની જરૂર લાગે છે નાથની નગરયાત્રાના રથની કામગીરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે રથની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ આ રથ ખેંચનાર ખલાસી બંધુઓ દ્વારા રથની કામગીરી કરાવાનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે.જેથી રથની સમારકામથી રંગ રોગાનની કામગીરી ખલાસીઓ દ્વારા જ થાય છે. લોકોને બતાવશે અવનવા કરતબો 147મી રથયાત્રામાં જોવા મળશે 10થી વધુ નવા સ્ટંટ તો રથયાત્રામાં અખાડાઓ બતાવશે ભક્તિ સાથે શક્તિ.અખાડાઓ કળાના શક્તિ પ્રદર્શન સાથે જોડાશે જગન્નાથની રથયાત્રામાં.તલવાર બાજી, બોડી બિલ્ડીંગ, સ્ટંટ, બરનડી, લાકડી, ચક્કર સહિતના પેક્ટિસ શરૂ કરી છે.શ્રીફળ,ઈંટ ઉંચકીને માથાથી ફોડી દે ,જપિંગ સ્ટંટ સહિતની યુવા અખાડાઓ કરી રહ્યા છે પેક્ટિસ.રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ભકતોમાં અનોરો ઉત્સાહ અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.

Ahmedabad Rathyatra 2024 : અખાડાઓ દ્વારા કરતબોની પ્રેક્ટિસ પુરજોશમાં શરૂ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 147મી રથયાત્રામાં જોવા મળશે 10થી વધુ નવા સ્ટંટ
  • રથયાત્રામાં અખાડાઓ બતાવશે ભક્તિ સાથે શક્તિ
  • તલવારબાજી, બરનડી, લાકડી સ્ટંટની પ્રેક્ટિસ શરૂ

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં અખાડાઓમાં કરતબ કરનાર લોકોએ અત્યારથી પ્રેકિટસ શરૂ કરી દીદી છે.વિવિધ સ્ટંટ સહિતની કરતબોની પ્રેક્ટિસ કરાઈ રહી છે.રથયાત્રાની તૈયારીઓમાં અખાડાઓ અવનવા કરતબમાં વ્યસ્ત છે.

રથના પૈડાનું સમારકામ શરૂ

આ નાથની સવારીના રથનું કામ 10 દિવસ સુધી ચાલશે આ વર્ષે ભગવાન જગન્નાથજીના રથમાં કોમી એકતાની ઝાંખી પણ જોવા મળશે મહત્વનું છે કે,74 વર્ષ બાદ નવા રથ ગત વર્ષે બનાવ્યા હતા જેથી આ વર્ષે રથના પૈડાં અને રંગ રોગાણ જ કરવાની જરૂર લાગે છે નાથની નગરયાત્રાના રથની કામગીરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે રથની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ આ રથ ખેંચનાર ખલાસી બંધુઓ દ્વારા રથની કામગીરી કરાવાનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે.જેથી રથની સમારકામથી રંગ રોગાનની કામગીરી ખલાસીઓ દ્વારા જ થાય છે.

લોકોને બતાવશે અવનવા કરતબો

147મી રથયાત્રામાં જોવા મળશે 10થી વધુ નવા સ્ટંટ તો રથયાત્રામાં અખાડાઓ બતાવશે ભક્તિ સાથે શક્તિ.અખાડાઓ કળાના શક્તિ પ્રદર્શન સાથે જોડાશે જગન્નાથની રથયાત્રામાં.તલવાર બાજી, બોડી બિલ્ડીંગ, સ્ટંટ, બરનડી, લાકડી, ચક્કર સહિતના પેક્ટિસ શરૂ કરી છે.શ્રીફળ,ઈંટ ઉંચકીને માથાથી ફોડી દે ,જપિંગ સ્ટંટ સહિતની યુવા અખાડાઓ કરી રહ્યા છે પેક્ટિસ.


રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

ભકતોમાં અનોરો ઉત્સાહ

અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.