Halvad News: હળવદ શહેરમાં ફાયર-સેફ્ટીની ચકાસણી માટે જુદી-જુદી ટીમ દ્વારા સર્વે કરાયો

પાલિકાની ટીમ દ્વારા શહેરની ચાર હોસ્પિટલમાં તપાસ કરાઈપ્રથમ દિવસે ટીમે શહેરની વિવિધ હોસ્પિટલોનો સર્વે કર્યો હતો એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરશે હળવદ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ટીમે શહેરની વિવિધ હોસ્પિટલોનો સર્વે કર્યો હતો. હળવદમાં ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરીયાની અધ્યક્ષતામાં બનેલી કમિટીમાં ફાયર ઓફ્સિર, મ્યુનિસિપલ ઈજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલ અધિકારી, સિટીના પોલીસ અધિકારી, સ્ટ્રક્ચર-મિકેનિકલ એન્જિનિયરને સામેલ કરાયા છે ત્યારે આ કમિટીએ સૌપ્રથમ શહેરની નંદિની હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, કર્મ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ અને માહિર હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ અને બી.યુ. પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ,એક્ઝિટ રુટ, મહત્તમ લોડ કેપેસિટી અંગેનો સર્વે કરવામાં આવ્યો તેમજ દિન-2 જરૂરી પુરતતા કરવા અન્યથા હોસ્પિટલ બંધ રાખવા જણાવ્યું. તેમજ તા. 18મી જૂન સુધીમાં ટયુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઇઝ બિલ્ડીંગ, સિનેમા હોલ, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળ તથા અન્ય પબ્લિક પ્લેસ ખાતે ફાયર NOC તેમજ બિલ્ડીંગ ઉપયોગ અનુસાર તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરશે તેમજ ચકાસણીનો દૈનિક રિપોર્ટ તૈયાર કરી હળવદ પાલિકા કચેરીએ મોકલવા હળવદ પાલિકાના ચીફ્ ઓફ્સિરે જણાવ્યું છે.

Halvad News: હળવદ શહેરમાં ફાયર-સેફ્ટીની ચકાસણી માટે જુદી-જુદી ટીમ દ્વારા સર્વે કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલિકાની ટીમ દ્વારા શહેરની ચાર હોસ્પિટલમાં તપાસ કરાઈ
  • પ્રથમ દિવસે ટીમે શહેરની વિવિધ હોસ્પિટલોનો સર્વે કર્યો હતો
  • એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરશે

હળવદ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ટીમે શહેરની વિવિધ હોસ્પિટલોનો સર્વે કર્યો હતો.

હળવદમાં ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરીયાની અધ્યક્ષતામાં બનેલી કમિટીમાં ફાયર ઓફ્સિર, મ્યુનિસિપલ ઈજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલ અધિકારી, સિટીના પોલીસ અધિકારી, સ્ટ્રક્ચર-મિકેનિકલ એન્જિનિયરને સામેલ કરાયા છે ત્યારે આ કમિટીએ સૌપ્રથમ શહેરની નંદિની હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, કર્મ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ અને માહિર હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ અને બી.યુ. પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ,એક્ઝિટ રુટ, મહત્તમ લોડ કેપેસિટી અંગેનો સર્વે કરવામાં આવ્યો તેમજ દિન-2 જરૂરી પુરતતા કરવા અન્યથા હોસ્પિટલ બંધ રાખવા જણાવ્યું. તેમજ તા. 18મી જૂન સુધીમાં ટયુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઇઝ બિલ્ડીંગ, સિનેમા હોલ, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળ તથા અન્ય પબ્લિક પ્લેસ ખાતે ફાયર NOC તેમજ બિલ્ડીંગ ઉપયોગ અનુસાર તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરશે તેમજ ચકાસણીનો દૈનિક રિપોર્ટ તૈયાર કરી હળવદ પાલિકા કચેરીએ મોકલવા હળવદ પાલિકાના ચીફ્ ઓફ્સિરે જણાવ્યું છે.