Surengranagar News: ધો.10બોર્ડ પરીક્ષાની માર્કશીટ તા. 3જી જૂનના રોજ વિદ્યાર્થીઓને મળશે

સુરેન્દ્રનગર જિલ્લામાંથી 11,862 છાત્રો પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છેવેકેશનના સમયમાં પરિણામની રાહ જોતા છાત્રો પરિણામ આવ્યા બાદ માર્કશીટની રાહ જોતા હતા વિદ્યાર્થીઓની માર્કશીટ તા. 1લી જુનના રોજ સવારે 8-00 કલાકથી આપવામાં આવશે રાજ્યમાં ગત તા. 11મી મેએ ધો. 10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં 83.83 ટકા સુ.નગર જિલ્લાનું પરિણામ આવ્યુ છે. ત્યારે ધો. 10ની પરિક્ષામાં પાસ થનાર જિલ્લાના 11,862 છાત્રોને આગામી તા. 3જી જુને માર્કશીટ, પ્રમાણપત્રો સહિતનાઓનું વિતરણ કરવામાં આવનાર છે. સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 11મી મેએ ધો.10નું પરિણામ જાહેર કરાયુ હતુ. જિલ્લાના 83.83 ટકા ધો. 10ના છાત્રો એટલે કે, 11,862 છાત્રો પાસ થયા છે. વેકેશનના સમયમાં પરિણામની રાહ જોતા છાત્રો પરિણામ આવ્યા બાદ માર્કશીટની રાહ જોતા હતા. ત્યારે ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 30મીના રોજ પરીપત્ર જાહેર કરીને ધો. 10ની માર્કશીટ વિતરણની જાહેરાત કરાઈ છે. જેમાં નાયબ નિયામક (પરીક્ષા)ના જણાવાયા મુજબ તા. 31મી મેના રોજ બોર્ડના પ્રતિનિધિઓ જિલ્લામાં માર્કશીટ લઈને પહોંચશે. જયારે તા. 1લી જુનના રોજ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાના જણાવાયા મુજબ શહેરની શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલ ખાતેથી શાળાઓને વિદ્યાર્થીઓની માર્કશીટ તા. 1લી જુનના રોજ સવારે 8-00 કલાકથી આપવામાં આવશે. જયારે શાળા દ્વારા વિદ્યાર્થીને તા. 3જી જુનના રોજ માર્કશીટનું વિતરણ કરવામાં આવનાર છે.

Surengranagar News: ધો.10બોર્ડ પરીક્ષાની માર્કશીટ તા. 3જી જૂનના રોજ વિદ્યાર્થીઓને મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર જિલ્લામાંથી 11,862 છાત્રો પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે
  • વેકેશનના સમયમાં પરિણામની રાહ જોતા છાત્રો પરિણામ આવ્યા બાદ માર્કશીટની રાહ જોતા હતા
  • વિદ્યાર્થીઓની માર્કશીટ તા. 1લી જુનના રોજ સવારે 8-00 કલાકથી આપવામાં આવશે

રાજ્યમાં ગત તા. 11મી મેએ ધો. 10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં 83.83 ટકા સુ.નગર જિલ્લાનું પરિણામ આવ્યુ છે. ત્યારે ધો. 10ની પરિક્ષામાં પાસ થનાર જિલ્લાના 11,862 છાત્રોને આગામી તા. 3જી જુને માર્કશીટ, પ્રમાણપત્રો સહિતનાઓનું વિતરણ કરવામાં આવનાર છે.

સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 11મી મેએ ધો.10નું પરિણામ જાહેર કરાયુ હતુ. જિલ્લાના 83.83 ટકા ધો. 10ના છાત્રો એટલે કે, 11,862 છાત્રો પાસ થયા છે. વેકેશનના સમયમાં પરિણામની રાહ જોતા છાત્રો પરિણામ આવ્યા બાદ માર્કશીટની રાહ જોતા હતા. ત્યારે ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 30મીના રોજ પરીપત્ર જાહેર કરીને ધો. 10ની માર્કશીટ વિતરણની જાહેરાત કરાઈ છે. જેમાં નાયબ નિયામક (પરીક્ષા)ના જણાવાયા મુજબ તા. 31મી મેના રોજ બોર્ડના પ્રતિનિધિઓ જિલ્લામાં માર્કશીટ લઈને પહોંચશે. જયારે તા. 1લી જુનના રોજ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાના જણાવાયા મુજબ શહેરની શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલ ખાતેથી શાળાઓને વિદ્યાર્થીઓની માર્કશીટ તા. 1લી જુનના રોજ સવારે 8-00 કલાકથી આપવામાં આવશે. જયારે શાળા દ્વારા વિદ્યાર્થીને તા. 3જી જુનના રોજ માર્કશીટનું વિતરણ કરવામાં આવનાર છે.